કરંજ નું ઝાડ /કણજી
કરંજ મોટા કદ નુ ઝાડ છે અને સમાન પહોળા ફેલાય છે. કરંજ 15-25 મીટર(50-80 ફૂટ) સુધી વધે છે. કરંજના ઝાડનો વિકાસ શરૂઆત માં ખૂબ જ ધીમો થાય છે. કરંજ વૃક્ષ ના મૂળ માં જ્યારે ભેજનુ પ્રમાણ ઓછું થઈ જાય ત્યારે પાંદડાં ખરી જાય છે. કરંજ ના દાતણ નો સ્વાદ કડવો અને તીખો હોય છે. કરંજ ઝાડના બીજ અર્ક, પાંદડા, મૂળની છાલ અને સ્ટેમની છાલમાં એન્ટિ વાયરલ ગુણ હોય છે અને ખાવાલાયક હોય છે.
1) થડ
કરંજ નુ થડ સીધું અથવા કુટિલ હોય છે. તેનો વ્યાસ 50-80 સેેન્ટિમીટર(20-30 ઇંચ) હોય છે. થડ પર ભૂરા રંગની છાલ હોય છે. આ છાલ તંતુમય હોય છે, જેથી દોરડામાં ફેરવી શકાય છે.
2)પાંદડા
કરંજના ઝાડના પાંદડા જ્યારે યુવાન હોય ત્યારે ગુલાબી-લાલ રંગના અને પરિપક્વ થઈ જાય ત્યારે લીલા રંગના થઈ જાય છે. આ પાંદડા એકબીજાથી વિરુદ્ધ, તીવ્ર , ચળકતા, લાંબા અને લંબગોળાકાર હોય છે. કરંજ ઝાડના પાંદડા 5-10 સે.મી. લાંબા અને 4-6 સે.મી. પહોળા હોય છે.
3)ફળ
કરંજના ઝાડ પર ફળ આવવાનો સમયગાળો એપ્રિલ - જૂન મહિના સુધીનો હોય છે. આ ઝાડ પર અસંખ્ય, લંબગોળાકાર, 3-6 સે.મી. લાંબા તથા 2-3 સે.મી. જેટલા પહોળા શીંગો સ્વરૂપે ફળો હોય છે. આ ફળની અંદર બીજ હોય છે અને આ બીજ બીન જેવા હોય છે. આ બીજ 1.5-2.5 સે.મી લાંબા અને 1.2-2.0 સે.મી. પહોળા તથા કાળા-ભુરા રંગના હોય છે. કરંજ ના બીજ માં 40% જેટલું તેલ રહેલુ હોય છે.
4)ફૂલ
આ ઝાડ પર એક લાંબી ડાળી જેવું હોય છે અને આ ડાળી પર ફૂલો આવે છે. કરંજના ઝાડના ફૂલોનો રંગ સફેદ તથા ગુલાબી હોય છે. આ ઝાડ પર ફૂલો આવવાનો સમય એપ્રિલ - જૂન મહિના દરમિયાનનો હોય છે.
ઉપયોગ
- કરંજ નું ઝાડ વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે.
- કરંજ નુ દાતણ કરવાથી દાંત નો દુખાવો, પેઢાનો દુખાવો મટાડે છે અને દાંતમાંથી નીકળતા લોહી ને બંધ કરે છે એટલે કે દાંત ને મજબૂત બનાવે છે.
- કરંજના પાંદડાં જમીનમાં નાખવાથી જમીનની ફળદ્રુપતા વધે છે.
- કરંજ માંથી મળતુ તેલ ચામડી ના રોગ મટાડે છે અને આ તેલમાંથી બાયો ડીઝલ પણ બનાવવામાં આવે છે.આ તેલમાંથી સાબૂ બનાવવા માંં આવે છે.
- કરંજ ના આયુર્વેદિક ઉપયોગ પણ છે જેમ કે કફ દૂર કરવા માટે, પાચન માટે, કૃમિ નાશક તરીકે અને આંખો માટે હિતકારી છે.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો
If you have any query and suggetion, fill free to write in comment section below