મુખ્ય સામગ્રી પર જાઓ

કેસૂડો/પલાશ(Flame of the forest)

 કેસૂડો/પલાશ


    કેસુડાના ઝાડ ને પલાશ તરીકે પણ ઓળખવામાં આવે છે. કેસુડાનું ઝાડ દેખાવ માં અતિ સુંદર હોય છે. આ ઝાડમાં સૌથી વધુ ગુણ રહેલા હોવાથી ઋષિમુનિઓ એ તેમના શરણ માં લીધુ છે એમ કહેવામાં આવે છે. આ ઝાડ નાના નાના પહાડ વારી જગ્યાયામાં વધુ જોવા મળે છે જેમ કે જામનગર થી સવાણા, રાજકોટથી ચોટીલા. આ ઝાડની ઊંચાઈ 15-20 ફૂટ જેટલી હોય છે અને ફેલાયેલું વધારે જોવા મળે છે. કેસુડાના ઝાડ પર બે પ્રકારના ફૂલ જોવા મળે છે. એમાં સફેદ ફૂલ ચૈત્ર અને વૈશાખમાંં જોવા મળે છે જે બવ જ સુગંધીદાર હોય છે. બીજા છે કેસરી ફૂલ જે ઓછા સુગંધિત હોય છે પણ તેની વિશિષ્ટતા સફેદ ફૂલ કરતા વધુ છે.

હવે આપણે આંબાના ભાગો વિશેની માહિતી જોઈશુ

1) થડ

કેસુડાનું થડ વાંકું અને ડાળીઓ પણ અનિયમિત હોય છે. આ થડનો કલર છીંકણી અને છાલ ખરબચડી હોય છે. 

2)પાંદડાં


    કેસુડાના પાંદડાં લીલા કલરના હોય છે. આ ઝાડમાં પાંદડાં 3-3 ના સમૂહમાં જોવા મળે છે. પાનખર ઋતુમાં જ્યારે પાંદડાં ખરી જાય ત્યારે ફળ અને ફૂલ આવે છે.દરેક પાંદડાં 10-20 સેમી લાંબા હોય છે. 

3) ફળ




    કેસુડાનું ફળ સીંગ રૂપે આવે છે. આ સીંગ 15-20 સેમી લાંબી અને 4-5 સેમી પહોળું હોય છે. 

4)ફૂલ



    કેસુડાના ફૂૂલ ત્રણ પ્રકારના હોય છે. કેસરી કલર, પીળા કલરના અને સફેદ કલરના જેમાં કેસરી અને પીળા કલરના ફૂલ સામાન્ય રીતે જોવા મળે છે જયારે સફેદ કલરના ફૂલ બવ જ ઓછી જગ્યાએ જોવા મળે છે. આ ફૂલ 2.5 સેમી જેટલા લાંબા હોય છે. કેસરી ફૂલનેે પાણીમાં થોડી વાર રાખવામાં આવે તો પાણીનો કલર બદલીને કેસરી થઇ જાય છે. 

ઉપયોગો
  • કેસુડાના બીજને લીંબુના રસ સાથે પીવાથી ખંજવાળ માં રાહત મળે છે. 
  • કેસુડાના પાનનો રસ બનાવી શરીર પર લગાવવાથી ઠંડક મળે છે અને તાવ માં પણ રાહત આપે છે. 
  • કેસુડાના તાજા મૂળ નું એક ટીપું રસ આંખમાં નાખવાથી આંખની ઝાંખ, ખીલ, ફૂલુ વગેરે પ્રકારના આંખના રોગોમાં રાહત મળે છે.
  • ખાખરાના પાનમાંથી પતરાડા અને વાટકી બનાવવામાં આવે છે. 
  • આપણા તહેવાર હોળીમાં પણ કેસુડાના પાણી થી હોળી રમવામાં આવે છે. 
  • કેસુડાના ફૂલ સોજો ઓછો કરવામાં થાય છે. 

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

કરંજ નું ઝાડ /કણજી(Millettia pinnata)

  કરંજ નું ઝાડ /કણજી      કરંજ મોટા કદ નુ ઝાડ છે અને સમાન પહોળા ફેલાય છે. કરંજ 15-25 મીટર(50-80 ફૂટ) સુધી વધે છે. કરંજના ઝાડનો વિકાસ શરૂઆત માં ખૂબ જ ધીમો થાય છે. કરંજ વૃક્ષ ના મૂળ માં જ્યારે ભેજનુ પ્રમાણ ઓછું થઈ જાય ત્યારે પાંદડાં ખરી જાય છે. કરંજ ના દાતણ નો સ્વાદ કડવો અને તીખો હોય છે. કરંજ ઝાડના બીજ અર્ક, પાંદડા, મૂળની છાલ અને સ્ટેમની છાલમાં એન્ટિ વાયરલ ગુણ હોય છે અને ખાવાલાયક હોય છે.  હવે આપણે કરંજ ના ઝાડના ભાગ વિશેની માહિતી જોઈશુ. 1) થડ     કરંજ નુ થડ સીધું અથવા કુટિલ હોય છે. તેનો વ્યાસ 50-80 સેેન્ટિમીટર(20-30 ઇંચ) હોય છે. થડ પર ભૂરા રંગની છાલ હોય છે. આ છાલ તંતુમય હોય છે, જેથી દોરડામાં ફેરવી શકાય છે.  2) પાંદડા કરંજના ઝાડના પાંદડા જ્યારે યુવાન હોય ત્યારે ગુલાબી-લાલ રંગના અને પરિપક્વ થઈ જાય ત્યારે લીલા રંગના થઈ જાય છે. આ પાંદડા એકબીજાથી વિરુદ્ધ, તીવ્ર , ચળકતા, લાંબા અને લંબગોળાકાર હોય છે. કરંજ ઝાડના પાંદડા 5-10 સે.મી. લાંબા અને 4-6 સે.મી. પહોળા હોય છે.  3)ફળ  કરંજના ઝાડ પર ફળ આવવાનો સમયગાળો એપ્રિલ - જૂન મહિના સુધીનો હોય છે. આ ઝાડ પર અસ...

બાવળ(babul tree)

 બાવળ      બાવળને બાબૂલ, બબૂલ, કાંટાદાર બાવળ, કાળો પિંકવાટ જેવા નામથી ઓળખવામાં આવે છે.આ ઝાડ મધ્યમ કદનું કાંટાળુ અને સદાબહાર વૃક્ષ છે. આ ઝાડ બે જૂથમાં વિભાજીત થાય છે, જેમાં પ્રથમ જૂથમાં ઊંચા નદીના વૃક્ષો હોય છે જે મોસમી પૂરથી ભરાયેલા વિસ્તારમાં ઊગે છે. તેમની શીંગોમાં બીજ વચ્ચેની લાક્ષણિકતા ગળોના હાર આકારની હોય છે. બીજા જૂથમાં આ ઝાડ સુકા વિસ્તારમાં ઊગે છે અને સીધી ધારવાળી શીંગો હોય છે. બાવળ ખૂબ જ કિંમતી આયુર્વેદિક ઝાડ છે જે જરૂરી ઔષધિઓ માટે જાણીતું છે. ભારતમાં સુકા વિસ્તારમાં આ ઝાડ જોવા મળે છે.  બાવળની મુખ્ય જાતો નીચે પ્રમાણે જોવા મળે છે.  1) દેશી બાવળ(Acacia nilotica)       આ ઝાડની છાલ જાડી, કાળી અને ખરબચડી હોય છે તથા લાંબા શૂળ જેવા કાંટાઓ, પીળા ફૂલો અને લાંબા બીજવાળી જગ્યાએ ફૂલેલી શીંગો પરથી ઓળખી શકાય છે.આ ઝાડના પાન લીલા રંગના તથા પાંદડીઓ 7-8 ની જોડીના સમુહમાં હોય છે. આ ઝાડ 20-25 મીટરની ઊંચાઈ સુધી પહોંચી શકે છે અને તેના થડનો વ્યાસ 1 મીટર જેટનો હોય છે.  ઉપયોગ  દેશી બાવળનું લાકડું મજબૂત હોવાથી ઈમારતી લાકડાં તરીકે, ગાડા માટેના ખેત...

વખડો(Salvadora persica)

 વખડો      આ ઝાડ કદમાં નાનું હોય છે. વખડાની ઊંચાઈ 4-5 મીટર જેટલી હોય છે.આ ઝાડને ડાળીઓ વધારે હોય છે.આ ઝાડ પડતર અને ગૌચર જમીનમાં વધારે જોવા મળે છે. આ ઝાડ રણ વિસ્તારમાં ઊંટનું પ્રિય ભોજન છે. ગુજરાતમાં વખડો પીલુડી તરીકે અને વઢિયાર પંથકમાં જારૂ તરીકે ઓળખાય છે. વખડા 2 પ્રકારના હોય છે.   1) ખારો વખડો      આ વખડાના પાંદડાંનો સ્વાદ ખારો હોય છે અને ફળ માગશર મહિનામાં આવે છે.  2)મીઠો વખડો       આ વખડાના પાંદડાંનો સ્વાદ મીઠો હોય છે અને ફળ ચૈત્ર મહિનામાં આવે છે.  1)થડ      થડની ઊંચાઈ 2-3 મીટર જેટલી હોય છે. થડનો વ્યાસ 1-2 ફુટ જેટલો હોય છે. તિરાડ વાળી, કકૅશ અને ભુખરા રંગની હોય છે જ્યારે મૂળની છાલ રેતીના રંગ સમાન અને અંદરની છાલ આછા ભુરા રંગની હોય છે.  2) પાંદડાં      પાંદડા કદમાં 3-6 સેમી જેટલા હોય છે. આ ઝાડના પાંદડા લીલા રંગના અને લંબગોળાકાર હોય છે. તાજા પાંદડાં કચુંબર તરીકે ઉપયોગમાં લઈ શકાય છે.  3) ફળ      આ ઝાડના ફળને પીલુ કહેવાય છે. પીલુ કદમાં 10 મીમી  જેટલા નાના દાણા જેવ...