મુખ્ય સામગ્રી પર જાઓ

પોસ્ટ્સ

સપ્ટેમ્બર, 2020 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

ખારેક/ખજૂરી(Date palm tree)

 ખારેક/ખજૂરી     આ વૃક્ષ 30-40 ફૂટ લાંબુ અને 2-3 ફૂટ પહોળું આછા લીલા રંગનું હોય છે. ખજૂરીને છુહીરા પણ કહેવામાં આવે છે. ખજૂરી ઓછા પાણી વારા વિસ્તારમાં પણ થાય છે.  1) થડ         આ થડ છીંકણી કલરનું અને નાના નાના ખાંચાવાળુ હોય છે. આ થડ સીધું હોય છે. ખજૂરીનું લાકડુ ફર્નિચર અને બળતણમાં ઉપયોગ માં લેવામાં આવતુ નથી.  2)પાંદડાં      ખજૂરીના પાંદડા 10-15 ફૂટ લાંબા અને લીલા કલરના હોય છે. પાંદડા છેડેથી અણીવાાળા વાગે તેવા હોય છે.  3)ફળ       આ ફળ ખલેલા, ખારેક અને ખજૂર તરીકે ઓળખાય છે.આ ફળ 1 થી 1.5 ઇંચ લાંબુ, અંડાકાર આકારનું અને ઘાટા લાલ રંગનું હોય છે. આ ફળ અંદર ના બીજ ખૂબ જ કડક હોય છે. આ ખજૂર પૌષ્ટિક તથા રોગોની ઉત્તમ ઔષધિ છે. આ ફળ મધુર અને શીતળ હોય છે. ખજૂર શીયાળામાં સમગ્ર ભારતમાં સહેલાઈથી મળી જાય છે. ખજૂરમાં વિટામિન B1, B2, B3, B5, A1 અને વિટામિન સી હોય છે. ખજૂરમાં આયૅન પણ વધુ માત્રરામાં રહેલુ છેે.1 કિલો ખજૂર ખાવાથી 3500 કેલરી જેટલી ઉજાૅ મળે છે.  ઉપયોગો ખજૂર અગ્નિ વધૅક, હૃદય માટે હિતકારી, પિત્ત, વાત માં મદદરૂપી છે તથા અનિદ્રાશક છે.  યકૃતના કાયૅ માટે જરૂરી પાચક રસને વધારવામાં મદદ કરે છે.  ફાઈબર નુ પ્

કેસૂડો/પલાશ(Flame of the forest)

 કેસૂડો/પલાશ      કેસુડાના ઝાડ ને પલાશ તરીકે પણ ઓળખવામાં આવે છે. કેસુડાનું ઝાડ દેખાવ માં અતિ સુંદર હોય છે. આ ઝાડમાં સૌથી વધુ ગુણ રહેલા હોવાથી ઋષિમુનિઓ એ તેમના શરણ માં લીધુ છે એમ કહેવામાં આવે છે. આ ઝાડ નાના નાના પહાડ વારી જગ્યાયામાં વધુ જોવા મળે છે જેમ કે જામનગર થી સવાણા, રાજકોટથી ચોટીલા. આ ઝાડની ઊંચાઈ 15-20 ફૂટ જેટલી હોય છે અને ફેલાયેલું વધારે જોવા મળે છે. કેસુડાના ઝાડ પર બે પ્રકારના ફૂલ જોવા મળે છે. એમાં સફેદ ફૂલ ચૈત્ર અને વૈશાખમાંં જોવા મળે છે જે બવ જ સુગંધીદાર હોય છે. બીજા છે કેસરી ફૂલ જે ઓછા સુગંધિત હોય છે પણ તેની વિશિષ્ટતા સફેદ ફૂલ કરતા વધુ છે. હવે આપણે આંબાના ભાગો વિશેની માહિતી જોઈશુ 1) થડ કેસુડાનું થડ વાંકું અને ડાળીઓ પણ અનિયમિત હોય છે. આ થડનો કલર છીંકણી અને છાલ ખરબચડી હોય છે.  2)પાંદડાં      કેસુડાના પાંદડાં લીલા કલરના હોય છે. આ ઝાડમાં પાંદડાં 3-3 ના સમૂહમાં જોવા મળે છે. પાનખર ઋતુમાં જ્યારે પાંદડાં ખરી જાય ત્યારે ફળ અને ફૂલ આવે છે.દરેક પાંદડાં 10-20 સેમી લાંબા હોય છે.  3) ફળ      કેસુડાનું ફળ સીંગ રૂપે આવે છે. આ સીંગ 15-20 સેમી લાંબી અને 4-5 સેમી પહોળું હોય છે.  4)ફૂલ      કેસુ

કેરડા(Capparis decidua)

 કેરડા     આ ઝાડ થર રણ સહિત આફ્રીકા, મધ્ય પૂર્વ અને દક્ષિણ એશિયામાં શુષ્ક પ્રદેશોમાં થતુ ડાળીઓ ધરાવતું ઝાડ છે. આ ઝાડ ની શાખાઓ પાતળી હોય છે અને તેની પર પાંદડાં હોતા નથી પણ યુવાન અંકુર પર જ નાના કેડયુકસ પાંદડાં જોવા મળે છે. તે ભાગ્યે જ 5 મીટર ની ઊંચાઈથી વધતુ જોવા મળે છે.આ ઝાડનીી શાખાઓ રફ, કકૅશ, રાખોડી છાલવાળી કોમળ અને મીણવાળી હોય છે. આ ઝાડ માં માટીની બંધનકર્તા ક્ષમતા સારી હોય છે, ખારાશ અને ક્ષારયુકતતા માાટે વાજબી સહિષ્ણુતા, રેતીના ટેકરાાન ફળદ્રુપતા સુધારવામાં ક્ષારિકતા ઘટાડવામાં મદદ કરી શકે છે. 1) થડ      કેરડાનું થડ ઉપરના ફોટામાં છે એ પ્રમાણે જોવા મળે છે. તેની આજુબાજુ પણ શાખાઓ ફેલાયેલી જોવા મળે છે. 2) ફળ       કેરડા જ્યારે કાચા હોય છે ત્યારે લીલા કલરના હોય છે અને પાકા કેરડા ગુલાબી કલરના હોય છે. આ ફળની અંદર 84% પાણી, 5% કાર્બોહાઈડ્રેટ, 2% પ્રોટીન અને 1% ચરબી રહેલી હોય છે. કાચા કેરડા સ્વાદમાં થોડા તુરા અને પાકા કેરડા થોડા મીઠા લાગે છે. 3) ફૂલ            કેરડા ના ફૂલ ગુલાબી અથવા લાલ કલરના હોય છે. ઉપયોગો કેરડાના ફળમાંથી શાક, ચટની અને અથાણા બનાવામાં આવે છે.  કેરડાનું ફળ ડાયાબીટીસ ના દર્દી મ

આંબો(Mango tree)

 આંબો                                                                    આંબો ઐતિહાસિક વૃક્ષ છે. જેનુ ઉત્પાદન આપણા દેશમાં અંદાજે 3000 થી 6000 વષૅ પૂર્વ થી થાય છે. આંબા નો ઉલ્લેખ રામાયણ અને મહાભારત જેવા ગ્રંથોમાં પણ થયેલો છે. જૈન ધર્મના દેવી અંબિકા આંબાના વૃક્ષ નીચે બીરાજમાન હોય એવા ચિત્રો આપણને અનેક સાહિત્યમાં જોવામાં આવ્યાં હશે.આંબાના વૃક્ષ પર ફળ ઉનાળામાં આવે છે.  હવે આપણે આંબાના ભાગો વિશેની માહિતી જોઈશુ 1)થડ      આંબાના થડની છાલ પાતળી હોય છે. આ થડ ના લાકડાનો ઉપયોગ બળતણ તરીકે કરી શકાય. 2) પાંદડાં      આંબાના પાંદડાં લીલા કલરના હોય છે અને તે આકારમાં થોડા લાંબા હોય છે. આંબાના પાંદડાં માં ફ્લેવેનોઈડ અને ફિનોઈલ્સ ના ગુણ જોવા મળે છે તેથી તે એન્ટી આૅકિસડન્ટ હોય છે. આ પાંદડાં માં વિટામિન એ, વિટામિન બી અને વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે. 3) ફળ       આંબાના ફળને કેરી કહેવાય છે. કેરી એ આપણું રાષ્ટ્રીય ફળ કહેવાય છે. કેરી ને ફળોનો રાજા પણ કહેવામાં આવે છે. કાચી કેરી સ્વાદમાં ખાટી અને પાકી જાય પછી મીઠી લાગે છે. કેરીમાંથી વિટામિન એ અને વિટામિન સી ભરપૂર માત્રામાં મળે છે.કેરીની અંદર થી બિજ નિકળે છે

કરંજ નું ઝાડ /કણજી(Millettia pinnata)

  કરંજ નું ઝાડ /કણજી      કરંજ મોટા કદ નુ ઝાડ છે અને સમાન પહોળા ફેલાય છે. કરંજ 15-25 મીટર(50-80 ફૂટ) સુધી વધે છે. કરંજના ઝાડનો વિકાસ શરૂઆત માં ખૂબ જ ધીમો થાય છે. કરંજ વૃક્ષ ના મૂળ માં જ્યારે ભેજનુ પ્રમાણ ઓછું થઈ જાય ત્યારે પાંદડાં ખરી જાય છે. કરંજ ના દાતણ નો સ્વાદ કડવો અને તીખો હોય છે. કરંજ ઝાડના બીજ અર્ક, પાંદડા, મૂળની છાલ અને સ્ટેમની છાલમાં એન્ટિ વાયરલ ગુણ હોય છે અને ખાવાલાયક હોય છે.  હવે આપણે કરંજ ના ઝાડના ભાગ વિશેની માહિતી જોઈશુ. 1) થડ     કરંજ નુ થડ સીધું અથવા કુટિલ હોય છે. તેનો વ્યાસ 50-80 સેેન્ટિમીટર(20-30 ઇંચ) હોય છે. થડ પર ભૂરા રંગની છાલ હોય છે. આ છાલ તંતુમય હોય છે, જેથી દોરડામાં ફેરવી શકાય છે.  2) પાંદડા કરંજના ઝાડના પાંદડા જ્યારે યુવાન હોય ત્યારે ગુલાબી-લાલ રંગના અને પરિપક્વ થઈ જાય ત્યારે લીલા રંગના થઈ જાય છે. આ પાંદડા એકબીજાથી વિરુદ્ધ, તીવ્ર , ચળકતા, લાંબા અને લંબગોળાકાર હોય છે. કરંજ ઝાડના પાંદડા 5-10 સે.મી. લાંબા અને 4-6 સે.મી. પહોળા હોય છે.  3)ફળ  કરંજના ઝાડ પર ફળ આવવાનો સમયગાળો એપ્રિલ - જૂન મહિના સુધીનો હોય છે. આ ઝાડ પર અસંખ્ય, લંબગોળાકાર, 3-6 સે.મી. લાંબા તથા 2-3 સે.મી.

લીમડો (Neem tree)

  લીમડો      લીમડો (અઝદિરચ્તા ઇન્ડિકા) એ મેલિયેસી કુળનું વૃક્ષ છે. એઝાડિરેક્ટા ઈન્ડિકા વનસ્પતિ પ્રજાતિના વર્ગની બે શ્રેણીમાંથી તે એક છે, અને ભારત, મ્યાનમાર , બાંગ્લાદેશ , શ્રીલંકા, મલેશીયા અને પાકિસ્તાનમાં ઉદ્દગમ સ્થાન ધરાવે છે, ઉષ્ણકટિબંધ અને પેટા-ઉષ્ણકટિબંધ વિસ્તારોમાં ઉગે છે.     લીમડો એ ઝડપી-વિકાસ પામતુ વૃક્ષ છે જે 15-20 મી (આશરે 50-65 ફુટ), ભાગ્યે જ 35-40 મી (આશરે 115 – 131 ફુટ) ની ઊંચાઇ સુધી જઇ શકે છે. તે સદાય લીલું હોય છે, પરંતુ તીવ્ર દુષ્કાળમાં તેના લગભગ અથવા તમામ પાંદડા ખરી જાય છે. તેની શાખાઓ વિસ્તૃત રીતે ફેલાય છે. તેની સામાન્ય ઘનત ગોળ અને ઇંડાકારની હોય છે અને જુનાં, સ્વતંત્ર-ઉભેલ પ્રજાતિઓમાં 15-20 મીનો વ્યાસ ધરાવે છે. હવે આપણે ઝાડના ભાગ વિશે વિગતો જોઈએ છીએ. 1)થડ      થડ સાપેક્ષ રીતે ટૂંકુ, સીધુ હોય છે અને 1.2 મી (આશરે 4 ફુટ) ના વ્યાસ સુધી પહોંચે છે. 2)પાંદડાં      20 થી 31 પાંદડાની આશરે 3-8 સેમી (1 થી 3 ઇંચ) લાંબી મધ્યમથી હળવી લીલી ડાળખીઓ સાથે, સામસામા, નાનકડાં પાંદડાં 20-40 સેમી (8 થી 16 ઇંચ) લાંબા હોય છે. છેડાનું પાંદડું ઘણીવાર ગુમ થયેલ હોય છે. પાંદડાંની ડીટાં ટૂંકા હોય છે