સરગવો
સરગવો ઝડપથી વિકાસ પામતુ પાનખર વૃક્ષ છે. આ ઝાડ એક મધ્યમ કદ ધરાવતું ઝાડ છે. સરગવાનું ઝાડ એકદમ ઘટાદાર હોતું નથી. આ ઝાડ 9 મીટરની ઊંચાઈ સુધી વધે છે. સરગવાની શીંગો લાંબી હોવાથી આ ઝાડને ડ્રમસ્ટિક ટ્રી કહેવાય છે. આ ઉપરાંત તેના બીજા પણ નામો છે જેમ કે મોરિંગા ઓલિફેરા, બેન ઓઈલ ટ્રી, અશ્વનાશ વૃક્ષ, ચમત્કારી વૃક્ષ અને હોર્સરાડિશ ટ્રી. સરગવો ઉષ્ણકટિબંધીય વિસ્તારમાં અને રેતાળ જમીનમાં સારી રીતે ઊગે છે. આ ઝાડના બધા જ ભાગોનો ઉપયોગ આયુર્વેદિક ઔષધિ તરીકે કરવામાં આવે છે. કરવામાં આવે છે.
1) થડ
સરગવાનું થડની છાલ ભૂરા તથા આછા છીંકણી રંગની હોય છે. આ થડ નો વ્યાસ 45 સેમી જેટલો હોય છે. આ ઝાડની છાલમાં એન્ટિબાયોટિક ગુણધર્મો હોય છે. સરગવાના થડની છાલ લીટાવાળી અને ઉપરછલા ખાંચાવાળી હોય છે.
2) પાંદડાં
સરગવાના પાંદડા લંબગોળ આકારના અને 1-2 સેમી જેટલી લંબાઈ ધરાવે છે. પાંદડા લીલા રંગના હોય છે. પાંદડા ત્રિકોણાકાર રીતે દરેક પિનિટેટમાં 4-6 જોડી પત્રિકામાં હોય છે.
3) ફળ
સરગવાની શીંગો લાંબી, સુંવાળી છાલવાળી, ઘેરા લીલા રંગની અને ત્રણ બાજુવાળી હોય છે. આ શીંગ પર લાંબા થોડા ખાંચા હોય છે. સરગવાની શીંગો 6-15 ઈંચ લંબાઈની હોઈ શકે. આ શીંગમાં પોડની લંબાઈ દેખાડતી ગાંઠો હોય છે અને આ ગાંઠો બીજની ગાંઠો દર્શાવે છે.જો આ પોડ ખૂબ જ જૂની હોય તો તે તંતુમય અને લાકડા જેવી દેખાય છે. સરગવાની શીંગોમાં સફેદ રંગનો ગરબ અને વટાણા આકારના બીજ હોય છે.આ બીજનો વ્યાસ 1 સેમી જેટલો હોય છે. આ બીજમાંથી તેલ બનાવવામાં આવે છે અને તેનો ઉપયોગ ઘડિયાળ લુબ્રિકન્ટ અને પેઇન્ટ બેઝ તરીકે થાય છે. આ બીજ આછા છીંકણી રંગના હોય છે. સરગવાની કેટલીક શીંગો સ્વાદમાં કડવી અને કેટલીક તુરી હોય છે.આ શીંગોમાં વિટામિન સી, બીટા કેરોટિન, કોપર અને આયોડિન જેવા પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે. યંગ સરગવાની શીંગો ને વાળવામાં આવે તો તે તુટી જાય છે અને તે ખાવા માટે તૈયાર હોય છે. સરગવાની શીંગો કઢી, શાક અને સાંભારમાં નાખવામાં આવે છે. શીંગોનો બહારનો ભાગ કડક અને તંતુમય હોવાને લીધે વારંવાર રસ અને પોષકતત્વો કાઢવા માટે ચાવવામાં આવે છે. ગરમ અને ઉષ્ણકટિબંધીય વિસ્તારમાં આખા વર્ષ દરમિયાન શીંગો આવે છે.
સરગવાની શીંગોને મરાઠીમાં શેવાગા, હિન્દીમાં શજન, તમિલમાં મુરુંગાઈ, મલયાલમમાં મ્યુરિંગા અને તેલુગુંમાં મુનાગકાયા કહેવાય છે.
4) ફૂલ
સરગવાના ફૂલો સુગંધિત અને પાતળી નળીવાળી સફેદ 5-6 પાંખડીઓથી ઘેરાયેલા હોય છે. આ પાંખડીની વચ્ચેનો ભાગ પીળા રંગનો હોય છે. ફૂલો કદમાં 2 સેમી જેટલા હોય છે. સામાન્ય રીતે વાવેતરના છ મહિના પછી ફૂલો આપવાની શરૂઆત થાય છે. સારા મોસમી વાતાવરણમાં આખા વર્ષ દરમિયાન બે વાર ફૂલો આવે છે. ખાસ કરીને જુલાઈ થી ઓગસ્ટ મહિનામાં ફૂલો આવે છે.
ઉપયોગો
- સરગવાની શીંગોના બીજમાં પ્રોટીન તથા હાઇડ્રેટિંગ ડિટોકિસફાઇંગ જેવા તત્વો હોય છે જેથી ત્વચા અને વાળને સુરક્ષિત રાખે છે.
- સરગવાના બળતરા વિરોધી ગુણધર્મો એડીમા જેવી પીડાદાયક સ્થિતિમાં રાહત આપે છે.
- સરગવાના અર્કમાં નિયાઝિમિસિન રહેલું છે, જે એક સંયોજન છે, જે કેન્સરના વિકાસને રોકવામાં મદદ કરે છે.
- સરગવાના અર્કમાં વિટામિન બી ઊંચી માત્રામાં રહેલુ હોવાથી પેટને લગતી સમસ્યાઓ જેમ કે કબજિયાત, જઠરનો સોજો અને અલ્સેરેટિવ કોલાઈટિસ મટાડવામાં મદદ કરે છે.
- સરગવામાં રહેલા અર્કમાં એન્ટિબેકટેરિયલ, એન્ટિફંગલ અને એન્ટિમાઈકરોબાયલ ગુણધર્મો હોય છે, જેથી ચેપનાશકમાં મદદ કરે છે.
- સરગવામાં કેલ્શિયમ અને ફોસ્ફરસ જેવા તત્વો હોય છે, જે હાડકાંને સ્વસ્થ અને મજબૂત રાખવામાં મદદ કરે છે.
- સરગવો ડિપ્રેશન અને થાકની સારવારમાં પણ મદદ કરે છે.
- સરગવાના અર્કમાં જોવા મળતા એન્ટિઓકસિડન્ટસ હ્રદયને તંદુરસ્ત જાળવવામાં મદદ કરે છે.
- સરગવો શ્વાસનળીના અવરોધ સામે રક્ષણ આપે છે અને અસ્થમાંના કેટલાક હુમલાઓ ઘટાડવામાં પણ મદદ કરે છે.
- સરગવાનો અર્ક ખાવાથી પથરી થવાની સંભાવના ઓછી થઈ જાય છે.
- સરગવો વ્યક્તિના શરીરને વધુ આયનૅ ગ્રહણ કરવામાં મદદ કરે છે, તેથી લાલ રક્તકણની સંખ્યામાં વધારો થાય છે. એવું પણ માનવામાં આવે છે કે અર્ક એનિમિયા અને સિકલ સેલ જેવા રોગની સારવારમાં મદદ કરે છે.
- સરગવાની શીંગોનો ઉપયોગ કઢી બનાવવા, શાક બનાવવા અને દક્ષિણ ભારતના લોકો સાંભારમાં વધારે ઉપયોગ કરે છે.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો
If you have any query and suggetion, fill free to write in comment section below