કરંજ નું ઝાડ /કણજી કરંજ મોટા કદ નુ ઝાડ છે અને સમાન પહોળા ફેલાય છે. કરંજ 15-25 મીટર(50-80 ફૂટ) સુધી વધે છે. કરંજના ઝાડનો વિકાસ શરૂઆત માં ખૂબ જ ધીમો થાય છે. કરંજ વૃક્ષ ના મૂળ માં જ્યારે ભેજનુ પ્રમાણ ઓછું થઈ જાય ત્યારે પાંદડાં ખરી જાય છે. કરંજ ના દાતણ નો સ્વાદ કડવો અને તીખો હોય છે. કરંજ ઝાડના બીજ અર્ક, પાંદડા, મૂળની છાલ અને સ્ટેમની છાલમાં એન્ટિ વાયરલ ગુણ હોય છે અને ખાવાલાયક હોય છે. હવે આપણે કરંજ ના ઝાડના ભાગ વિશેની માહિતી જોઈશુ. 1) થડ કરંજ નુ થડ સીધું અથવા કુટિલ હોય છે. તેનો વ્યાસ 50-80 સેેન્ટિમીટર(20-30 ઇંચ) હોય છે. થડ પર ભૂરા રંગની છાલ હોય છે. આ છાલ તંતુમય હોય છે, જેથી દોરડામાં ફેરવી શકાય છે. 2) પાંદડા કરંજના ઝાડના પાંદડા જ્યારે યુવાન હોય ત્યારે ગુલાબી-લાલ રંગના અને પરિપક્વ થઈ જાય ત્યારે લીલા રંગના થઈ જાય છે. આ પાંદડા એકબીજાથી વિરુદ્ધ, તીવ્ર , ચળકતા, લાંબા અને લંબગોળાકાર હોય છે. કરંજ ઝાડના પાંદડા 5-10 સે.મી. લાંબા અને 4-6 સે.મી. પહોળા હોય છે. 3)ફળ કરંજના ઝાડ પર ફળ આવવાનો સમયગાળો એપ્રિલ - જૂન મહિના સુધીનો હોય છે. આ ઝાડ પર અસંખ્ય, લંબગોળાકાર, 3-6 સે.મી. લાંબા તથા 2-3 સે.મી.
This Blog "જય જય ગરવી ગુજરાત" is created to provide information about various aspects of India and it's culture , history, environment , festival , famous places , animal and forest info and much more . and it is specifically created for children to learn all this thing from one single site, instead of searching here and there.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો
If you have any query and suggetion, fill free to write in comment section below