સાગ
સાગનું ઝાડ એક દ્વિબીજપત્રી વનસ્પતિ છે. સાગનું ઝાડ 80-100 ફૂટ જેટલી ઊંચાઇ સુધી વધતું જોવા મળે છે. આ ઝાડ ઉષ્ણકટિબંધીય છે. સુકી ઋતુમાં આ ઝાડ પાંદડા વગરનું થઈ જાય છે. ગરમ સ્થળોએ જાન્યુઆરીમાં પાંદડા ખરી જાય છે, પરંતું ભેજવાળી જગ્યાએ માર્ચ મહિના સુધી આ સાગનું ઝાડ લીલું રહે છે. ચોમાસાના પહેલા વરસાદે સાગના ઝાડ પાંદડા આવી જાય છે. આ ઝાડનું લાકડું વજનમાં હલકું, મજબુત અને લાંબા સમય સુધી ટકી રહે તેવું તથા ઈમારતી હોય છે. જેમ સાગના ઝાડની ઉંમર વધું હોય તેમ તે ઝાડનું લાકડું સારૂ ગણાય છે. 100 ફૂટ ઊંચા સાગનું લાકડું સૌથી ઉત્તમ ગણાય છે. સાગના લાકડાની માંગ ભારતની સાથે સાથે વિદેશમાં પણ વધું જોવા મળે છે. સાગનું વૈજ્ઞાનિક નામ તેકટોના ગ્રૈંડિસ છે.
ગુજરાત રાજ્યના દક્ષિણપૂવૅ ભાગમાં આવેલા જંગલોમાં તથા ગીરના જંગલમાં આ ઝાડ મોટા પ્રમાણમાં જોવા મળે છે. ડાંગના વાંસદાના જંગલોમાં થતું સાગનું લાકડું વલસાડી સાગ તરીકે ઓળખાય છે અને તે ઉત્તમ કક્ષાનું લાકડું ગણાય છે. સાગનું લાકડું 2000 થી વધું વર્ષોથી ભારતમાં ઉપયોગમાં લેવામાં આવે છે.
1) થડ
સાગનું લાકડું બહારથી ભૂરા સફેદ રંગનું અને અંદરથી સોનેરી પીળા રંગનું હોય છે. આ ઝાડની છાલ ઉપરથી થોડી ખરબચડી લાગે છે. આ ઝાડના લાકડામાં ચામડા જેવી સુગંધ આવે છે અને તે તાજી મીલ્ડ થાય છે. આ ઝાડનું લાકડું ટકાઉ અને પાણીના પ્રતિકાર માટે મુલ્યવાન છે. બીજા લાકડાની તુલનામાં સાગનું લાકડું જલ્દી સડતું નથી અને ઉધઈ પણ જલ્દીથી લાગતી નથી.
2)પાંદડા
સાગના ઝાડના પાંદડા લંબગોળાકાર, મોટા અને લીલા રંગના હોય છે. પાંદડા 15-40 સેમી જેટલા લાંબા અને 2 સેમી જેટલાં પહોળા હોય છે. પાંદડા ઉપરની સપાટી સખત અને થોડી રફ હોય છે.
3)ફળ
સાગના ઝાડ પર ફળ સપ્ટેમ્બર થી ડિસેમ્બર સુધીમાં આવે છે. ફળ ગોળાકાર, ઉપર થોડા આંકવાળું પીળારંગનું હોય છે. આ ફળ કદમાં 12-1.8 cm જેટલા કદનું હોય છે. જ્યારે આ ફળ સુકાઈ જાય ત્યારે કાળા કે છીંકણી રંગ જેવું થઈ જાય છે. સાગના ફળમાં 1-3 બીજ હોય છે તથા કેટલીક વાર 4 પણ હોય છે. આ બીજ લંબાઈમાં 4-8 મીલી જેટલા હોય છે.
4)ફુલ
સાગના ઝાડના ફૂલ સફેદ રંગના નાના અને સુગંધિત હોય છે. આ ફુલ 5-6 સફેદ રંગની પાંખડી ધરાવે છે. આ ફુલમાં બંને પ્રકારના પ્રજનન હોય છે એટલે કે સાગના ફુલ સંપૂર્ણ હોય છે. આ ફુલો જૂન થી ઓગસ્ટ સુધીના સમયગાળા દરમિયાન આવે છે.
ઉપયોગ
- સાગનું લાકડું હોડી બનાવવા, યાટસ, બાહ્ય બાંધકામ, ઈન્ડોર અને આઉટડોર ફર્નિચર અને ફ્રેમ બનાવવા માટે વપરાય છે.
- સાગના પાંદડાની પ્રકૃતિમાં ઠંડક હોય છે તેથી તે ત્વચાની બળતરા ઘટાડવા માટે બળતરા વિરોધી એજન્ટ તરીકે કામ કરે છે.
- વાળના વિકાસ અને જઠરાંત્રિય વિકારની સારવાર માટે પાંદડા ઉપયોગી છે.
- સાગના પાંદડા સાથે ચોખા લપેટીને ખાવાથી ભુખમાં વધારો થાય છે.
- સાગના બીજનો ઉપયોગ વાળના પોષણ માટે દવામાં પણ ઉપયોગમાં લેવાય છે.
- સાગના પાંદડાનો ઉકાળો કોલેસ્ટોરના સ્તરને ઘટાડવા માટે પણ મદદરૂપ થાય છે.
- બ્લડપ્રેશર ઘટાડવામાં મદદ કરે છે.
- સાગના પાનનો અર્ક એનિમિયાને દુર કરવા માટે ઉપયોગમાં લેવાય છે.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો
If you have any query and suggetion, fill free to write in comment section below