વખડો
આ ઝાડ કદમાં નાનું હોય છે. વખડાની ઊંચાઈ 4-5 મીટર જેટલી હોય છે.આ ઝાડને ડાળીઓ વધારે હોય છે.આ ઝાડ પડતર અને ગૌચર જમીનમાં વધારે જોવા મળે છે. આ ઝાડ રણ વિસ્તારમાં ઊંટનું પ્રિય ભોજન છે. ગુજરાતમાં વખડો પીલુડી તરીકે અને વઢિયાર પંથકમાં જારૂ તરીકે ઓળખાય છે.
વખડા 2 પ્રકારના હોય છે.
1) ખારો વખડો
આ વખડાના પાંદડાંનો સ્વાદ ખારો હોય છે અને ફળ માગશર મહિનામાં આવે છે.
2)મીઠો વખડો
આ વખડાના પાંદડાંનો સ્વાદ મીઠો હોય છે અને ફળ ચૈત્ર મહિનામાં આવે છે.
1)થડ
થડની ઊંચાઈ 2-3 મીટર જેટલી હોય છે. થડનો વ્યાસ 1-2 ફુટ જેટલો હોય છે. તિરાડ વાળી, કકૅશ અને ભુખરા રંગની હોય છે જ્યારે મૂળની છાલ રેતીના રંગ સમાન અને અંદરની છાલ આછા ભુરા રંગની હોય છે.
2) પાંદડાં
પાંદડા કદમાં 3-6 સેમી જેટલા હોય છે. આ ઝાડના પાંદડા લીલા રંગના અને લંબગોળાકાર હોય છે. તાજા પાંદડાં કચુંબર તરીકે ઉપયોગમાં લઈ શકાય છે.
3) ફળ
આ ઝાડના ફળને પીલુ કહેવાય છે. પીલુ કદમાં 10 મીમી જેટલા નાના દાણા જેવા ગોળાકાર હોય છે. સફેદ અને ગુલાબીથી જાંબુડિયા એમ બે રંગના પીલુ હોય છે. ખારા વખડાના પીલુ સ્વાદમાં મીઠા અને મીઠા વખડાના પીલુ સ્વાદમાં તીખા હોય છે.
4)ફૂલ
લીલોતરી પીળા રંગના ફુલ આવે છે. ફુલો અત્યંત સુગંધિત અને ઉત્તેજક હોય છે.
ઉપયોગ
- દુષ્કાળમાં પાંદડાં અને યુવાન અંકુરનો ઉપયોગ શાકભાજી તરીકે કરી શકાય છે.
- પાંદડાનો ઉપયોગ ઘાસચારા માટે થાય છે.
- રુટ અને નાની શાખાઓનો ઉપયોગ ભારત, અરબ અને આફ્રિકામાં ટૂથબરશ બનાવવા માટે થાય છે.
- લાકડાનો ઉપયોગ બળતણમાં થાય છે અને તેમાંથી કોલસા બનાવામાં આવે છે.
- જમીનમાં રહેલી ખારાશને ઓછી કરે છે અને જમીનને ફળદ્રુપ બનાવે છે.
કેવી રીતે ઉગાડાય
જવાબ આપોકાઢી નાખો