જાંબુડો
જાંબુડો સામાન્ય રીતે હિમાલય, ભારત, શ્રીલંકા, મલેશિયા અને ઓસ્ટ્રેલિયામાં મોટા પ્રમાણમાં ઉગાડવામાં આવે છે. આ ઝાડની ઊંચાઈ આશરે 30-35 ફૂટ સુધીની હોય છે. આ ઝાડનો વિકાસ થતા 3-5 વર્ષ જેટલો સમય લાગે છે. આ ઝાડ 60-70 વર્ષ સુધી ફળ આપે છે. જાંબુડો એકદમ ઘટાદાર વૃક્ષ નથી. આ ઝાડની ડાળીઓ બટકણી હોય છે. આ ઝાડનું મૂળ ઘર ભારત અથવા ઇસ્ટ ઇન્ડિઝ છે. સામાન્ય રીતે રોપાવાળા જાંબુના ઝાડ 8-10 વર્ષની ઉંમરે ફળ આપવાનું શરૂ કરી દે છે જ્યારે કલમ વાળા અથવા સળિયાવાળા ઝાડ 6-7 વર્ષે ફળ આપવાનું શરૂ કરી દે છે.
માટી
આ ઝાડ જમીનની વિશાળ શ્રેણીમાં ઉગાડવામાં આવે છે. આ છોડના સારા વિકાસ માટે ઠંડો વિસ્તાર અને પાણીવાળી માટીની જરૂર પડે છે. આ ઝાડ ખારાશ અને પાણી ભરાયેલી પરિસ્થિતિમાં પણ સારી રીતે વિકાસ કરી શકે છે પણ ખૂબ ભારે કે હળવા રેતાળ જમીન પર ઉગાડવુ શક્ય નથી.
વાતાવરણ કેવુ જોઈએ?
ઉષ્ણકટિબંધીય વિસ્તારમાં આ જાંબુડાનો સારો વિકાસ થાય છે. તે હિમાલયની નીચલી રેન્જમાં 1300 મીટરની ઊંચાઈ સુધી વધતી જોવા મળે છે. જ્યારે ફળ આપતું બંધ થઈ જાય ત્યારે જાંબુડાને શુષ્ક હવામાની જરૂર પડે છે. ઉષ્ણકટિબંધીય વિસ્તારમાં, પ્રારંભિક વરસાદને ફળોના પાક અને તેના કદ, રંગ અને સ્વાદના યોગ્ય વિકાસ માટે ફાયદાકારક માનવામાં આવે છે.
જાતિના પ્રકાર
ઉત્તર ભારતીય વિસ્તારમાં મોટા ભાગે 2 પ્રકારના જાંબુડા ઉગાડવામાં આવે છે. જેમાં મોટા કદના અને નાના કદના ફળોનો સમાવેશ થાય છે.
વાવેતર કેવી રીતે કરવામાં આવે છે?
જાંબુડાનું વાવેતર વસંત ઋતુમાં એટલે કે ફેબ્રુઆરી - માર્ચ અને જુલાઈ - ઓગસ્ટ એમ બંને ઋતુમાં કરી શકાય છે. પરંતુ જુલાઈ - ઓગસ્ટમાં કરેલા વાવેતરને સારુ માનવામાં આવે છે. કારણ કે ફેબ્રુઆરી - માર્ચ મહિનામાં વાવેલા વૃક્ષોને મેં અને જૂનમાં ખૂબ જ ગરમ અને સુકા વાતાવરણમાંથી પસાર થવું પડે છે જેથી મૃત્યુઆંકથી પીડાય છે.
વાવેતર કરતા પહેલા ખેતરને યોગ્ય રીતે સાફ કરવામાં આવે છે અને 1*1*1 મીટરના ખાડા બંને બાજુ 10 મીટરના અંતરે ખોદવામાં આવે છે. ચોમાસાની ઋતુ પહેલા ખાડા ખોદવાનું કામ પુરું કરી દેવામાં આવે છે અને આ ખાડાને 75% ટોચની માટી અને 25% ખાતરના મિશ્રણથી ભરવામાં આવે છે. આ ઝાડને ખેતરો કે કુવાઓ પાસે શેડ વૃક્ષ તરીકે પણ રોપવામાં આવે છે જેથી તે ફળ ઉપરાંત છાંયડો પણ આપે છે.
પાણી ક્યારે આપવામાં આવે છે?
શરૂઆતના સમયમાં જાંબુડાને પાણીની વધારે જરૃરીયાત હોય છે જ્યારે વૃક્ષ થઈ ગયા પછી ઓછી જરૂર પડે છે. નાના ઝાડને એક વર્ષમાં 8-10 વાર પાણી આપવું જોઈએ જ્યારે મોટું થઈ ગયા પછી 4-5 વાર પાણી આપીએ તો ચાલે. ફળ પાકે ત્યારે મેં - જૂન દરમિયાન પાણી આપવું જોઈએ અને જમીન સુકી હોય તો ક્યારેક ક્યારેક પાણી આપવું જોઈએ. જે શિયાળામાં હિમની ખરાબ અસરોથી બચાવશે.
કાપણી
જાંબુડાને નિયમિત કાપણીની જરૂર નથી. જો કે, પછીના વર્ષોમાં સુકી ટવિગસ અને ક્રૉસ શાખાઓ દૂર કરવામાં આવે છે.
જંતુઓ
સફેદ ફ્લાય (ડાયલયુરોડ યુજેનીયા) અને પાંદડાં ખાનાર ઇયળો વૃક્ષને ખૂબ જ નુકસાન પહોંચાડે છે.
રોગ
ફંગલ અને એન્થ્રેકનોઝ નામના રોગો થાય છે જેમાં એન્થ્રેકનોઝ નામના રોગથી પાંદડાં પર ફુગ, ફોલ્લીઓ, આછો બ્રાઉન અથવા ભુરો રંગ દર્શાવે છે. ફળ પણ સડવા લાગે છે.
1) થડ
થડ આછા ભુખરા રંગનું હોય છે અને તેની છાલ ખરબચડી હોય છે. થડની ઊંચાઈ 2-3 મીટર જેટલી અને વ્યાસ 1.5 - 2 ફૂટ જેટલો હોય છે.
2) પાંદડાં
પાંદડા લીલા કલરના અને છેડેથી થોડા અણીવારા હોય છે. જે આખા વર્ષ દરમિયાન આવે છે. પાંદડા ઘણા પોષકતત્વોથી ભરપુર છે અને બળતરા વિરોધી ગુણ પણ ધરાવે છે.
3) ફળ
જાબુ એક મોસમી ફળ છે, જે જૂનથી જુલાઈની વચ્ચે આવે છે. જાંબુ હંમેશા ઝુમખાં માં જ આવે છે. જાંબુ પરાગ મધમાખી અને પવન દ્વારા થાય છે. ફળનું વજન આશરે 15 ગ્રામ જેટલું હોય છે. ફળમા સખત બીજ હોય છે. 2 પ્રકારના જાંબુ હોય છે. નાના જાંબુ અને મોટા જાંબૂ જેમાં મોટા જાંબુને રામફળ કહે છે. નાના જાંબુ વાદળી કાળા રંગના હોય છે. નાના જાંબુમાં મોટા જાંબુ કરતા ગરબ ઓછો હોય છે. મોટા જાંબુ, નાના જાંબુ કરતા મીઠા લાગે છે. કેટલાક લોકો જાંબુ પર મીઠાનો છંટકાવ કરીને ખાય છે. જાંબુ ખાધા પછી તેના ડાંઘ હોઠ અને જીભ પર પડ્યાં રહે છે. જે થોડા સમય માટે રહે છે. ભારતીય બ્લેકબેરી તરીકે પણ ઓળખવામાં આવે છે. જાંબુમાંથી પ્રોટીન, વિટામીન, એન્ટીઓકિસડન્ટ, ફ્લેવોનોઈડઝ, મેંગેનીઝ, પોટેશિયમ, ફોસ્ફરસ અને કેલ્શિયમ જેવા તત્વો મળે છે. જાંબુને આયુર્વેદિક દવાઓમાં ખૂબ જ સ્થાન મળ્યું છે. ડાયાબિટીસના દર્દીઓ માટે તે વરદાન માનવામાં આવે છે. તેને ભારતના વિવિધ ભાગોમાં બ્લેક પ્લમ, ભારતીય બ્લેક ચેરી કે રામ જાંબુ તરીકે ઓળખાય છે.
4) ફૂલ
સફેદ કલરના ફૂલો આવે છે. ફૂલો શાખાઓ પર પાંદડાંની ધરતમાં ઉઠાવવામાં આવે છે. ઉત્તર ભારતીય પરિસ્થિતિમાં ફૂલોનો પ્રારંભ માર્ચના પહેલા અઠવાડિયામાં થાય છે અને એપ્રિલ અંત સુધી ચાલુ રહે છે. મોસમની શરૂઆતમાં પરાગની ફળદ્રુપતા વધું હોય છે.
ઉપયોગ
- જાંબુ ડાયાબીટીસ ના દર્દીઓના સુગરને નિયંત્રણમાં રાખે છે.
- જાંબુ કુદરતી રકત શુધ્ધિકરણ છે.
- આંખો અને ત્વચાના સ્વાસ્થ્ય માટે જાંબુ સારૂ છે.
- પાચનક્રિયા માટે પણ જાંબુ ખૂબ જ મહત્વ ધરાવે છે.
- કિડનીની પથરીના ઈલાજ માટે જાંબુ મદદ કરે છે.
- ચેપનો ઉપચાર કરવામાં મદદ કરે છે.
- કેન્સર અટકાવવામાં પણ મદદ કરે છે.
Super work
જવાબ આપોકાઢી નાખો