વાંસ
વાંસ સૌથી ઝડપથી વિકાસ પામતું વૃક્ષ છે. ઘાસના કુળની સૌથી વધુ ઊંચાઈ ધરાવતું આ ઝાડ છે. વાંસ 20-50 ફૂટની ઊંચાઈ સુધી વધી શકે છે. વાંસને લીલા પ્રકાંડ, અંતરે અંતરે ગાંઠો અને ગાંઠ પરથી પટ્ટી જેવા પાંદડાઓ નીકળે છે. વાંસને ખૂબ જ લાંબા સમય બાદ ફુલ આવે છે અને કેટલીક જાતમાં દર વર્ષે ફુલો આવે છે. પરંતુ મોટા ભાગના વાંસને લાંબા સમય બાદ 30-35 વર્ષ પછી ફુલો આવે છે અને પછી વાંસ સુકાઈ જાય છે અને મૃત્યુ પામે છે. ઘણા લોકો ઘરમાં સજાવટ માટે અને વાસ્તુ શાસ્ત્રમાં માનતા લોકો તેમના ઘરમાં વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર નાના વાંસના પ્લાન્ટને કાચના બાઉલમાં રાખતા હોય છે. વાંસ હકીકતમાં અંકુરમાંથી વિકાસ પામતા હોય છે. જ્યારે વાંસને વચ્ચેથી કાપવામાં આવે છે ત્યારે તેમાં રહેલા અનેક સાંધાઓ એકબીજાની નજીક દેખાય છે. વાંસનો અંકુર જ્યારે વિકાસ પામે છે, ત્યારે અંકુર પહોળું થવાની જગ્યાએ એના સાંધાઓ વચ્ચેનું અંતર વધતું જાય છે. આ કારણે વાંસ જ્યારે લાંબા થાય છે ત્યારે તેની વચ્ચેના સાંધાઓના વધતા જતા અંતરના કારણે એ પોલો થતો જાય છે. વાંસ બહારથી નક્કોર દેખાય છે પરંતુ અંદરથી પોલો હોય છે.
1) થડ
વાંસનું થડ સીધી દાંડી જેવું હોય છે. આ દાંડીને કિલ્સ તરીકે ઓળખવામાં આવે છે. આ દાંડી બહારથી નક્કર અને અંદરથી પોલી હોય છે. કેટલાક મોટા લાકડાવાળા વાંસનો વ્યાસ 250-200 મીમી જેટલો હોય છે. કેટલાક વાંસ દિવસમાં 1 ફુટ જેટલા વધે છે.થડ ગાંઠથી જોડાયેલા હોય છે. થડ લીલા કે ભુરા રંગનું હોય છે અને કેટલાક થડ કાળા રંગના પણ હોય છે.
2)પાંદડાં
વાંસના પાંદડાં મધ્યમ કદથી મોટા કદના હોય છે અને સ્ટેમના અંતની વિરુદ્ધ દિશામાં હોય છે. પાંદડાં 30 સેમી સુધી વધી શકે છે અને પહોળાઈમાં કદાચ 5 સેમી સુધી હોય છે. પાંદડા લીલા રંગના અને સુકાઈ જાય એટલે પીળા રંગના દેખાય છે.
3) ફુલ
વાંસ પર ફુલ આવતા ઘણો વધારે સમય લાગે છે. ફુલ કદમાં ઘણા નાના હોય છે. કેટલાક વાંસ તેમના જીવન દરમિયાન ફક્ત એક જ વાર ફુલ આપે છે અને પછી વાંસ મૃત્યુ પામે છે.
ઉપયોગ
- વાંસનો 75% જેટલો ભાગ કાગળ બનાવવા માટે વપરાય છે.
- વાંસમાંથી ટોપલા, ચટાઈ, બાસ્કેટ અને રમકડાં વગેરે બનાવાય છે. મકાન તથા ઝૂંપડાં બનાવવામાં પણ વાંસ વપરાય છે.
- નક્કર વાંસ ડાંગના રૂપમાં વપરાય છે.
- વાંસના પાંદડા પ્રાણીઓના ખોરાક તરીકે વપરાય છે.
- સંગીતના કેટલાક સાધનો બનાવવામાં વાંસ વપરાય છે.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો
If you have any query and suggetion, fill free to write in comment section below