બાવળ
બાવળને બાબૂલ, બબૂલ, કાંટાદાર બાવળ, કાળો પિંકવાટ જેવા નામથી ઓળખવામાં આવે છે.આ ઝાડ મધ્યમ કદનું કાંટાળુ અને સદાબહાર વૃક્ષ છે. આ ઝાડ બે જૂથમાં વિભાજીત થાય છે, જેમાં પ્રથમ જૂથમાં ઊંચા નદીના વૃક્ષો હોય છે જે મોસમી પૂરથી ભરાયેલા વિસ્તારમાં ઊગે છે. તેમની શીંગોમાં બીજ વચ્ચેની લાક્ષણિકતા ગળોના હાર આકારની હોય છે. બીજા જૂથમાં આ ઝાડ સુકા વિસ્તારમાં ઊગે છે અને સીધી ધારવાળી શીંગો હોય છે. બાવળ ખૂબ જ કિંમતી આયુર્વેદિક ઝાડ છે જે જરૂરી ઔષધિઓ માટે જાણીતું છે. ભારતમાં સુકા વિસ્તારમાં આ ઝાડ જોવા મળે છે.
બાવળની મુખ્ય જાતો નીચે પ્રમાણે જોવા મળે છે.
1) દેશી બાવળ(Acacia nilotica)
આ ઝાડની છાલ જાડી, કાળી અને ખરબચડી હોય છે તથા લાંબા શૂળ જેવા કાંટાઓ, પીળા ફૂલો અને લાંબા બીજવાળી જગ્યાએ ફૂલેલી શીંગો પરથી ઓળખી શકાય છે.આ ઝાડના પાન લીલા રંગના તથા પાંદડીઓ 7-8 ની જોડીના સમુહમાં હોય છે. આ ઝાડ 20-25 મીટરની ઊંચાઈ સુધી પહોંચી શકે છે અને તેના થડનો વ્યાસ 1 મીટર જેટનો હોય છે.
ઉપયોગ
- દેશી બાવળનું લાકડું મજબૂત હોવાથી ઈમારતી લાકડાં તરીકે, ગાડા માટેના ખેતીના ઓજારો બનાવવા અને ફર્નિચરમાં પાયા બનાવવામાં ઉપયોગી છે.
- આ ઝાડના લાકડામાંથી બનતો કોલસો પણ સારો હોય છે અને ઉપયોગી બને છે.
- છાલ અને પાન ચામડું રંગવામાં વપરાય છે.
- પાન અને શીંગો ઢોરના ખોરાક તરીકે વપરાય છે.
- કુમળી ડાળીઓ દાંતણ તરીકે ખૂબ જ ઉપયોગી બને છે.
- બીજનો પાવડર પણ દંત રોગોમાં વપરાય છે.
- બાવળમાંથી મળતો ગુંદર દવા, રંગકામમાં અને કેટલાક ખોરાકમાં પણ વપરાય છે. ગુંદર દવા તરીકે શક્તિ વર્ધક છે. કમરના દુખાવામાં, લોહીવામાં, અતિસારમાં તથા મરડામાં ઉપયોગી છે.
2)હરમો બાવળ(Acacia leucophionea)
હરમો બાવળ તેની પીળાશ પડતાં રંગની લીસી છાલ, ઘણા નાના કદના કાંટા, પીળાશ પડતાં લીલા રંગના ફુલો અને પાતળી ચપટી જેવી શીંગોથી ઓળખી શકાય છે. આ ઝાડ 30-35 મીટરની ઊંચાઈ સુધી વધી શકે છે અને થડનો વ્યાસ 1 મીટર જેટલો હોય છે.
ઉપયોગ
- આ બાવળનું લાકડું ખેતીના ઓજારો તથા બળદગાડીના પૈડા બનાવવામાં વપરાય છે.
- બળતણમાં પણ વાપરી શકાય છે.
- છાલનો ઉપયોગ ચામડું પકવવામાં, છાલમાંથી રેસાઓ છુટા પાડી દોરડા તથા જાળ બનાવી શકાય છે.
- પાન અને શીંગો વન્ય પ્રાણીઓના ખોરાક માટે ઉપયોગી બને છે.
3)તલ બાવળ(Acacia jacquemontil)
ક્ષુપ પ્રકારનો આ બાવળ તેની ઘણી બધી ડાળીઓ લાલ રંગની અને લાલ ઝાયવાળા લીલાશ પડતા સફેદ ફુલોથી ઓળખી શકાય છે. આ ઝાડ 1.8 મીટર થી 3 મીટરની ઊંચાઈ સુધી વધી શકે છે.
ઉપયોગ
- આ બાવળની ડાળીઓ પશુઓના ચારા માટે ઉપયોગમાં લઈ શકાય છે.
- છાલનો ઉપયોગ ટેનીંગમાં કરવામાં આવે છે.
- સાપના ડંખની સારવાર માટે પણ આ ઝાડના અમુક ભાગનો ઉપયોગ કરવામાં આવે છે.
4) ઓસ્ટ્રેલિયન બાવળ(Acacia auriculiformis)
બધા બાવળથી જુદું પડતું આ સદાહરીત વૃક્ષ તેના પણૅમાં રૂપાંતરિત પણૅદંડ પરથી સહેલાઈથી ઓળખી શકાય છે. આ ઝાડ 15 થઈ 30 મીટરની ઊંચાઈ સુધી વધે છે અને આ ઝાડનૂ થડ કુટિલ તથા મુળિયા છીછરા અને ફેલાય છે. આ વૃક્ષ આપણે ત્યાં શોભાના વૃક્ષ તરીકે વાવવામાં આવે છે. આ બાવળ કેનલની આસપાસ તથા બગીચામાં વાવવામાં આવે છે.
ઉપયોગ
- આ બાવળનું લાકડું વાળીઓ અને મકાનના બાંધકામમાં વપરાય છે.
Saras
જવાબ આપોકાઢી નાખો