મુખ્ય સામગ્રી પર જાઓ

મહુડો (Madhuca indica)

 મહુડો

    મહુડો એ એક ભારતીય ઉષ્ણકટિબંધીય વૃક્ષ છે. મહુડો લગભગ 10-15 મીટરની ઊંચાઈ સુધી વધે છે. મહુડો ઝડપથી વિકાસ પામતુ વૃક્ષ છે. મહુડાને પરિપક્વ થતા 6-8 વર્ષ જેટલો સમય લાગે છે. માર્ચ મહિનામાં મહુડો સોળે કલાએ ખીલી ઉઠે છે. મહુડો એ આદિવાસી માટે કલ્પવૃક્ષ છે. આદિવાસી સમાજમાં મહુડાને વારસામાં આપવાની પરંપરા છે. મહુડાનાં બધા ભાગનો ઉપયોગ કરી શકાય છે.મહુડાનું વૈજ્ઞાનિક નામ મધુકા લોંજીફોલિઆ છે. ઉત્તર અને દક્ષિણ ગુજરાતના જંગલોમાં મહુડો વધુ જોવા મળે છે. મહુડા વનસ્પતિનું નામ મેડુકા ઈન-ડેકા છે અને સામાન્ય અંગ્રેજી નામ મદુકા અથવા બટર ટ્રી છે. 

મહુડાના ઝાડમાંથી કેટલી ઉપજ નીપજે છે? 

    વાવેતરના 10-15 વર્ષ પછી સરેરાશ કદનો મહુડો ચાલતી સિઝનમાં એક મહિનામાં 50-100 કિલોગ્રામ જેટલા ફુલોનું ઉત્પાદન કરે છે. એક મહુડાનું ઝાડ વાર્ષિક સરેરાશ પ્રમાણે 62.5 કિલોગ્રામ ફુલ અને 59 કિલોગ્રામ ગુલીનું ઉત્પાદન કરે છે. 



1) થડ

    આ ઝાડના થડ ટૂંકા હોય છે. થડનો વ્યાસ 80 સેમી જેટલો હોય છે અને થડ બહુવિધ શાખાઓ સાથે ગોળાકાર હોય છે. છાલ ઘેરા કથ્થાઈ રંગની જાડી તથા તીરાડ અને કરચલી વાળી હોય છે.

2)પાંદડા

    પાંદડા આકારમાં બદામનાં ઝાડના પાંદડા જેવા હોય છે. પાંદડાનો રંગ લીલો હોય છે. પાંદડા લંબગોળ આકારના અને 15-25*8-15 સેમી જેટલા કદના હોય છે. પાંદડા થોડા જાડા, 8-12 ની જોડીમાં, તૃતીય નસો વાળું ત્રાંસુ અને પાંદડાનું લેવલ ઊંચુ-નીચું હોઈ શકે. 

 

3)ફળ

    મહુડાનાં ફળ લગભગ 3-5 સેમી કદના તથા ગોળાકાર અને છેડેથી થોડા ચપટા હોય છે. મહુડાનું ઝાડ 8-15 વર્ષે ફળ આપવાનું શરૂ કરે છે અને 60 વર્ષ સુધી ફળ આપે છે. જૂન મહિનામાં ફળ પાકે છે. બીજ 2 સેમી જેટલા કદના ભુરા અને ચમકતા હોય છે. મહુડાનાં બીજ પર છાલનું કવચ હોય છે. મહુડાનું ફળ ડોળી નામે ઓળખાય છે, જે ઉનાળામાં આવે છે. આ ડોળીને ફોડીને તેને સુકવવામાં આવે છે. ત્યારબાદ તેનું પિલાણ કરવામાં આવે છે. આ ડોળીમાંથી તેલ પ્રાપ્ત થાય છે. જે આરોગ્ય માટે ખૂબ જ સારું હોય છે. આદિવાસીઓ મોટે ભાગે આ જ તેલનો ઉપયોગ કરે છે. મહુડાનાં ફળ સ્વાદ માં મીઠા હોય છે અને તેના ફળ માંથી દારૂ પણ બનાવવામાં આવે છે.




4)ફુલ

    માર્ચ મહિનામાં મહુડાના ફુલ ખૂબ જ મોટી સંખ્યામાં આવે છે. આ ફૂલો ખૂબ તાકતવર હોય છે, અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે. આ ફૂલનો રંગ થોડો પીળો હોય છે. આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે. ફુલો હંમેશા ઝુમખાંમાં આવે છે. આ ફુલનો ઉપયોગ ખોરાક તરીકે કરવામાં આવે છે. 


ઉપયોગ 

  • આ મહુડાના ફુલનો ઉપયોગ ઔષધિ તરીકે, વિવિધ દવાઓ બનાવવા, દેશી દારૂ બનાવવા તથા આરોગ્યવર્ધક તરીકે થાય છે.
  • આ વૃક્ષના પાંદડાને દાંત પર ઘસવાથી દાંતના દુખાવામાં રાહત મળે છે. 
  • જબળા માંથી લોહી નીકળે ત્યારે આ વૃક્ષની છાલ નો રસ કાઢી ને તેમાં પાણી મિલાવી ને કોગળા કરો.દિવસ માં ત્રણ વાર આ પાણી થી કોગળા કરવાથી લોહી નીકળતું બંધ થઈ જશે.
  • ફળનાં બિયાં પાણીમાં ઘસીને આંજવાથી સાપનું ઝેર ઉતરી જાય છે.
  • આંખો માં ધૂળ જાય ત્યારે તમે મહુડા ના ફળ નો રસ આંખો માં નાખવાથી આંખો ને એકદમ સાફ કરી દેશે મહુડા ના રસ માં તમે ચાહો તો મધ પણ નાખી શકો છો. 
  • બવાસીર થાય ત્યારે તમે મહુડા ના ફળનું સેવન કરો તમે થોડા ફૂલો ને લઈ એને ધી માં નાખી એનું સેવન કરો. રોજ પડેલા મહુડા ના ફળ ને ખાવાથી બવાસીર થી આરામ મળશે.
  • મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદાકારક છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે.
  • મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે. ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલમાં રહે છે. 
  • મહુડાનાં છાલ નો કાળો પીવાથી ઘૂંટણ નો દર્દ અને સુજન થી રાહત મળે છે. કાળો ના પીવો હોય તો તમે એનો લેપ પણ લગાવી શકાય છે. ( લેપ બનાવવા માટે તમે એની છાલ ને પીસી ને તેમાં ગરમ સરસો નું તેલ મિલાવો પછી તમે આ લેપ ને લગાવી લો આ લેપ લગાવવાથી સુજન થી રાહત મળી જશે.)
  • તેલનો ઉપયોગ (જે સામાન્ય તાપમાન પર જામી જાય છે) ત્વચાની દેખભાળ, સાબુ અથવા ડિટર્જન્ટ બનાવવા માટે, અને વાનસ્પતિક માખણના રૂપમાં કરવામાં આવે છે. ઈંધણ તેલના રૂપમાં પણ તેનો ઉપયોગ થાય છે. તેલ કાઢ્યા બાદ વધેલા ખોળનો ઉપયોગ જાનવરોના ખાવા માટે અને ખાતર તરીકે કરવામાં આવે છે.
  • બીજમાંથી નીકળતા તેલનો ઉપયોગ ઘીમાં ભેળસેળ કરવા માટે પણ થાય છે. 
  • લાકડું ઈમારતી લાકડા તરીકે, મકાન બાંધકામમાં થાંભલા કે મોભ તરીકે વપરાય છે.

ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો

If you have any query and suggetion, fill free to write in comment section below

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

કરંજ નું ઝાડ /કણજી(Millettia pinnata)

  કરંજ નું ઝાડ /કણજી      કરંજ મોટા કદ નુ ઝાડ છે અને સમાન પહોળા ફેલાય છે. કરંજ 15-25 મીટર(50-80 ફૂટ) સુધી વધે છે. કરંજના ઝાડનો વિકાસ શરૂઆત માં ખૂબ જ ધીમો થાય છે. કરંજ વૃક્ષ ના મૂળ માં જ્યારે ભેજનુ પ્રમાણ ઓછું થઈ જાય ત્યારે પાંદડાં ખરી જાય છે. કરંજ ના દાતણ નો સ્વાદ કડવો અને તીખો હોય છે. કરંજ ઝાડના બીજ અર્ક, પાંદડા, મૂળની છાલ અને સ્ટેમની છાલમાં એન્ટિ વાયરલ ગુણ હોય છે અને ખાવાલાયક હોય છે.  હવે આપણે કરંજ ના ઝાડના ભાગ વિશેની માહિતી જોઈશુ. 1) થડ     કરંજ નુ થડ સીધું અથવા કુટિલ હોય છે. તેનો વ્યાસ 50-80 સેેન્ટિમીટર(20-30 ઇંચ) હોય છે. થડ પર ભૂરા રંગની છાલ હોય છે. આ છાલ તંતુમય હોય છે, જેથી દોરડામાં ફેરવી શકાય છે.  2) પાંદડા કરંજના ઝાડના પાંદડા જ્યારે યુવાન હોય ત્યારે ગુલાબી-લાલ રંગના અને પરિપક્વ થઈ જાય ત્યારે લીલા રંગના થઈ જાય છે. આ પાંદડા એકબીજાથી વિરુદ્ધ, તીવ્ર , ચળકતા, લાંબા અને લંબગોળાકાર હોય છે. કરંજ ઝાડના પાંદડા 5-10 સે.મી. લાંબા અને 4-6 સે.મી. પહોળા હોય છે.  3)ફળ  કરંજના ઝાડ પર ફળ આવવાનો સમયગાળો એપ્રિલ - જૂન મહિના સુધીનો હોય છે. આ ઝાડ પર અસ...

વખડો(Salvadora persica)

 વખડો      આ ઝાડ કદમાં નાનું હોય છે. વખડાની ઊંચાઈ 4-5 મીટર જેટલી હોય છે.આ ઝાડને ડાળીઓ વધારે હોય છે.આ ઝાડ પડતર અને ગૌચર જમીનમાં વધારે જોવા મળે છે. આ ઝાડ રણ વિસ્તારમાં ઊંટનું પ્રિય ભોજન છે. ગુજરાતમાં વખડો પીલુડી તરીકે અને વઢિયાર પંથકમાં જારૂ તરીકે ઓળખાય છે. વખડા 2 પ્રકારના હોય છે.   1) ખારો વખડો      આ વખડાના પાંદડાંનો સ્વાદ ખારો હોય છે અને ફળ માગશર મહિનામાં આવે છે.  2)મીઠો વખડો       આ વખડાના પાંદડાંનો સ્વાદ મીઠો હોય છે અને ફળ ચૈત્ર મહિનામાં આવે છે.  1)થડ      થડની ઊંચાઈ 2-3 મીટર જેટલી હોય છે. થડનો વ્યાસ 1-2 ફુટ જેટલો હોય છે. તિરાડ વાળી, કકૅશ અને ભુખરા રંગની હોય છે જ્યારે મૂળની છાલ રેતીના રંગ સમાન અને અંદરની છાલ આછા ભુરા રંગની હોય છે.  2) પાંદડાં      પાંદડા કદમાં 3-6 સેમી જેટલા હોય છે. આ ઝાડના પાંદડા લીલા રંગના અને લંબગોળાકાર હોય છે. તાજા પાંદડાં કચુંબર તરીકે ઉપયોગમાં લઈ શકાય છે.  3) ફળ      આ ઝાડના ફળને પીલુ કહેવાય છે. પીલુ કદમાં 10 મીમી  જેટલા નાના દાણા જેવ...

બદામનું ઝાડ(almond tree)

 બદામનું ઝાડ      બદામનું ઝાડ મોસમ દરમિયાન પાંદડાં ગુમાવે છે તેથી તે પાનખર વૃક્ષ ગણાય છે. આ ઝાડ  6-7 મીટરની ઊંચાઈ સુધી વધે છે. આ ઝાડ તેની ઉંમરના 8 વર્ષે પરિપક્વતા અવધિમાં પ્રવેશે છે. આ ઝાડનું આયુષ્ય 50 વર્ષ જેટલું માનવામાં આવે છે. આ વૃક્ષની કુંપણ લીલી હોય છે, પછી જાંબુડો થતી જાય છે અને બીજા વર્ષે તે રાખોડી બની જાય છે. આ ઝાડ પ્રાચીન અખરોટનું એક વૃક્ષ ગણાય છે જે માણસો દ્વારા ઉગાડવામાં આવતું હતું. આ ઝાડ રોસાસિ પરીવારનું છે. બદામના ઝાડની ખેતી તેના ફળ બદામ માટે કરવામાં આવે છે. બદામ તેલના ઉત્પાદનના અવશેષો ઝેરી છે અને તેનો ઉપયોગ પશુઓના ખોરાક માટે કરી શકાય નહીં. મોટાભાગે યુ. એસ, સ્પેન, ઇટાલી, ઈરાન, સીરીયા, મોરોક્કો અને ઓસ્ટ્રેલિયા જેવાં દેશોમાં બદામના ઝાડની ખેતી કરવામાં આવે છે. આર્મેનિયા અને અઝેરબીજાનમાં બદામનું પ્રથમ વાવેતર થયું હોવાનું મનાય છે. છેલ્લા બે દાયકામાં કેલિફોર્નિયા બદામના ઉત્પાદનમાં ત્રણ ગણો વધારો થયો છે, જે વિશ્વના પુરવઠાની 80% કરતાં વધું કેલિફોર્નિયા હિસ્સો ધરાવે છે. આ ઝાડના ફળ માટે બે જુદી જુદી અને સુસંગત ફળ આપવાની જાતો રોપવામાં આવે છે, જેથી પરાગ એક ઝાડ ...