મુખ્ય સામગ્રી પર જાઓ

પોસ્ટ્સ

મે, 2021 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

જાંબુડો /jambudo( jamun tree)

 જાંબુડો      જાંબુડો સામાન્ય રીતે હિમાલય, ભારત, શ્રીલંકા, મલેશિયા અને ઓસ્ટ્રેલિયામાં મોટા પ્રમાણમાં ઉગાડવામાં આવે છે. આ ઝાડની ઊંચાઈ આશરે 30-35 ફૂટ સુધીની હોય છે. આ ઝાડનો વિકાસ થતા 3-5 વર્ષ જેટલો સમય લાગે છે. આ ઝાડ 60-70 વર્ષ સુધી ફળ આપે છે. જાંબુડો એકદમ ઘટાદાર વૃક્ષ નથી. આ ઝાડની ડાળીઓ બટકણી હોય છે. આ ઝાડનું મૂળ ઘર ભારત અથવા ઇસ્ટ ઇન્ડિઝ છે. સામાન્ય રીતે રોપાવાળા જાંબુના ઝાડ 8-10 વર્ષની ઉંમરે ફળ આપવાનું શરૂ કરી દે છે જ્યારે કલમ વાળા અથવા સળિયાવાળા ઝાડ 6-7 વર્ષે ફળ આપવાનું શરૂ કરી દે છે.  માટી      આ ઝાડ જમીનની વિશાળ શ્રેણીમાં ઉગાડવામાં આવે છે. આ છોડના સારા વિકાસ માટે ઠંડો વિસ્તાર અને પાણીવાળી માટીની જરૂર પડે છે. આ ઝાડ ખારાશ અને પાણી ભરાયેલી પરિસ્થિતિમાં પણ સારી રીતે વિકાસ કરી શકે છે પણ ખૂબ ભારે કે હળવા રેતાળ જમીન પર ઉગાડવુ શક્ય નથી.  વાતાવરણ કેવુ જોઈએ?      ઉષ્ણકટિબંધીય વિસ્તારમાં આ જાંબુડાનો સારો વિકાસ થાય છે. તે હિમાલયની નીચલી રેન્જમાં 1300 મીટરની ઊંચાઈ સુધી વધતી જોવા મળે છે. જ્યારે ફળ આપતું બંધ થઈ જાય ત્યારે જાંબુડાને શુષ્ક હવામાની જરૂર પડે છે. ઉષ્ણકટિબંધીય વિસ્તારમાં, પ્રારંભિક વરસા

બાવળ(babul tree)

 બાવળ      બાવળને બાબૂલ, બબૂલ, કાંટાદાર બાવળ, કાળો પિંકવાટ જેવા નામથી ઓળખવામાં આવે છે.આ ઝાડ મધ્યમ કદનું કાંટાળુ અને સદાબહાર વૃક્ષ છે. આ ઝાડ બે જૂથમાં વિભાજીત થાય છે, જેમાં પ્રથમ જૂથમાં ઊંચા નદીના વૃક્ષો હોય છે જે મોસમી પૂરથી ભરાયેલા વિસ્તારમાં ઊગે છે. તેમની શીંગોમાં બીજ વચ્ચેની લાક્ષણિકતા ગળોના હાર આકારની હોય છે. બીજા જૂથમાં આ ઝાડ સુકા વિસ્તારમાં ઊગે છે અને સીધી ધારવાળી શીંગો હોય છે. બાવળ ખૂબ જ કિંમતી આયુર્વેદિક ઝાડ છે જે જરૂરી ઔષધિઓ માટે જાણીતું છે. ભારતમાં સુકા વિસ્તારમાં આ ઝાડ જોવા મળે છે.  બાવળની મુખ્ય જાતો નીચે પ્રમાણે જોવા મળે છે.  1) દેશી બાવળ(Acacia nilotica)       આ ઝાડની છાલ જાડી, કાળી અને ખરબચડી હોય છે તથા લાંબા શૂળ જેવા કાંટાઓ, પીળા ફૂલો અને લાંબા બીજવાળી જગ્યાએ ફૂલેલી શીંગો પરથી ઓળખી શકાય છે.આ ઝાડના પાન લીલા રંગના તથા પાંદડીઓ 7-8 ની જોડીના સમુહમાં હોય છે. આ ઝાડ 20-25 મીટરની ઊંચાઈ સુધી પહોંચી શકે છે અને તેના થડનો વ્યાસ 1 મીટર જેટનો હોય છે.  ઉપયોગ  દેશી બાવળનું લાકડું મજબૂત હોવાથી ઈમારતી લાકડાં તરીકે, ગાડા માટેના ખેતીના ઓજારો બનાવવા અને ફર્નિચરમાં પાયા બનાવવામાં ઉપયોગી છે. 

મહુડો (Madhuca indica)

  મહુડો      મહુડો એ એક ભારતીય ઉષ્ણકટિબંધીય વૃક્ષ છે. મહુડો લગભગ 10-15 મીટરની ઊંચાઈ સુધી વધે છે. મહુડો ઝડપથી વિકાસ પામતુ વૃક્ષ છે. મહુડાને પરિપક્વ થતા 6-8 વર્ષ જેટલો સમય લાગે છે. માર્ચ મહિનામાં મહુડો સોળે કલાએ ખીલી ઉઠે છે. મહુડો એ આદિવાસી માટે કલ્પવૃક્ષ છે. આદિવાસી સમાજમાં મહુડાને વારસામાં આપવાની પરંપરા છે. મહુડાનાં બધા ભાગનો ઉપયોગ કરી શકાય છે.મહુડાનું વૈજ્ઞાનિક નામ મધુકા લોંજીફોલિઆ છે. ઉત્તર અને દક્ષિણ ગુજરાતના જંગલોમાં મહુડો વધુ જોવા મળે છે. મહુડા વનસ્પતિનું નામ મેડુકા ઈન-ડેકા છે અને સામાન્ય અંગ્રેજી નામ મદુકા અથવા બટર ટ્રી છે.  મહુડાના ઝાડમાંથી કેટલી ઉપજ નીપજે છે?       વાવેતરના 10-15 વર્ષ પછી સરેરાશ કદનો મહુડો ચાલતી સિઝનમાં એક મહિનામાં 50-100 કિલોગ્રામ જેટલા ફુલોનું ઉત્પાદન કરે છે. એક મહુડાનું ઝાડ વાર્ષિક સરેરાશ પ્રમાણે 62.5 કિલોગ્રામ ફુલ અને 59 કિલોગ્રામ ગુલીનું ઉત્પાદન કરે છે.  1) થડ      આ ઝાડના થડ ટૂંકા હોય છે. થડનો વ્યાસ 80 સેમી જેટલો હોય છે અને થડ બહુવિધ શાખાઓ સાથે ગોળાકાર હોય છે. છાલ ઘેરા કથ્થાઈ રંગની જાડી તથા તીરાડ અને કરચલી વાળી હોય છે. 2)પાંદડા      પાંદડા આકારમાં બદામનાં

બદામનું ઝાડ(almond tree)

 બદામનું ઝાડ      બદામનું ઝાડ મોસમ દરમિયાન પાંદડાં ગુમાવે છે તેથી તે પાનખર વૃક્ષ ગણાય છે. આ ઝાડ  6-7 મીટરની ઊંચાઈ સુધી વધે છે. આ ઝાડ તેની ઉંમરના 8 વર્ષે પરિપક્વતા અવધિમાં પ્રવેશે છે. આ ઝાડનું આયુષ્ય 50 વર્ષ જેટલું માનવામાં આવે છે. આ વૃક્ષની કુંપણ લીલી હોય છે, પછી જાંબુડો થતી જાય છે અને બીજા વર્ષે તે રાખોડી બની જાય છે. આ ઝાડ પ્રાચીન અખરોટનું એક વૃક્ષ ગણાય છે જે માણસો દ્વારા ઉગાડવામાં આવતું હતું. આ ઝાડ રોસાસિ પરીવારનું છે. બદામના ઝાડની ખેતી તેના ફળ બદામ માટે કરવામાં આવે છે. બદામ તેલના ઉત્પાદનના અવશેષો ઝેરી છે અને તેનો ઉપયોગ પશુઓના ખોરાક માટે કરી શકાય નહીં. મોટાભાગે યુ. એસ, સ્પેન, ઇટાલી, ઈરાન, સીરીયા, મોરોક્કો અને ઓસ્ટ્રેલિયા જેવાં દેશોમાં બદામના ઝાડની ખેતી કરવામાં આવે છે. આર્મેનિયા અને અઝેરબીજાનમાં બદામનું પ્રથમ વાવેતર થયું હોવાનું મનાય છે. છેલ્લા બે દાયકામાં કેલિફોર્નિયા બદામના ઉત્પાદનમાં ત્રણ ગણો વધારો થયો છે, જે વિશ્વના પુરવઠાની 80% કરતાં વધું કેલિફોર્નિયા હિસ્સો ધરાવે છે. આ ઝાડના ફળ માટે બે જુદી જુદી અને સુસંગત ફળ આપવાની જાતો રોપવામાં આવે છે, જેથી પરાગ એક ઝાડ થી બીજા સુધી મુસાફરી કરી

વાંસ(bamboo tree)

 વાંસ      વાંસ સૌથી ઝડપથી વિકાસ પામતું વૃક્ષ છે. ઘાસના કુળની સૌથી વધુ ઊંચાઈ ધરાવતું આ ઝાડ છે. વાંસ 20-50 ફૂટની ઊંચાઈ સુધી વધી શકે છે. વાંસને લીલા પ્રકાંડ, અંતરે અંતરે ગાંઠો અને ગાંઠ પરથી પટ્ટી જેવા પાંદડાઓ નીકળે છે. વાંસને ખૂબ જ લાંબા સમય બાદ ફુલ આવે છે અને કેટલીક જાતમાં દર વર્ષે ફુલો આવે છે. પરંતુ મોટા ભાગના વાંસને લાંબા સમય બાદ 30-35 વર્ષ પછી ફુલો આવે છે અને પછી વાંસ સુકાઈ જાય છે અને મૃત્યુ પામે છે. ઘણા લોકો ઘરમાં સજાવટ માટે અને વાસ્તુ શાસ્ત્રમાં માનતા લોકો તેમના ઘરમાં વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર નાના વાંસના પ્લાન્ટને કાચના બાઉલમાં રાખતા હોય છે. વાંસ હકીકતમાં અંકુરમાંથી વિકાસ પામતા હોય છે. જ્યારે વાંસને વચ્ચેથી કાપવામાં આવે છે ત્યારે તેમાં રહેલા અનેક સાંધાઓ એકબીજાની નજીક દેખાય છે. વાંસનો અંકુર જ્યારે વિકાસ પામે છે, ત્યારે અંકુર પહોળું થવાની જગ્યાએ એના સાંધાઓ વચ્ચેનું અંતર વધતું જાય છે. આ કારણે વાંસ જ્યારે લાંબા થાય છે ત્યારે તેની વચ્ચેના સાંધાઓના વધતા જતા અંતરના કારણે એ પોલો થતો જાય છે. વાંસ બહારથી નક્કોર દેખાય છે પરંતુ અંદરથી પોલો હોય છે.  1) થડ      વાંસનું થડ સીધી દાંડી જેવુ

અખા તીજ

 અખા તીજ      અખા તીજને  અક્તિ અથવા અક્ષય તૃતીયા તરીકે પણ ઓળખાય છે.હિન્દુઓ અને જૈનો દ્વારા ભારત અને નેપાળમાં વાર્ષિક વસંત સમયનો તહેવાર માનવામાં આવે છે, શુક્લ પક્ષ દરમિયાન વૈશાખાના ત્રીજા દિવસે ઉત્સવ ઉજવવામાં આવે છે.ગ્રેગોરિયન કેલેન્ડરમાં, તે દર વર્ષે એપ્રિલ અથવા મે મહિનામાં આવે છે અને માનવામાં આવે છે કે આ દિવસે કોઈ મુહૂર્ત જોવામાં નથી આવતું દિવસ શરૂઆત થી અંત સુધી સારો જ હોય છે. કેટલાક ખેડૂતો ખેતીના ઓજારની પૂજા કરે છે અને  ખેતીની શરૂઆત કરે છે અને પ્રસાદીમાં ગોળ-ધાણા વેંચે છે.  પૂજા-વિધિ  અખા તીજના દિવસે ભગવાન વિષ્ણુ અને મા લક્ષ્મી સાથે સાથે ધનના દેવતા કુબેરની પણ પૂજા કરવામાં આવે છે. પછી એક લાકડાનો પાટ લો તેના પર લાલ કે પીળા રંગનું કપડું પાથરો. તેના પર ભગવાન વિષ્ણુ અને મા લક્ષ્મીની સાથે સાથે કુબેરની મૂર્તિ કે તસ્વીર મૂકો. મા લક્ષ્મીની મૂર્તિ ભગવાન વિષ્ણુની ડાબી બાજુ અને કુબેરની જમણી બાજુ રાખો. માટી, પિત્તળ કે તાબામાં દીવો પ્રગટાવો અને દીવો પેટવવા ઘી નો જ ઉપયોગ કરો. ભગવાન વિષ્ણુ, મા લક્ષ્મી અને કુબેર દેવતાની સામે હાથ જોડીને બેસો અને મંત્ર  ॐ श्रीं ह्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद ॐ

દાડમનું ઝાડ (pomegranate tree)

 દાડમનું ઝાડ           દાડમનું ઝાડ પાનખર અથવા સદાબહાર નાના ઝાડ છે. આ ઝાડ 3-4 મીટરની ઊંચાઈ સુધી વધે છે. આ ઝાડ ખૂબ જ લાંબા સમય સુધી જીવી શકે છે. આ ઝાડનો આથિૅક જીવનકાળ 12 થી 15 વષૅ વચ્ચેનો હોય છે. એવું જાણવા મળ્યું છે કે ફ્રાન્સમાં કેટલાક નમૂનાઓ 200 વર્ષ સુધી જીવે છે. આ ઝાડ ડાળીઓ વાળું હોય છે. આ ઝાડની ડાળીઓ પર તેજસ્વી લાલ ફુલો અને જાડા ગુલાબી-લાલ ત્વચાવાળા ગોળાકાર ષટ્કોણ ફળ ઉત્પ્ન્ન કરે છે.  વાતાવરણ      દાડમના ઝાડ યુ.એસ. કૃષિ વિભાગમાં, અર્ધ-શુષ્ક અને ઉષ્ણકટિબંધીય વિસ્તારોમાં, સખ્તાઇવાળા વિસ્તારોમાં 8 થી 11 સુધી શ્રેષ્ઠ ઉગાડવામાં આવે છે. આ ઝાડ ઠંડી શિયાળો અને ગરમ ઉનાળો માટે અનુકૂળ હોય છે, પરંતુ જ્યારે તાપમાન 12 ડિગ્રી ફેરનહિટથી નીચે આવે છે ત્યારે નુકસાન થાય છે. તેઓ સૂર્યના સંપૂર્ણ સંસર્ગમાં સારી રીતે પાણીવાળી સમૃદ્ધ, ફળદ્રુપ જમીનને પણ પસંદ કરે છે. ઉત્પાદન      આ ફળના ઝાડ યોગ્ય ઉગાડવાની સ્થિતિમાં 200 વર્ષથી વધુ જીવે છે, પરંતુ મોટાભાગના ફળનું ઉત્પાદન છોડના જીવનકાળના પ્રથમ 15 વર્ષ દરમિયાન થાય છે. યોગ્ય કાળજી સાથે સંપૂર્ણ સ્થળોએ વાવેલા કેટલાક દાડમના ઝાડ વાવેતર પછી એક વર્ષમાં ફળ આપવાનું શરૂ કર

જામફળ નું ઝાડ (Guava tree)

જામફળ નું ઝાડ      જામફળનું ઝાડ નાનું અને ઝડપથી વિકાસ પામતા સદાબહાર ઝાડ છે. આ ઝાડ ઊંચાઈમાં 3-10 મીટર સુધી પહોંચી શકે છે અને લગભગ 40 વર્ષ જીવે છે.  જમીનનો પ્રકાર અને સ્થાન     જામફળ લગભગ કોઈપણ પ્રકારની જમીનમાં ઉગે છે.ફળના ઉત્પાદન માટે, આગ્રહ કરવામાં આવે છે કે જામફળના ઝાડ વધારે પવનવાળા વિસ્તારોમાં વાવેતર ન કરવામાં આવે. નીચા પવન ભંગ જેમાં બાજુની વૃદ્ધિ હોતી નથી તે ક્ષેત્રના કિનારીઓ સાથે 10 - 15 માઇલ પ્રતિ કલાકની સતત પ્રવર્તિત પવન સાથે ઉપયોગ કરી શકાય છે. લંબાઈ અથવા પહોળાઈમાં 500 ફુટથી વધુ લંબાઈવાળા મોટા બગીચાને ધાર પરના સંભવિત ઊંચા સ્તંભ અથવા સીધા ઝાડના ઉપયોગથી ફાયદો થશે.સમગ્ર ઉત્પાદન ચક્ર દરમ્યાન પાણીનો પુરવઠો ખૂબ જ મહત્વપૂર્ણ છે. કોઈપણ વ્યવસાયિક બગીચામાં પૂરતા પ્રમાણમાં પાણી પહોંચાડવા માટે સિંચાઈનો ઉપયોગ કરવો જોઇએ.ક્ષેત્ર નિરીક્ષણો સૂચવે છે કે નીચલા એલિવેશનમાં ભારે સેટ ફળો ઉગાડવામાં આવે છે. વાદળાના આવરણને કારણે તાપમાનના તફાવતને આધારે 2000 ફૂટ અથવા તેથી વધુ ઉગાડવામાં આવેલા છોડ ખૂબ જ અનિયમિત બને છે. જામફળ આર્થિક રીતે ઉંચાઇ પર ઉગાડવામાં આવે છે જ્યાં પાઈનેપલ, મકાડેમિયા, કોફી, પપૈયા, કેરી અને

ગુજરાત સ્થાપના દિવસ

 ગુજરાત સ્થાપના દિવસ      15 ઓગસ્ટ 1947 ના દિવસે દેશને આઝાદી મળ્યા પછી ગુજરાતને અલગ રાજ્ય બનાવવા માટે લોકોએ આંદોલન કર્યું હતું . ચાર વર્ષ સુધી આ આંદોલન ચાલ્યું હતું અને ઘણા બધાં લોકોએ આ આંદોલનમાં ભાગ લીધો હતો.      બોમ્બેમાં ગુજરાતી અને મરાઠી ભાષા બોલતાં ઘણાં લોકો રહેતા હતા. બંને ભાષા બોલતા લોકોએ પોતાના અલગ અલગ રાજ્ય હોય એવી માંગ કરી. 1956 ના રાજ્યના પુનૅસંગઠન અધિનિયમ હેઠળ દેશમાં અનેક રાજ્યની રચના કરવામાં આવી હતી. જેમ કે તેલુગુ ભાષા બોલનાર લોકોને આંધ્રપ્રદેશ, કન્નડ ભાષા બોલનાર લોકોને કર્ણાટક, મલયાલમ ભાષા બોલનાર લોકોને કેરલ, પરંતુ બોમ્બેમાં રહેતાં ગુજરાતી અને મરાઠી ભાષા બોલતાં લોકોને પોતાના અલગ રાજ્ય નતા મળ્યા એટલે પોતાના અલગ રાજ્યની માંગ માટે આંદોલન શરૂ કર્યું.ઈંદુલાલ યાજ્ઞિક અને ભાઈ કાકાની આગેવાહી નીચે મહાગુજરાત આંદોલનની શરૂઆત કરવામાં આવી. 7 ઓગસ્ટ 1956 ના રોજ ગુજરાત કોલેજના વિદ્યાર્થીઓ કોગ્રેસ નેતા પાસે વાત કરવા માટે પહોંચ્યા, પરંતુ તેમના પર ગોળીબાર કરવામાં આવ્યો. જેમાં સુરેશ જયશંકર ભટૃ, પુનમચંદ વીરચંદ અદાણી, કૌશિક ઈંદુલાલ વ્યાસ અને અબ્દુલ પીરભાઈ વસા નામનાં વિધાર્થીઓના મોત થયા.  ખાંભી

નીલગીરી(Eucalyptus tree)

 નીલગીરી      નીલગીરીના ઝાડ બારેમાસ લીલા રહે છે. પાનખર ઋતુમાં બીજા ઝાડના પાંદડા ખરી જાય છે જ્યારે નીલગીરીની ડાળીઓ ખરી પડે છે. નીલગીરીના જંગલમાં આ ડાળીઓ જમીન પર છવાઈ જાય છે. જંગલમાં આગ લાગવામાં આ ઝાડનો મોટો ફાળો છે. તેનું તેલ જ્વલન શીલ હોય છે એટલે તરત સળગી ઉઠે છે. જો કે નીલગીરીનું થડ ખૂબ જ ગરમી સહન કરી શકે છે. દાવાનળ પછી નીલગીરીના ઝાડ ઝડપથી ઊગી નીકળે છે. નીલગીરીના ઝડ માઈનસ 3 ડિગ્રી તાપમાનની તીવ્ર ઠંડી પણ સહન કરી શકે છે.આ ઝાડ તેલનો મુખ્ય સ્ત્રોત છે. ફૂલ વાળા ઝાડમાં નીલગીરીના ઝાડ સૌથી ઊંચા છે. આ ઝાડ ઝડપી વૃદ્ધિ પામે છે અને ઘણી પ્રજાતિઓ મહાન ઊંચાઈ મેળવે છે. વિક્ટોરિયા અને તાસ્માનિયાના વિશાળ ગમ વૃક્ષ એક સૌથી મોટી પ્રજાતિ છે. આ ઝાડ લગભગ 90 મીટરની ઊંચાઈ અને 7.5 મીટરનો વ્યાસ ધરાવે છે. નીલગીરીની 400 થી વધુ વિવિધ જાતિઓ છે. વિશ્વના સમશીતોષ્ણ પ્રદેશમાં શેડ વૃક્ષો અથવા વન વનીકરણમાં ઘણી પ્રજાતિઓનું વાવેતર મોટા પ્રમાણમાં થાય છે. હજારો વર્ષોથી નીલગીરીનો સમાવેશ વિવિધ આયુર્વેદિક દવાઓમાં કરવામાં આવે છે. તાસ્માનિયન બ્લુગમ, ઉત્તરીય ગ્રે આયનૅબાકૅ અને અન્ય પ્રજાતિઓ વનસ્પતિ ખાડીના કીનો તરીકે ઓળખવામાં આવે છે.આ