મુખ્ય સામગ્રી પર જાઓ

વડ (Banyan tree)

વડ

    વડનું ઝાડ ખુબ જ વિશાળ અને બહુવિધ શાખાઓ ધરાવતું ઝાડ છે. વડનું ઝાડ 25-30 મીટરની ઊંચાઈ સુધી વધી શકે છે. આ ઝાડના હવાઈ મૂળ તેની શાખાઓમાંથી નીકળે છે અને જમીન સુધી પહોંચીને જમીનમાં મૂળ નાંખે છે પછી આ મૂળિયાં નવા થડ બની જાય છે.આ ઝાડના સમયસર મૂળ અને થડના ગૂંચવણના પરિણામે વડ ઘટાદાર તથા ગીચ દેખાય છે અને આ ઝાડ ખુબ જ લાંબા સમય સુધી આયુષ્ય ધરાવે છે. આ શાખાઓમાંથી જે નવાં મૂળ ફુટે છે તેને "વડવાઈ" કહેવાય છે. આ ઝાડની ડાળી  કાપીને વાવવામાં આવે તો તેમાંથી પણ ઝાડ ઉગે છે. આ ઝાડની એક ખાસિયત એ છે કે તે દુષ્કાળના સમયમાં પણ જીવિત રહે છે. વડના ઝાડને એક ઉત્તમ ઔષધિ કહેવાય છે. વડના બધા જ ભાગોનો ઉપયોગ ઔષધિ તરીકે કરવામાં આવે છે. આ ઝાડ છાંયડો આપતું હોવાથી ગામની પાદરે, ચોકમાં અને પવિત્ર ગણાતું હોવાથી મંદિરમાં પણ જોવા મળે છે. વડને ભારતના રાષ્ટ્રીય વૃક્ષ તરીકે પણ બહુમાન આપવામાં આવ્યુ છે. વડનું ઝાડ કાર્બનડાયોકસાઇડ ગ્રહણ કરીને ઓક્સિજન છોડવાની ક્ષમતા ડબલ ધરાવે છે. વડનું ઝાડ લોકોને જીવન આપનાર છે, તેથી તેની પૂજા કરવી જોઈએ. 

    ગુજરાતમાં નર્મદા નદીની વચ્ચે બેટ પર કબીરવડ આવેલું છે, આ કબીરવડ ૩૦૦ વર્ષથી પણ વધુ જુનું હોવાનું મનાય છે. આ કબીરવડને ધાર્મિક સ્થળનો દરજ્જો આપવામાં આવ્યો છે. આ કબીરવડ સંત કબીર દ્વારા નાંખવામાં આવેલી દાતણની ચીરીમાંથી ઉગ્યો હોવાનું મનાય છે અને આ સ્થળે સંત કબીરનું મંદિર પણ છે.  બીજું વડનું ઝાડ કોલકાતાના બોટાનિકલ બગીચામાં જોવા મળે છે, જે 250 વર્ષ કરતાં પણ જૂનું હોવાનું મનાય છે.

વડના ચાર પ્રકાર હોય છે 

વડના વૃક્ષને વટવૃક્ષ પણ કહેવાય છે. અક્ષય વડ, પંચવડ, વંશીવડ અને સિદ્ધ વડ આ વટવૃક્ષનું મહત્વ વધારે છે. 



1) થડ 

    વડના ઝાડનું થડ ભૂરા સફેદ રંગનું હોય છે. મુખ્ય થડની આસપાસ ઘણીબધી વડવાઈઓ જોવા મળે છે. ઘણીવાર તો મુખ્ય થડ કયું છે તે જાણવું પણ મુશ્કેલ થઈ જાય છે. 



2) પાંદડા

    વડના પાંદડા મોટા, ચળકતા અને લંબગોળાકાર હોય છે. આ પાંદડા જ્યારે યુવાન હોય ત્યારે લાલ રંગના દેખાય છે અને જેમ જેમ મોટા થતા જાય તેમ તે લીલા રંગના થઈ જાય છે. પાંદડા જ્યારે સુકાઈ જાય ત્યારે બદામી રંગના થઈને ખરી જાય છે. પાંદડા 8-25 સેમી લાંબા અને 6-20 સેમી જેટલા પહોળા હોય છે. 


3)ફળ 

    વડ ઝાડના ફળને "ટેટા" કહેવાય છે. ટેટા 1.5-2 સેમી કદના અને ગોળાકાર હોય છે. જ્યારે ટેટા કાચા હોય ત્યારે આછા લીલા રંગના હોય છે અને જ્યારે પાકી જાય છે ત્યારે ઘાટા ગુલાબી કે લાલ રંગ જેવા દેખાય છે. પાકેલા ટેટા દેખાવમાં ખૂબ જ આકર્ષક લાગે છે. અંજીરની અંદર નાના દાણા હોય છે તેવા જ દાણા ટેટાની અંદરથી નીકળે છે. પાકી ગયેલા ટેટા ખાવાલાયક હોય છે. કેટલાક લોકો પાકેલા ટેટામાંથી શાક બનાવતા હોય છે. આ ટેટા સ્વાદમાં ખાટામીઠા લાગે છે. 



ઉપયોગ

  • વડની કૂંપળો ચેહરાની ક્રાંતિ વધારવાનું કામ કરે છે.
  • વડના જડમાં એંટીઓક્સીડેંટ જોવા મળે છે. તેની તાજી જડને કચડીને ચેહરા પર લગાવો. કરચલીઓ ઓછી થઈ જશે.
  • તેના પાનનો લેપ બનાવીને મધ અને ખાંડ સાથે લેવાથી નકસીર(નાકની ફોલ્લી)ની સમસ્યામાં આરામ મળે છે.
  • તેના પાનને તવા પર સેકીને સહન કરી શકો એટલા ગરમ પાન ફોલ્લીઓ પર બાંધવાથી લાભ થાય છે.
  • વડના બીજને વાટીને પીવાથી ઉલ્ટી થવાની સમસ્યા દૂર થાય છે.
  • જે દાંતમાં સડન લાગી ગઈ હોય ત્યા તેના દૂધમાં પલાળેલુ રૂનો ફુવો મુકવાથી લાભ થાય છે. લગભગ 10 ગ્રામ વડની છાલ, કાથો અને 2 ગ્રામ કાળા મરી ઝીણા વાટીને પાવડર બનાવી લો. આ મંજન કરવાથ્જી દાંત હલવા, દાંતની સડન, દુર્ગંધ દૂર થાય છે.
  • વડનુ દૂધ, ખાંડની સાથે લેવાથી બવાસીરમાં લાભ થાય છે.
  • વડના તાજા કોમળ પાનનો પાવડર બનાવીને ખાવાથી માનસિક ક્ષમતા મજબૂત થાય છે. કહેવાય છે કે વડ વૃક્ષ મતલબ વડના પાનને પાણીમાં વાટીને તેનો રસ કાઢીને વાળમાં લગાવવાથી જતા રહેલા વાળ પરત આવી શકે છે. વાળને મુલાયમ બનાવવા હોય તો આ રસમાં દહી મિક્સ કરીને વાળમાં લગાવો.
  • વડની તાસીર ઠંડી હોય છે જે કફ, પિત્તની સમસ્યાને દૂર કરી રોગોનો નાશ કરે છે.
  • વડના દૂધનો લેપ કમર પર કરવાથી દુ:ખાવામાં લાભ થાય છે.

વડના ઝાડનું ધાર્મિક મહત્વ 

ઝાડની પૂજા કરવી તે આપણા દેશની પરંપરાનો એક ભાગ છે. આમ તો આપણા દેશમાં બધા ઝાડને ઉપયોગી માની રક્ષા કરવાની પરંપરા છે. પરંતુ વડના ઝાડની પૂજાનું ખાસ મહત્વ છે.

વડના ઝાડ માટે એવું માનવામાં આવે છે, કે તેના મૂળમાં બ્રહ્મા, મધ્યમાં ભગવાન વિષ્ણુ અને અગ્રસ્થાને ભગવાન શિવજીનો વાસ હોય છે.

આ ઝાડ ખૂબ જ લાંબા સમય સુધી અક્ષય રહે છે, તેથી આ ઝાડને "અક્ષયવડ" તરીકે પણ ઓળખવામાં આવે છે.

પ્રયાગમાં ગંગા કિનારે સ્થિત થયેલા વટવૃક્ષને તુલસીદાસજુએ "તીર્થરાજનું છત્ર" કહ્યું છે. 

પ્રલયના અંત સમયે વડવૃક્ષના પાનમાં માર્કંડેયઋષિને શ્રીકૃષ્ણના દર્શન થયા હતા એવું માનવામાં આવે છે. 
વડના ઝાડ નીચે સાવિત્રીએ પોતાના પતિને જીવનદાન અપાવ્યું હતું. માનવામાં આવે છે કે દેવી સાવિત્રી વડના ઝાડમાં નિવાસ કરે છે, ત્યારથી આ વ્રત "વટસાવિત્રી" ના નામથી ઓળખાય છે. મોટાભાગની સ્ત્રીઓ પોતાના પતિના લાંબા આયુષ્ય અને સુખપ્રાપ્તિ માટે આ વ્રત કરે છે. જેઠ કૃષ્ણપક્ષ અમાસના દિવસે સ્ત્રીઓ વડના ઝાડની પૂજા કરે છે. પૂજામાં સ્ત્રીઓ સુતરની દોરીનો ઉપયોગ કરે છે, આ દોરીને વડના થડ ફરતે વિંટોળે છે અને પ્રદક્ષિણા ફરે છે. વ્રતના આ દિવસે જ શનિ મહારાજનો જન્મ થયો હતો તથા સાવિત્રીએ પોતાના પતિ સત્યવાનના પ્રાણની રક્ષા કરી હતી. 

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

કરંજ નું ઝાડ /કણજી(Millettia pinnata)

  કરંજ નું ઝાડ /કણજી      કરંજ મોટા કદ નુ ઝાડ છે અને સમાન પહોળા ફેલાય છે. કરંજ 15-25 મીટર(50-80 ફૂટ) સુધી વધે છે. કરંજના ઝાડનો વિકાસ શરૂઆત માં ખૂબ જ ધીમો થાય છે. કરંજ વૃક્ષ ના મૂળ માં જ્યારે ભેજનુ પ્રમાણ ઓછું થઈ જાય ત્યારે પાંદડાં ખરી જાય છે. કરંજ ના દાતણ નો સ્વાદ કડવો અને તીખો હોય છે. કરંજ ઝાડના બીજ અર્ક, પાંદડા, મૂળની છાલ અને સ્ટેમની છાલમાં એન્ટિ વાયરલ ગુણ હોય છે અને ખાવાલાયક હોય છે.  હવે આપણે કરંજ ના ઝાડના ભાગ વિશેની માહિતી જોઈશુ. 1) થડ     કરંજ નુ થડ સીધું અથવા કુટિલ હોય છે. તેનો વ્યાસ 50-80 સેેન્ટિમીટર(20-30 ઇંચ) હોય છે. થડ પર ભૂરા રંગની છાલ હોય છે. આ છાલ તંતુમય હોય છે, જેથી દોરડામાં ફેરવી શકાય છે.  2) પાંદડા કરંજના ઝાડના પાંદડા જ્યારે યુવાન હોય ત્યારે ગુલાબી-લાલ રંગના અને પરિપક્વ થઈ જાય ત્યારે લીલા રંગના થઈ જાય છે. આ પાંદડા એકબીજાથી વિરુદ્ધ, તીવ્ર , ચળકતા, લાંબા અને લંબગોળાકાર હોય છે. કરંજ ઝાડના પાંદડા 5-10 સે.મી. લાંબા અને 4-6 સે.મી. પહોળા હોય છે.  3)ફળ  કરંજના ઝાડ પર ફળ આવવાનો સમયગાળો એપ્રિલ - જૂન મહિના સુધીનો હોય છે. આ ઝાડ પર અસ...

વખડો(Salvadora persica)

 વખડો      આ ઝાડ કદમાં નાનું હોય છે. વખડાની ઊંચાઈ 4-5 મીટર જેટલી હોય છે.આ ઝાડને ડાળીઓ વધારે હોય છે.આ ઝાડ પડતર અને ગૌચર જમીનમાં વધારે જોવા મળે છે. આ ઝાડ રણ વિસ્તારમાં ઊંટનું પ્રિય ભોજન છે. ગુજરાતમાં વખડો પીલુડી તરીકે અને વઢિયાર પંથકમાં જારૂ તરીકે ઓળખાય છે. વખડા 2 પ્રકારના હોય છે.   1) ખારો વખડો      આ વખડાના પાંદડાંનો સ્વાદ ખારો હોય છે અને ફળ માગશર મહિનામાં આવે છે.  2)મીઠો વખડો       આ વખડાના પાંદડાંનો સ્વાદ મીઠો હોય છે અને ફળ ચૈત્ર મહિનામાં આવે છે.  1)થડ      થડની ઊંચાઈ 2-3 મીટર જેટલી હોય છે. થડનો વ્યાસ 1-2 ફુટ જેટલો હોય છે. તિરાડ વાળી, કકૅશ અને ભુખરા રંગની હોય છે જ્યારે મૂળની છાલ રેતીના રંગ સમાન અને અંદરની છાલ આછા ભુરા રંગની હોય છે.  2) પાંદડાં      પાંદડા કદમાં 3-6 સેમી જેટલા હોય છે. આ ઝાડના પાંદડા લીલા રંગના અને લંબગોળાકાર હોય છે. તાજા પાંદડાં કચુંબર તરીકે ઉપયોગમાં લઈ શકાય છે.  3) ફળ      આ ઝાડના ફળને પીલુ કહેવાય છે. પીલુ કદમાં 10 મીમી  જેટલા નાના દાણા જેવ...

બદામનું ઝાડ(almond tree)

 બદામનું ઝાડ      બદામનું ઝાડ મોસમ દરમિયાન પાંદડાં ગુમાવે છે તેથી તે પાનખર વૃક્ષ ગણાય છે. આ ઝાડ  6-7 મીટરની ઊંચાઈ સુધી વધે છે. આ ઝાડ તેની ઉંમરના 8 વર્ષે પરિપક્વતા અવધિમાં પ્રવેશે છે. આ ઝાડનું આયુષ્ય 50 વર્ષ જેટલું માનવામાં આવે છે. આ વૃક્ષની કુંપણ લીલી હોય છે, પછી જાંબુડો થતી જાય છે અને બીજા વર્ષે તે રાખોડી બની જાય છે. આ ઝાડ પ્રાચીન અખરોટનું એક વૃક્ષ ગણાય છે જે માણસો દ્વારા ઉગાડવામાં આવતું હતું. આ ઝાડ રોસાસિ પરીવારનું છે. બદામના ઝાડની ખેતી તેના ફળ બદામ માટે કરવામાં આવે છે. બદામ તેલના ઉત્પાદનના અવશેષો ઝેરી છે અને તેનો ઉપયોગ પશુઓના ખોરાક માટે કરી શકાય નહીં. મોટાભાગે યુ. એસ, સ્પેન, ઇટાલી, ઈરાન, સીરીયા, મોરોક્કો અને ઓસ્ટ્રેલિયા જેવાં દેશોમાં બદામના ઝાડની ખેતી કરવામાં આવે છે. આર્મેનિયા અને અઝેરબીજાનમાં બદામનું પ્રથમ વાવેતર થયું હોવાનું મનાય છે. છેલ્લા બે દાયકામાં કેલિફોર્નિયા બદામના ઉત્પાદનમાં ત્રણ ગણો વધારો થયો છે, જે વિશ્વના પુરવઠાની 80% કરતાં વધું કેલિફોર્નિયા હિસ્સો ધરાવે છે. આ ઝાડના ફળ માટે બે જુદી જુદી અને સુસંગત ફળ આપવાની જાતો રોપવામાં આવે છે, જેથી પરાગ એક ઝાડ ...