મુખ્ય સામગ્રી પર જાઓ

ગુજરાત સ્થાપના દિવસ

 ગુજરાત સ્થાપના દિવસ

    15 ઓગસ્ટ 1947 ના દિવસે દેશને આઝાદી મળ્યા પછી ગુજરાતને અલગ રાજ્ય બનાવવા માટે લોકોએ આંદોલન કર્યું હતું . ચાર વર્ષ સુધી આ આંદોલન ચાલ્યું હતું અને ઘણા બધાં લોકોએ આ આંદોલનમાં ભાગ લીધો હતો.
    બોમ્બેમાં ગુજરાતી અને મરાઠી ભાષા બોલતાં ઘણાં લોકો રહેતા હતા. બંને ભાષા બોલતા લોકોએ પોતાના અલગ અલગ રાજ્ય હોય એવી માંગ કરી. 1956 ના રાજ્યના પુનૅસંગઠન અધિનિયમ હેઠળ દેશમાં અનેક રાજ્યની રચના કરવામાં આવી હતી. જેમ કે તેલુગુ ભાષા બોલનાર લોકોને આંધ્રપ્રદેશ, કન્નડ ભાષા બોલનાર લોકોને કર્ણાટક, મલયાલમ ભાષા બોલનાર લોકોને કેરલ, પરંતુ બોમ્બેમાં રહેતાં ગુજરાતી અને મરાઠી ભાષા બોલતાં લોકોને પોતાના અલગ રાજ્ય નતા મળ્યા એટલે પોતાના અલગ રાજ્યની માંગ માટે આંદોલન શરૂ કર્યું.ઈંદુલાલ યાજ્ઞિક અને ભાઈ કાકાની આગેવાહી નીચે મહાગુજરાત આંદોલનની શરૂઆત કરવામાં આવી. 7 ઓગસ્ટ 1956 ના રોજ ગુજરાત કોલેજના વિદ્યાર્થીઓ કોગ્રેસ નેતા પાસે વાત કરવા માટે પહોંચ્યા, પરંતુ તેમના પર ગોળીબાર કરવામાં આવ્યો. જેમાં સુરેશ જયશંકર ભટૃ, પુનમચંદ વીરચંદ અદાણી, કૌશિક ઈંદુલાલ વ્યાસ અને અબ્દુલ પીરભાઈ વસા નામનાં વિધાર્થીઓના મોત થયા. 


ખાંભી સત્યાગ્રહ 

    'ખાંભી સત્યાગ્રહ' ની શરૂઆત 1956 માં 4 વિધાર્થીઓના મોત પછી ગુસ્સે થયેલા લોકોએ કરી હતી. આ સત્યાગ્રહ ની શરૂઆત જ્યારે હજારો લોકોની હાજરીમાં કોંગ્રેસ ભવનની બહાર શહીદ લોકોની પ્રતિમાં રાખીને પ્રદર્શન કર્યું ત્યારે 8 ઓગસ્ટ 1956 ના દિવસે શરૂ કર્યું હતું. આ સત્યાગ્રહ 2 વર્ષ સુધી ચાલ્યું હતું. બોમ્બેમાં 226 દિવસ સુધી ચાલેલા આ સત્યાગ્રહે  'મહા ગુજરાત આંદોલન' ને વધું મજબૂત બનાવ્યું. સરકાર તરફ લોકોનો ગુસ્સો વધી રહ્યો હતો. આ સમયમાં અમદાવાદ આવેલા કોંગ્રેસના દિગ્ગજ નેતા મોરારજી દેસાઈની હાજરીમાં લોકોએ પોતાના અટકાવ્યા. આ સાથે જ ઈંદુલાલે શહીદ થયેલા વિધાર્થીઓ માટે કોંગ્રેસ ભવન નજીક સ્મારક બનાવવાની જાહેરાત કરી હતી. ધ્રાંગધ્રાના પથ્થર પર 'પ્લાસ્ટર આૅફ પેરિસ' ની માટીથી સ્મારક તૈયાર કરવામાં આવ્યાં. 

 'ગુજરાત' અને 'મહારાષ્ટ્ર' બંને રાજ્યોની રચના 

    અંતે સરકારને લોકોની માંગ સામે ઝુકવું પડયું અને બોમ્બેનું વિભાજન કર્યું. 1 મેં 1960 ના દિવસે ગુજરાતી બોલતા લોકો માટે 'ગુજરાત' અને મરાઠી બોલતા લોકો માટે' મહારાષ્ટ્ર ' એમ અલગ અલગ રાજ્યની સ્થાપના કરવામાં આવી. પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુએ બોમ્બેને અલગ કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવાની વકાલત કરી હતી. મહારાષ્ટ્ર ક્ષેત્રફળના આધારે ત્રીજો અને ગુજરાત છઠ્ઠા નંબર પર ભારતનાં મોટાં પ્રદેશો બન્યા. 
    આ બંને રાજ્યોની સ્થાપનાને 1 મેં 1960 ના રોજ ઉજવવામાં આવે છે. ગુજરાત દિવસ રાજ્યભરમાં અનેક સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે ઉજવવામાં આવે છે. 

ગુજરાત 

    ગુજરાત પશ્ચિમ ભારતનું એક રાજ્ય છે. ગુજરાતની ઉત્તર - પશ્ચિમી સીમાને આંતરરાષ્ટ્રીય સીમા પણ છે, જે પાકિસ્તાનને અડેલી છે. પ્રાચીનતા અને સાંસ્કૃતિકની દ્રષ્ટિએ ગુજરાત, ભારતનું અત્યંત મહત્વપૂર્ણ રાજ્ય છે. 

નામકરણ

    ગુજરાત નામ ગુજૅત્રાથી આવ્યું છે. ગુર્જરનું સામ્રાજ્ય 6 થી 12 મી સદી સુધી ગુર્જત્રા અથવા ગુર્જર-ભૂમિ તરીકે જાણીતું હતું. ગુર્જર એક સમુુુદાય છે. 

ઈતિહાસ 

    ગુજરાતનો ઇતિહાસ આશરે 2000 વર્ષ જૂનો છે. એવું પણ માનવામાં આવે છે કે ભગવાન શ્રીકૃષ્ણ મથુરા છોડીને સૌરાષ્ટ્રના પશ્ચિમ કાંઠે વસ્યા હતા, જેને દ્વારકા કહેવામાં આવે છે. આ પછીના વર્ષોમાં ગુપ્તા, મૌર્ય, પ્રતિ આર અને અન્ય ઘણા રાજવંશોએ આ પ્રદેશ પર શાસન કર્યું. 

ભારતીય સ્વતંત્રતા ચળવળમાં ફાળો

    ભારતીય સ્વાતંત્ર્ય ચળવળમાં ગુજરાતના ઘણા લડવૈયાઓએ ફાળો આપ્યો છે, તેમાં મહાત્મા ગાંધી, કસ્તુરબા ગાંધી, અશ્વિનીકુમાર દત્ત, સરદાર વલ્લભભાઈ પટેલ, જીવરાજ મહેતા, ગણેશ વાસુદેવ માવલંકર, વિઠ્ઠલદાસ ઝવેરભાઈ પટેલ, મહાદેવ દેસાઈ વગેરે. 

ધર્મ

    ગુજરાતમાં મોટા ભાગની વસ્તી હિન્દુ ધર્મમાં માનનારી છે. જ્યારે કેટલાક લોકો ઈસ્લામ અને જૈન ધર્મમાં પણ માને છે. રાજ્યની નીતિ હંમેશા તેના લોકોની ધાર્મિક સહિષ્ણુતાને કારણે વિશિષ્ટ રહી છે,જો કે 20 મી સદીના ઉત્તરાર્ધમાં, વધતા જતા કોમી તનાવના કારણે તોફાનો થયા છે. 

સંસ્કૃતિ

    હિંદુ ધાર્મિક સાહિત્ય પુરાણમાં ઉલ્લેખિત ભગવાન શ્રીકૃષ્ણ સાથે સંકળાયેલા દંતકથાઓ દ્વારા ગુજરાતની મોટાભાગની લોક સંસ્કૃતિ અને લોકવાયકાઓ પ્રતિબિંબિત થાય છે. કૃષ્ણના માનમાં રાસ નૃત્ય અને રાસલીલા આજે પણ પ્રખ્યાત છે. લોકનૃત્ય "ગરબા" તરીકે લોકપ્રિય છે. ગરબા દેવી દુર્ગાના નવરાત્રિ પર્વમાં કરવામાં આવે છે. એક લોક નાટક ભવાઈ હજુ પણ કેટલાક ગામડાઓમાં થાય છે.

પ્રવાસના સ્થળો

    ગુજરાત એક આકર્ષક પ્રવાસનું સ્થળ છે. દ્વારકા, સોમનાથ, શત્રુંજય પવૅત નજીક પાલિતાણા, પાવાગઢ, અંબાજી ભદ્રેશ્ચર, શામળાજી, તારંગા અને ગીરનાર જેવા ધાર્મિક સ્થળો ઉપરાંત, પોરબંદર, મહાત્મા ગાંધી અને પાટણનું જન્મસ્થળ, સિદ્ધપુર, ખુરનાલી, ડભોઇ, બદદનગરના મુદ્દાથી નોંધાયેલા પુરાના આર્કિટેક્ચરનો નજારો. મોધરા, લોથલ અને અમદાવાદ જેવા મોટા શહેરો પણ અહીં આવેલા છે.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

કરંજ નું ઝાડ /કણજી(Millettia pinnata)

  કરંજ નું ઝાડ /કણજી      કરંજ મોટા કદ નુ ઝાડ છે અને સમાન પહોળા ફેલાય છે. કરંજ 15-25 મીટર(50-80 ફૂટ) સુધી વધે છે. કરંજના ઝાડનો વિકાસ શરૂઆત માં ખૂબ જ ધીમો થાય છે. કરંજ વૃક્ષ ના મૂળ માં જ્યારે ભેજનુ પ્રમાણ ઓછું થઈ જાય ત્યારે પાંદડાં ખરી જાય છે. કરંજ ના દાતણ નો સ્વાદ કડવો અને તીખો હોય છે. કરંજ ઝાડના બીજ અર્ક, પાંદડા, મૂળની છાલ અને સ્ટેમની છાલમાં એન્ટિ વાયરલ ગુણ હોય છે અને ખાવાલાયક હોય છે.  હવે આપણે કરંજ ના ઝાડના ભાગ વિશેની માહિતી જોઈશુ. 1) થડ     કરંજ નુ થડ સીધું અથવા કુટિલ હોય છે. તેનો વ્યાસ 50-80 સેેન્ટિમીટર(20-30 ઇંચ) હોય છે. થડ પર ભૂરા રંગની છાલ હોય છે. આ છાલ તંતુમય હોય છે, જેથી દોરડામાં ફેરવી શકાય છે.  2) પાંદડા કરંજના ઝાડના પાંદડા જ્યારે યુવાન હોય ત્યારે ગુલાબી-લાલ રંગના અને પરિપક્વ થઈ જાય ત્યારે લીલા રંગના થઈ જાય છે. આ પાંદડા એકબીજાથી વિરુદ્ધ, તીવ્ર , ચળકતા, લાંબા અને લંબગોળાકાર હોય છે. કરંજ ઝાડના પાંદડા 5-10 સે.મી. લાંબા અને 4-6 સે.મી. પહોળા હોય છે.  3)ફળ  કરંજના ઝાડ પર ફળ આવવાનો સમયગાળો એપ્રિલ - જૂન મહિના સુધીનો હોય છે. આ ઝાડ પર અસ...

બાવળ(babul tree)

 બાવળ      બાવળને બાબૂલ, બબૂલ, કાંટાદાર બાવળ, કાળો પિંકવાટ જેવા નામથી ઓળખવામાં આવે છે.આ ઝાડ મધ્યમ કદનું કાંટાળુ અને સદાબહાર વૃક્ષ છે. આ ઝાડ બે જૂથમાં વિભાજીત થાય છે, જેમાં પ્રથમ જૂથમાં ઊંચા નદીના વૃક્ષો હોય છે જે મોસમી પૂરથી ભરાયેલા વિસ્તારમાં ઊગે છે. તેમની શીંગોમાં બીજ વચ્ચેની લાક્ષણિકતા ગળોના હાર આકારની હોય છે. બીજા જૂથમાં આ ઝાડ સુકા વિસ્તારમાં ઊગે છે અને સીધી ધારવાળી શીંગો હોય છે. બાવળ ખૂબ જ કિંમતી આયુર્વેદિક ઝાડ છે જે જરૂરી ઔષધિઓ માટે જાણીતું છે. ભારતમાં સુકા વિસ્તારમાં આ ઝાડ જોવા મળે છે.  બાવળની મુખ્ય જાતો નીચે પ્રમાણે જોવા મળે છે.  1) દેશી બાવળ(Acacia nilotica)       આ ઝાડની છાલ જાડી, કાળી અને ખરબચડી હોય છે તથા લાંબા શૂળ જેવા કાંટાઓ, પીળા ફૂલો અને લાંબા બીજવાળી જગ્યાએ ફૂલેલી શીંગો પરથી ઓળખી શકાય છે.આ ઝાડના પાન લીલા રંગના તથા પાંદડીઓ 7-8 ની જોડીના સમુહમાં હોય છે. આ ઝાડ 20-25 મીટરની ઊંચાઈ સુધી પહોંચી શકે છે અને તેના થડનો વ્યાસ 1 મીટર જેટનો હોય છે.  ઉપયોગ  દેશી બાવળનું લાકડું મજબૂત હોવાથી ઈમારતી લાકડાં તરીકે, ગાડા માટેના ખેત...

વખડો(Salvadora persica)

 વખડો      આ ઝાડ કદમાં નાનું હોય છે. વખડાની ઊંચાઈ 4-5 મીટર જેટલી હોય છે.આ ઝાડને ડાળીઓ વધારે હોય છે.આ ઝાડ પડતર અને ગૌચર જમીનમાં વધારે જોવા મળે છે. આ ઝાડ રણ વિસ્તારમાં ઊંટનું પ્રિય ભોજન છે. ગુજરાતમાં વખડો પીલુડી તરીકે અને વઢિયાર પંથકમાં જારૂ તરીકે ઓળખાય છે. વખડા 2 પ્રકારના હોય છે.   1) ખારો વખડો      આ વખડાના પાંદડાંનો સ્વાદ ખારો હોય છે અને ફળ માગશર મહિનામાં આવે છે.  2)મીઠો વખડો       આ વખડાના પાંદડાંનો સ્વાદ મીઠો હોય છે અને ફળ ચૈત્ર મહિનામાં આવે છે.  1)થડ      થડની ઊંચાઈ 2-3 મીટર જેટલી હોય છે. થડનો વ્યાસ 1-2 ફુટ જેટલો હોય છે. તિરાડ વાળી, કકૅશ અને ભુખરા રંગની હોય છે જ્યારે મૂળની છાલ રેતીના રંગ સમાન અને અંદરની છાલ આછા ભુરા રંગની હોય છે.  2) પાંદડાં      પાંદડા કદમાં 3-6 સેમી જેટલા હોય છે. આ ઝાડના પાંદડા લીલા રંગના અને લંબગોળાકાર હોય છે. તાજા પાંદડાં કચુંબર તરીકે ઉપયોગમાં લઈ શકાય છે.  3) ફળ      આ ઝાડના ફળને પીલુ કહેવાય છે. પીલુ કદમાં 10 મીમી  જેટલા નાના દાણા જેવ...