મુખ્ય સામગ્રી પર જાઓ

પોસ્ટ્સ

બીલીપત્ર નું ઝાડ /બીલી(Bael tree)

 બીલીપત્ર નું ઝાડ /બીલી      બીલીપત્ર ના ઝાડને બીલીનું ઝાડ પણ કહેવાય છે. આ ઝાડ 7-8 મીટરની ઊંચાઈ સુધી વધી શકે છે. ભારતમાં આ ઝાડને પવિત્ર મનાય છે. આ ઝાડને ભગવાન શિવજીનું પ્રિય માનવામાં આવે છે. શિવાલયોમાં આ ઝાડ અવશ્ય જોવા મળે છે. આ ઝાડ પાનખર છે જે પોતાના પાંદડાં ખેરવી નાખે છે. આ ઝાડ પર ક્યારેય ફૂલ આવતાં નથી સીધા ફળ જ બેસે છે. આ ઝાડ ઘણું મોટું થાય છે પરંતુ તેનો વિકાસ ધીમો થાય છે.       આ ઝાડનું વૈજ્ઞાનિક નામ એગલ મામાૅલોસ છે. બીલીને બંગાળમાં બેલા, ગુજરાતીમાં બીલી અથવા બીલીપત્ર, હિન્દીમાં બેલ, કન્નડમાં બેલાપત્ર, મરાઠીમાં બેઈલા, સંસ્કૃતમાં બીલ્વ, તમિલ અને મલયાલમમાં વીલ્વામ અને તેલુગુમાં મોરેડું કહેવાય છે. પરંતુ આ ઝાડનું મૂળ વતન ભારત છે.  જમીન      કોઈપણ પ્રકારની જમીનમાં બીલી સારી રીતે થઈ શકે છે, પરંતુ ભારે કાળી અને પાણી ભરાઈ રહે તેવી જમીન અનુકૂળ નથી. ઢોળાવવાળી અને પથરાળ જમીનમાં પણ બીલી સારી રીતે ઊગે છે.  વાતાવરણ       આ ઝાડને મધ્યમ શિયાળો અને ઉનાળો એટલે કે થોડું સુકું હવામાન વધુ અનુકૂળ આવે છે.  પિયત ...

કેવી રીતે જાણી શકાય કે ઝાડ તરસ્યું છે?

     જ્યારે ઝાડને જરૂરીયાત મુજબનું પાણી મળતું હોય ત્યારે ફુલ એકદમ ખીલેલાં અને પાંદડા પણ એકદમ તાજા લાગે છે. જ્યારે ઝાડની ડાળી નમવા લાગે, ફુલ કરમાઈ જાય અને પાંદડા નમી જાય તથા પીળાશ પડતા થઈને સુકાવા લાગે ત્યારે સમજી શકાય કે ઝાડને પાણીની જરૂર છે. પાંદડાની કિનારી નજીક બદામી રંગ થતો જોવા મળે તો પણ કહી શકાય કે ઝાડને વધારે પાણીની જરૂર છે. પાણીની અછતના કારણે લીલા પાંદડા, દાંડી, મૂળ અને ફળો સંકોચાઈ શકે છે.       જ્યારે ઝાડને જરૂરીયાત મુજબ કરતા વધુ પાણી આપવામાં આવે ત્યારે પણ ઝાડના પાંદડા પીળા પડીને સુકાય જાય છે, વધાર પડતું પાણી પણ ઝાડ માટે સમસ્યા બની શકે છે. ખાસકરીને જ્યારે છોડ વાવ્યા હોય ત્યારે શરૂઆતના તબક્કામાં વધું ધ્યાન રાખવું જોઈએ. જ્યારે ઝાડ મોટું થઈ જાય ત્યારે રોજ પાણી આપવાની જરૂર પડતી નથી.  ઝાડને પાણી આપવા માટેનો શ્રેષ્ઠ સમય કયો છે?      આમ તો ઝાડને પાણી પિવડાવા માટેનો કોઈ ચોક્કસ સમયગાળો ના કઈ શકાય. પરંતુ સવાર અને સાંજનો સમય ઝાડને પાણી પીવડાવવા માટેનો શ્રેષ્ઠ સમય છે કારણ કે આ સમયગાળા દરમિયાન ઝાડના મૂળને મોટાભાગનું પાણી શોષવાની તક મળે છે. પછ...

ગૌરી વ્રત

ગૌરી વ્રત      ગૌરી વ્રત બાલિકાઓનું વ્રત છે. અષાઢ સુદ એકાદશીથી ગૌરી વ્રત શરૂ થાય છે અને અષાઢ મહિનાની પૂનમ સુધી ચાલે છે. આ વ્રતમાં માતા પાર્વતીજી અને ભગવાન શંકર તથા જવારાની પૂજા કરવામાં આવે છે. આ વ્રત પાંચ દિવસનું હોય છે, બાલિકાઓને આ વ્રતમાં મીઠા વગરનું મોળું જમવાનું હોય છે. એમાં પણ ધાન્ય એક જ સમયે એક જ જગ્યાએ બેસી એક જ વાર જમી શકે છે. બાકીના સમયમાં ભુખ લાગે તો સુકો મેવો અને ફળ ખાઈને દિવસ પસાર કરે છે. આ વ્રત દરમિયાન બાલિકાઓનું કાળજીપૂર્વક ધ્યાન રાખવામાં આવે છે તેમને જે ખાવું હોય જે લેવું હોય તે લાવી આપવામાં આવે છે જેથી બાલિકા નિરાશ ના થાય. ગૌરી વ્રત દરમિયાન સ્કુલોમાં પણ છોકરીઓને અડધા દિવસની રજા આપી દેવામાં આવે છે. પછી બધી સખીઓ ભેગી થઈ ને ગામના મંદિરે, બાગ-બગીચામાં રમવા માટે જાય છે. કેટલીક જગ્યાએ બાલિકાઓ રસ્તા પર આવતા જતા મુસાફરોને રોકીને "ગોરમાં નો ટકો"  એમ કહે છે, જેથી મુસાફરો બાલિકાઓને રૂપિયો- બે રૂપિયા આપીને ખુશ કરે છે. ગૌરી વ્રત પાચ વર્ષ, સાત વર્ષ એમ એકી સંખ્યામાં દર વર્ષે કરવામાં આવે છે. ગૌરી વ્રતને "ગોરયો" અને "મોળાકત" વ્રત પણ કહેવાય છે.  જવારાનું વાવ...

આંબલીનું ઝાડ (Tamarind Tree)

 આંબલીનું ઝાડ      આંબલીનું ઝાડ મોટું અને ફેલાયેલું હોય છે, જેથી તે અદ્દભુત છાંયડો પ્રદાન કરે છે. આંબલીનું ઝાડ 20 મીટરની ઊંચાઈ સુધી વધે છે. આ ઝાડ ધીમી ગતિથી વિકાસ પામે છે. આંબલીનું ઝાડ સુકા પ્રદેશ સિવાયના વિસ્તારમાં બારેમાસ લીલું રહે છે. આંબલીનું ઝાડ ઊંડા રેતાળ લોમવાળી જમીનમાં સારી રીતે ઊગે છે અને મર્યાદિત ખારાશ પણ સહન કરી શકે છે. આંબલીના ઝાડ માટે 70-200 સેમી જેટલો વાર્ષિક વરસાદ આદર્શ ગણાય છે.   આ ઝાડ તંતુમય પલ્પથી ઘેરાયેલા બીજથી ભરેલા બીન જેવી શીંગો ઉત્પન્ન કરે છે. 1) થડ      આંબલીના ઝાડના થડનો રંગ છીંકણી જેવો હોય છે. આંબલીના ઝાડના થડનો વ્યાસ 1.5 - 2 મીટર જેટલો હોય છે. આ ઝાડ પરિપક્વ થતાં શાખાઓ એક જ કેન્દ્રીય ટ્રંકમાથી ઊતરી જાય છે. કેટલીક વાર ઝાડની ઘનતા અને ફળની લણણીમાં સરળતા લાવવા માટે કાપવામાં પણ આવે છે.  2) પાંદડા      આંબલીના ઝાડના પાંદડા લીલા રંગના હોય છે અને આ એક પાંદડું ઘણા બધા નાના પાંદડાના સમૂહથી બને છે. આ એક પાંદડુ 3-6 ઈંચની લાંબાઈ જેટલું હોય છે અને આ પાંદડાની અંદર 10-20 ની જોડીમાં 1/2 - 1 ઈંચ જેટલા નાના પાંદડા હ...

અષાઢી બીજ

 અષાઢી બીજ અષાઢી બીજ અષાઢ મહિનામાં શુક્લ પક્ષ અથવા ચંદ્રના મીણ ચરણના બીજા દિવસે મનાવવામાં આવે છે. અષાઢી બીજ કચ્છી લોકો માટે નવું વર્ષ માનવામાં આવે છે એટલે ગુજરાતના કચ્છ વિસ્તારમાં મનાવવામાં આવે છે. ચોમાસાની શરૂઆત થતાં પહેલા આ દિવસે વરસાદની આગાહી કરવામાં આવે છે કે આગામી ચોમાસામાં કેવો વરસાદ થશે, વરસાદના આધારે ખેડૂતો પાકનું વાવેતર કરે છે. અષાઢી બીજના દિવસે રથયાત્રા નિકળે છે જેમાં અમદાવાદ અને જગન્નાથ પુરીની રથયાત્રા પ્રખ્યાત છે. ઘણી બધી સંખ્યામાં લોકો રથયાત્રામાં જોડાય છે. પુરીમાં આવેલું જગન્નાથ મંદિર ભગવાન જગન્નાથ માટે પ્રખ્યાત છે. ભગવાન જગન્નાથને ભગવાન વિષ્ણુનું સ્વરૂપ માનવામાં આવે છે. ભગવાન જગન્નાથ શાબ્દિક રીતે બ્રહ્માંડના સ્વામી છે. ભગવાન જગન્નાથની પૂજા તેમના ભાઈ બાલભદ્ર અને તેમની બહેન દેવી સુભદ્રા સાથે કરવામાં આવે છે. 

આંબળાનું ઝાડ(Phyllanthus emblica)

     આંબળાનું ઝાડ      આંબળાને ભારતીય ગુસબેરી કહેવાય છે. આંબળાનું ઝાડ એક મધ્યમ કદનું પાનખર ઝાડ છે. આંબળાનું ઝાડ કુટિલ ટ્રંક અને ફેલાવા સાથે 8-9 મીટરની ઊંચાઈ સુધી વધે છે. આંબળાના ઝાડ પર રહેલા ફળો હુકસ સાથે જોડાયેલા લાંબા વાંસના થાંભલાનો ઉપયોગ કરીને લેવામાં આવે છે. લગભગ 10 વર્ષનું પરિપક્વ ઝાડ 50-70 કિલો ફળ આપી શકે છે. જમીન      આંબળાની ખેતી માટે હળવી અને ભારે જમીન શ્રેષ્ઠ છે. આંબળાની ખેતી માટે બને ત્યાં સુધી રેતાળ જમીન ટાળવી જોઈએ. આ ઝાડ સુકા પ્રદેશમાં સારી રીતે અનુકૂળ છે અને મધ્યમ આલ્કલાઈન જમીનમાં પણ ઉગાડવામાં આવે છે.  વાતાવરણ       આંબળાનું ઝાડ એક ઉષ્ણકટિબંધીય છે, જેના વિકાસ માટે 630-800 મીમી જેટલો વાર્ષિક વરસાદ જરૂરી છે. 3 વર્ષ સુધીની ઉંમરના છોડને મેં - જૂન દરમિયાન ગરમ પવનથી અને શિયાળાના મહિનામાં હિમથી સુરક્ષિત રાખવો જોઈએ. પરિપક્વ છોડ ઊંચામાં ઊંચુ 460ં સે. જેટલું તાપમાન સહન કરી શકે છે.  1) થડ      આંબળાના ઝાડનું થડ આછા ભુરા-લીલા રંગનું હોય છે. આ ઝાડની છાલ ટુકડામાં નીકળે છે. આ ઝાડનું થડ બીજા ઝાડના થ...

સાગ (Teak tree)

 સાગ      સાગનું ઝાડ એક દ્વિબીજપત્રી વનસ્પતિ છે. સાગનું ઝાડ 80-100 ફૂટ જેટલી ઊંચાઇ સુધી વધતું જોવા મળે છે. આ ઝાડ ઉષ્ણકટિબંધીય છે. સુકી ઋતુમાં આ ઝાડ પાંદડા વગરનું થઈ જાય છે. ગરમ સ્થળોએ જાન્યુઆરીમાં પાંદડા ખરી જાય છે, પરંતું ભેજવાળી જગ્યાએ માર્ચ મહિના સુધી આ સાગનું ઝાડ લીલું રહે છે. ચોમાસાના પહેલા વરસાદે સાગના ઝાડ પાંદડા આવી જાય છે. આ ઝાડનું લાકડું વજનમાં હલકું, મજબુત અને લાંબા સમય સુધી ટકી રહે તેવું તથા ઈમારતી હોય છે. જેમ સાગના ઝાડની ઉંમર વધું હોય તેમ તે ઝાડનું લાકડું સારૂ ગણાય છે. 100 ફૂટ ઊંચા સાગનું લાકડું સૌથી ઉત્તમ ગણાય છે. સાગના લાકડાની માંગ ભારતની સાથે સાથે વિદેશમાં પણ વધું જોવા મળે છે. સાગનું વૈજ્ઞાનિક નામ તેકટોના ગ્રૈંડિસ છે.       ગુજરાત રાજ્યના દક્ષિણપૂવૅ ભાગમાં આવેલા જંગલોમાં તથા ગીરના જંગલમાં આ ઝાડ મોટા પ્રમાણમાં જોવા મળે છે. ડાંગના વાંસદાના જંગલોમાં થતું સાગનું લાકડું વલસાડી સાગ તરીકે ઓળખાય છે અને તે ઉત્તમ કક્ષાનું લાકડું ગણાય છે. સાગનું લાકડું 2000 થી વધું વર્ષોથી ભારતમાં ઉપયોગમાં લેવામાં આવે છે.  1) થડ      સાગનું...

વડ (Banyan tree)

વડ      વડનું ઝાડ ખુબ જ વિશાળ અને બહુવિધ શાખાઓ ધરાવતું ઝાડ છે. વડનું ઝાડ 25-30 મીટરની ઊંચાઈ સુધી વધી શકે છે. આ ઝાડના હવાઈ મૂળ તેની શાખાઓમાંથી નીકળે છે અને જમીન સુધી પહોંચીને જમીનમાં મૂળ નાંખે છે પછી આ મૂળિયાં નવા થડ બની જાય છે.આ ઝાડના સમયસર મૂળ અને થડના ગૂંચવણના પરિણામે વડ ઘટાદાર તથા ગીચ દેખાય છે અને આ ઝાડ ખુબ જ લાંબા સમય સુધી આયુષ્ય ધરાવે છે. આ શાખાઓમાંથી જે નવાં મૂળ ફુટે છે તેને "વડવાઈ" કહેવાય છે. આ ઝાડની ડાળી  કાપીને વાવવામાં આવે તો તેમાંથી પણ ઝાડ ઉગે છે. આ ઝાડની એક ખાસિયત એ છે કે તે દુષ્કાળના સમયમાં પણ જીવિત રહે છે. વડના ઝાડને એક ઉત્તમ ઔષધિ કહેવાય છે. વડના બધા જ ભાગોનો ઉપયોગ ઔષધિ તરીકે કરવામાં આવે છે. આ ઝાડ છાંયડો આપતું હોવાથી ગામની પાદરે, ચોકમાં અને પવિત્ર ગણાતું હોવાથી મંદિરમાં પણ જોવા મળે છે. વડને ભારતના રાષ્ટ્રીય વૃક્ષ તરીકે પણ બહુમાન આપવામાં આવ્યુ છે. વડનું ઝાડ કાર્બનડાયોકસાઇડ ગ્રહણ કરીને ઓક્સિજન છોડવાની ક્ષમતા ડબલ ધરાવે છે. વડનું ઝાડ લોકોને જીવન આપનાર છે, તેથી તેની પૂજા કરવી જોઈએ.       ગુજરાતમાં નર્મદા નદીની વચ્ચે બે...

સરગવો (Moringa oleifera)

 સરગવો      સરગવો ઝડપથી વિકાસ પામતુ પાનખર વૃક્ષ છે. આ ઝાડ એક મધ્યમ કદ ધરાવતું ઝાડ છે. સરગવાનું ઝાડ એકદમ ઘટાદાર હોતું નથી. આ ઝાડ 9 મીટરની ઊંચાઈ સુધી વધે છે. સરગવાની શીંગો લાંબી હોવાથી આ ઝાડને ડ્રમસ્ટિક ટ્રી કહેવાય છે. આ ઉપરાંત તેના બીજા પણ નામો છે જેમ કે મોરિંગા ઓલિફેરા, બેન ઓઈલ ટ્રી, અશ્વનાશ વૃક્ષ, ચમત્કારી વૃક્ષ અને હોર્સરાડિશ ટ્રી. સરગવો ઉષ્ણકટિબંધીય વિસ્તારમાં અને રેતાળ જમીનમાં સારી રીતે ઊગે છે. આ ઝાડના બધા જ ભાગોનો ઉપયોગ આયુર્વેદિક ઔષધિ તરીકે કરવામાં આવે છે. કરવામાં આવે છે.  1) થડ      સરગવાનું થડની છાલ ભૂરા તથા આછા છીંકણી રંગની હોય છે. આ થડ નો વ્યાસ 45 સેમી જેટલો હોય છે. આ ઝાડની છાલમાં એન્ટિબાયોટિક ગુણધર્મો હોય છે.  સરગવાના થડની છાલ લીટાવાળી અને ઉપરછલા ખાંચાવાળી હોય છે.  2) પાંદડાં      સરગવાના પાંદડા લંબગોળ આકારના અને 1-2 સેમી જેટલી લંબાઈ ધરાવે છે. પાંદડા લીલા રંગના હોય છે. પાંદડા ત્રિકોણાકાર રીતે દરેક પિનિટેટમાં 4-6 જોડી પત્રિકામાં હોય છે.  3) ફળ      સરગવાની શીંગો લાંબી, સુંવાળી છાલવાળી, ઘેરા લી...

જાંબુડો /jambudo( jamun tree)

 જાંબુડો      જાંબુડો સામાન્ય રીતે હિમાલય, ભારત, શ્રીલંકા, મલેશિયા અને ઓસ્ટ્રેલિયામાં મોટા પ્રમાણમાં ઉગાડવામાં આવે છે. આ ઝાડની ઊંચાઈ આશરે 30-35 ફૂટ સુધીની હોય છે. આ ઝાડનો વિકાસ થતા 3-5 વર્ષ જેટલો સમય લાગે છે. આ ઝાડ 60-70 વર્ષ સુધી ફળ આપે છે. જાંબુડો એકદમ ઘટાદાર વૃક્ષ નથી. આ ઝાડની ડાળીઓ બટકણી હોય છે. આ ઝાડનું મૂળ ઘર ભારત અથવા ઇસ્ટ ઇન્ડિઝ છે. સામાન્ય રીતે રોપાવાળા જાંબુના ઝાડ 8-10 વર્ષની ઉંમરે ફળ આપવાનું શરૂ કરી દે છે જ્યારે કલમ વાળા અથવા સળિયાવાળા ઝાડ 6-7 વર્ષે ફળ આપવાનું શરૂ કરી દે છે.  માટી      આ ઝાડ જમીનની વિશાળ શ્રેણીમાં ઉગાડવામાં આવે છે. આ છોડના સારા વિકાસ માટે ઠંડો વિસ્તાર અને પાણીવાળી માટીની જરૂર પડે છે. આ ઝાડ ખારાશ અને પાણી ભરાયેલી પરિસ્થિતિમાં પણ સારી રીતે વિકાસ કરી શકે છે પણ ખૂબ ભારે કે હળવા રેતાળ જમીન પર ઉગાડવુ શક્ય નથી.  વાતાવરણ કેવુ જોઈએ?      ઉષ્ણકટિબંધીય વિસ્તારમાં આ જાંબુડાનો સારો વિકાસ થાય છે. તે હિમાલયની નીચલી રેન્જમાં 1300 મીટરની ઊંચાઈ સુધી વધતી જોવા મળે છે. જ્યારે ફળ આપતું બંધ થઈ જાય ત્યારે જાંબુડાને શુષ્ક હ...

બાવળ(babul tree)

 બાવળ      બાવળને બાબૂલ, બબૂલ, કાંટાદાર બાવળ, કાળો પિંકવાટ જેવા નામથી ઓળખવામાં આવે છે.આ ઝાડ મધ્યમ કદનું કાંટાળુ અને સદાબહાર વૃક્ષ છે. આ ઝાડ બે જૂથમાં વિભાજીત થાય છે, જેમાં પ્રથમ જૂથમાં ઊંચા નદીના વૃક્ષો હોય છે જે મોસમી પૂરથી ભરાયેલા વિસ્તારમાં ઊગે છે. તેમની શીંગોમાં બીજ વચ્ચેની લાક્ષણિકતા ગળોના હાર આકારની હોય છે. બીજા જૂથમાં આ ઝાડ સુકા વિસ્તારમાં ઊગે છે અને સીધી ધારવાળી શીંગો હોય છે. બાવળ ખૂબ જ કિંમતી આયુર્વેદિક ઝાડ છે જે જરૂરી ઔષધિઓ માટે જાણીતું છે. ભારતમાં સુકા વિસ્તારમાં આ ઝાડ જોવા મળે છે.  બાવળની મુખ્ય જાતો નીચે પ્રમાણે જોવા મળે છે.  1) દેશી બાવળ(Acacia nilotica)       આ ઝાડની છાલ જાડી, કાળી અને ખરબચડી હોય છે તથા લાંબા શૂળ જેવા કાંટાઓ, પીળા ફૂલો અને લાંબા બીજવાળી જગ્યાએ ફૂલેલી શીંગો પરથી ઓળખી શકાય છે.આ ઝાડના પાન લીલા રંગના તથા પાંદડીઓ 7-8 ની જોડીના સમુહમાં હોય છે. આ ઝાડ 20-25 મીટરની ઊંચાઈ સુધી પહોંચી શકે છે અને તેના થડનો વ્યાસ 1 મીટર જેટનો હોય છે.  ઉપયોગ  દેશી બાવળનું લાકડું મજબૂત હોવાથી ઈમારતી લાકડાં તરીકે, ગાડા માટેના ખેત...

મહુડો (Madhuca indica)

  મહુડો      મહુડો એ એક ભારતીય ઉષ્ણકટિબંધીય વૃક્ષ છે. મહુડો લગભગ 10-15 મીટરની ઊંચાઈ સુધી વધે છે. મહુડો ઝડપથી વિકાસ પામતુ વૃક્ષ છે. મહુડાને પરિપક્વ થતા 6-8 વર્ષ જેટલો સમય લાગે છે. માર્ચ મહિનામાં મહુડો સોળે કલાએ ખીલી ઉઠે છે. મહુડો એ આદિવાસી માટે કલ્પવૃક્ષ છે. આદિવાસી સમાજમાં મહુડાને વારસામાં આપવાની પરંપરા છે. મહુડાનાં બધા ભાગનો ઉપયોગ કરી શકાય છે.મહુડાનું વૈજ્ઞાનિક નામ મધુકા લોંજીફોલિઆ છે. ઉત્તર અને દક્ષિણ ગુજરાતના જંગલોમાં મહુડો વધુ જોવા મળે છે. મહુડા વનસ્પતિનું નામ મેડુકા ઈન-ડેકા છે અને સામાન્ય અંગ્રેજી નામ મદુકા અથવા બટર ટ્રી છે.  મહુડાના ઝાડમાંથી કેટલી ઉપજ નીપજે છે?       વાવેતરના 10-15 વર્ષ પછી સરેરાશ કદનો મહુડો ચાલતી સિઝનમાં એક મહિનામાં 50-100 કિલોગ્રામ જેટલા ફુલોનું ઉત્પાદન કરે છે. એક મહુડાનું ઝાડ વાર્ષિક સરેરાશ પ્રમાણે 62.5 કિલોગ્રામ ફુલ અને 59 કિલોગ્રામ ગુલીનું ઉત્પાદન કરે છે.  1) થડ      આ ઝાડના થડ ટૂંકા હોય છે. થડનો વ્યાસ 80 સેમી જેટલો હોય છે અને થડ બહુવિધ શાખાઓ સાથે ગોળાકાર હોય છે. છાલ ઘેરા કથ્થાઈ રંગની જાડી તથા ત...

બદામનું ઝાડ(almond tree)

 બદામનું ઝાડ      બદામનું ઝાડ મોસમ દરમિયાન પાંદડાં ગુમાવે છે તેથી તે પાનખર વૃક્ષ ગણાય છે. આ ઝાડ  6-7 મીટરની ઊંચાઈ સુધી વધે છે. આ ઝાડ તેની ઉંમરના 8 વર્ષે પરિપક્વતા અવધિમાં પ્રવેશે છે. આ ઝાડનું આયુષ્ય 50 વર્ષ જેટલું માનવામાં આવે છે. આ વૃક્ષની કુંપણ લીલી હોય છે, પછી જાંબુડો થતી જાય છે અને બીજા વર્ષે તે રાખોડી બની જાય છે. આ ઝાડ પ્રાચીન અખરોટનું એક વૃક્ષ ગણાય છે જે માણસો દ્વારા ઉગાડવામાં આવતું હતું. આ ઝાડ રોસાસિ પરીવારનું છે. બદામના ઝાડની ખેતી તેના ફળ બદામ માટે કરવામાં આવે છે. બદામ તેલના ઉત્પાદનના અવશેષો ઝેરી છે અને તેનો ઉપયોગ પશુઓના ખોરાક માટે કરી શકાય નહીં. મોટાભાગે યુ. એસ, સ્પેન, ઇટાલી, ઈરાન, સીરીયા, મોરોક્કો અને ઓસ્ટ્રેલિયા જેવાં દેશોમાં બદામના ઝાડની ખેતી કરવામાં આવે છે. આર્મેનિયા અને અઝેરબીજાનમાં બદામનું પ્રથમ વાવેતર થયું હોવાનું મનાય છે. છેલ્લા બે દાયકામાં કેલિફોર્નિયા બદામના ઉત્પાદનમાં ત્રણ ગણો વધારો થયો છે, જે વિશ્વના પુરવઠાની 80% કરતાં વધું કેલિફોર્નિયા હિસ્સો ધરાવે છે. આ ઝાડના ફળ માટે બે જુદી જુદી અને સુસંગત ફળ આપવાની જાતો રોપવામાં આવે છે, જેથી પરાગ એક ઝાડ ...