જ્યારે ઝાડને જરૂરીયાત મુજબનું પાણી મળતું હોય ત્યારે ફુલ એકદમ ખીલેલાં અને પાંદડા પણ એકદમ તાજા લાગે છે. જ્યારે ઝાડની ડાળી નમવા લાગે, ફુલ કરમાઈ જાય અને પાંદડા નમી જાય તથા પીળાશ પડતા થઈને સુકાવા લાગે ત્યારે સમજી શકાય કે ઝાડને પાણીની જરૂર છે. પાંદડાની કિનારી નજીક બદામી રંગ થતો જોવા મળે તો પણ કહી શકાય કે ઝાડને વધારે પાણીની જરૂર છે. પાણીની અછતના કારણે લીલા પાંદડા, દાંડી, મૂળ અને ફળો સંકોચાઈ શકે છે.
જ્યારે ઝાડને જરૂરીયાત મુજબ કરતા વધુ પાણી આપવામાં આવે ત્યારે પણ ઝાડના પાંદડા પીળા પડીને સુકાય જાય છે, વધાર પડતું પાણી પણ ઝાડ માટે સમસ્યા બની શકે છે. ખાસકરીને જ્યારે છોડ વાવ્યા હોય ત્યારે શરૂઆતના તબક્કામાં વધું ધ્યાન રાખવું જોઈએ. જ્યારે ઝાડ મોટું થઈ જાય ત્યારે રોજ પાણી આપવાની જરૂર પડતી નથી.
ઝાડને પાણી આપવા માટેનો શ્રેષ્ઠ સમય કયો છે?
આમ તો ઝાડને પાણી પિવડાવા માટેનો કોઈ ચોક્કસ સમયગાળો ના કઈ શકાય. પરંતુ સવાર અને સાંજનો સમય ઝાડને પાણી પીવડાવવા માટેનો શ્રેષ્ઠ સમય છે કારણ કે આ સમયગાળા દરમિયાન ઝાડના મૂળને મોટાભાગનું પાણી શોષવાની તક મળે છે. પછી ઝાડના કદ, જમીનની સ્થિતિ અને હવામાનની સ્થિતિ પર આધારિત છે કે ઝાડને કેટલું પાણી ક્યારે આપવું.
કયા ઝાડને પાણીની વધુ જરૂર પડે છે?
નીલગીરીનું ઝાડ દરરોજ 100-1000 લિટર જેટલું પાણી શોષી શકે છે. પાઈન વૃક્ષ દરરોજ 50-600 લિટર પાણીનો ઉપયોગ કરે છે. વાંસને પણ પાણીની સૌથી વધું જરૂર પડે છે.
ઝાડ કેટલું ઓક્સિજન ઉત્પન્ન કરી શકે છે?
100 ફૂટનું ઝાડ તેના આધાર પર 6000 પાઉન્ડ ઓક્સિજન ઉત્પન્ન કરે છે. સરેરાશ એક ઝાડ દર વર્ષે લગભગ 260 પાઉન્ડ જેટલો ઓક્સિજન ઉત્પન્ન કરી શકે છે. બે પરિપક્વ ઝાડ હોય તો તે ચાર પરિવારને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન પૂરો પાડી શકે છે.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો
If you have any query and suggetion, fill free to write in comment section below