મુખ્ય સામગ્રી પર જાઓ

આંબો(Mango tree)

 આંબો

                                                



     આંબો ઐતિહાસિક વૃક્ષ છે. જેનુ ઉત્પાદન આપણા દેશમાં અંદાજે 3000 થી 6000 વષૅ પૂર્વ થી થાય છે. આંબા નો ઉલ્લેખ રામાયણ અને મહાભારત જેવા ગ્રંથોમાં પણ થયેલો છે. જૈન ધર્મના દેવી અંબિકા આંબાના વૃક્ષ નીચે બીરાજમાન હોય એવા ચિત્રો આપણને અનેક સાહિત્યમાં જોવામાં આવ્યાં હશે.આંબાના વૃક્ષ પર ફળ ઉનાળામાં આવે છે. 

હવે આપણે આંબાના ભાગો વિશેની માહિતી જોઈશુ

1)થડ


    આંબાના થડની છાલ પાતળી હોય છે. આ થડ ના લાકડાનો ઉપયોગ બળતણ તરીકે કરી શકાય.

2) પાંદડાં


    આંબાના પાંદડાં લીલા કલરના હોય છે અને તે આકારમાં થોડા લાંબા હોય છે. આંબાના પાંદડાં માં ફ્લેવેનોઈડ અને ફિનોઈલ્સ ના ગુણ જોવા મળે છે તેથી તે એન્ટી આૅકિસડન્ટ હોય છે. આ પાંદડાં માં વિટામિન એ, વિટામિન બી અને વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે.

3) ફળ 

    આંબાના ફળને કેરી કહેવાય છે. કેરી એ આપણું રાષ્ટ્રીય ફળ કહેવાય છે. કેરી ને ફળોનો રાજા પણ કહેવામાં આવે છે. કાચી કેરી સ્વાદમાં ખાટી અને પાકી જાય પછી મીઠી લાગે છે. કેરીમાંથી વિટામિન એ અને વિટામિન સી ભરપૂર માત્રામાં મળે છે.કેરીની અંદર થી બિજ નિકળે છે જેને ગોટલી કહેવાય છે. કેરીના વિવિધ પ્રકાર જોવા મળે છે. જે નીચે મુજબ છે. 

1) બાદામ કેરી



    બાદામ કેરીને રત્નાગિરી પણ કહેવામાં આવે છે. બાદામ કેરીને બધી કેરીનો રાજા કહેવામાં આવે છે. આ કેરીનો નિકાસ બીજા દેશોમાં સૌથી વધુ કરવામાં આવે છે. પશ્ચિમના દેશોમાં આ કેરીને હાફૂસ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ કેરી ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. 

2)કેસર કેરી 



    કેસર કેરી ગુજરાતમાં સોથી પ્રખ્યાત કેરી છે. તે ખાવામાં પણ એકદમ સ્વાદિષ્ટ લાગે છે પણ બીજા રાજ્યો કે દેશમાં ગુજરાત જેટલી પ્રખ્યાત નથી. આ કેરી 1931 માં ઉગાડવામાં આવી હતી અને 1934 થી તેને કેસર તરીકે ઓળખવામાં આવે છે. આ કેરીનું નામ જૂનાગઢ ના નવાબ મુહમ્મદ મહાબતખાન ત્રીજા એ ફાડેલું છે. (આ રેફરન્સ વિકિપિડિયા માંથી લીધેલ છે). ગુજરાતમાં સૌરાષ્ટ્રના વિસ્તાર જુનાગઢ અને અમરેલી માં સૌથી વધુ ઉત્પાદન થાય છે. જેમાં તાલાલા ગીરની કેસર કેરી સૌથી વધુ પ્રખ્યાત છે.

3) રાજાપુરી 



    રાજાપૂરી કદમાં મોટી હોય છે અને ગોટલી કદમાં નાની નીકળે છે. આ કેરી મોટાભાગે અથાણા બનાવવામાં વધુ ઉપયોગ માં લેવામાં આવે છે.

4)તોતાપુરી કેરી



    આ કેરીને આગળ પોપટ ની ચાંચ જેમ ચાંચ હોય છે તેથી આ કેરીને તોતાપુરી કહેવાય છે. આ કેરીમાંથી રસ કાઢવામાં નથી આવતો પણ કાપીને ખાવામાં આવે છે. આ કેરી કાચી હોય ત્યારે પણ બીજી કેરી જેટલી ખાટી નથી લાગતી. 

 4) ફૂલ 




    આ ફૂલ 4 થી 16 ઇંચ જેટલુ હોય છે. આ ફુલની પાંદડીઓ સફેદ કલરની અને મીઠી સુગંધ ધરાવે છે. આ ફૂલ કદમાં નાનું હોય છે. ફૂલોમાં જંતુઓથી પરાગ રજાય છે અને 1 ટકાકરતાા ઓછા ફૂલો ફળ બનાવવા માટે પુખ્ત થાય છે. જ્યારે આંબા પર બધી જગ્યાએ ફૂલો હોય છે ત્યારે આ ઝાડ ખરેખર સુુંદર લાગે છેે. 

ઉપયોગ

  • કેરીમાંથી રસ કાઢવામાં આવે છે જે બાળકો થી લઈને મોટા લોકો પણ આસાનીથી ખાઈ શકે છે. 
  • કાચી કેરીમાંથી વિવિધ પ્રકારના અથાણા બનાવવા માં આવે છે જેમ કે ગોળ કેરી, મુરબ્બો, ખાટું અથાણું. 
  • કેરીમાંથી નીકળતા બીજ(ગોટલી) માંથી મુખવાસ બનાવવામાં આવે છે. 
  • આંબાના પાંદડાંના  પાંદડાં માં એન્થોકાઈનાયડીસ હોય છે જે સુગર(ડાયાબીટીસ) અને કબજિયાત જેવા રોગો ને મટાડવા માટે ઉપયોગી છે. 
  • તહેવાર અને વિધીમાં આંબાના પાંદડાં ના તોરણ બાંધવામાં આવે છે. 
  • આંબાના 3-4 પાંદડા પાણીમાં નાખી ગરમ કરવુ અને અને આ પાણીથી નહાવાથી શરીરમાં સ્ફૂર્તિ રહે છે.
  • આંબાના પાંદડાંમાં હાઈબ્લડપ્રેશર ને ઘટાડવાના ગુણો રહેલા છે. તે રક્તવાહિકાઓને મજબુત કરવામાં અને નશોની સમસ્યાઓ મટાડવામાંં મદદ કરે છે.
  • આ પાંદડાં માનસિક તણાવ દૂર કરવા માટે પણ ઉપયોગી છે.
  • આંબાના પાંદડાં અને મધ પાણી ઉકાળી એ ઉકાળો પીવાથી શરદી, ઉધરસ અને શ્વાસની તકલીફમાં રાહત મળે છે.
  • આ પાંદડાંનો રસ કાઢી તેને નવસેકું ગરમ કરી કાનમાં નાખવાથી કાન ના દુખાવા માં રાહત મળે છે.
  • આંબાના પાંદડાં ને છાંયડામાં સુકવી તેનો પાવડર બનાવી એક ચમચી પાવડર ને એક ગ્લાસ પાણીમાં નાખી આખી રાત મૂકી રાખવું અને રોજ સવારે પીવાથી કીડનીમાં રહેલી પથરી ને નીકાડે છે.
  • આંબાના પાંદડાંને સળગાવી તેનો ધુમાડો લેવાથી હેડકી નઈ સમસ્યા હોય તો દૂર થાય છે. 

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

કરંજ નું ઝાડ /કણજી(Millettia pinnata)

  કરંજ નું ઝાડ /કણજી      કરંજ મોટા કદ નુ ઝાડ છે અને સમાન પહોળા ફેલાય છે. કરંજ 15-25 મીટર(50-80 ફૂટ) સુધી વધે છે. કરંજના ઝાડનો વિકાસ શરૂઆત માં ખૂબ જ ધીમો થાય છે. કરંજ વૃક્ષ ના મૂળ માં જ્યારે ભેજનુ પ્રમાણ ઓછું થઈ જાય ત્યારે પાંદડાં ખરી જાય છે. કરંજ ના દાતણ નો સ્વાદ કડવો અને તીખો હોય છે. કરંજ ઝાડના બીજ અર્ક, પાંદડા, મૂળની છાલ અને સ્ટેમની છાલમાં એન્ટિ વાયરલ ગુણ હોય છે અને ખાવાલાયક હોય છે.  હવે આપણે કરંજ ના ઝાડના ભાગ વિશેની માહિતી જોઈશુ. 1) થડ     કરંજ નુ થડ સીધું અથવા કુટિલ હોય છે. તેનો વ્યાસ 50-80 સેેન્ટિમીટર(20-30 ઇંચ) હોય છે. થડ પર ભૂરા રંગની છાલ હોય છે. આ છાલ તંતુમય હોય છે, જેથી દોરડામાં ફેરવી શકાય છે.  2) પાંદડા કરંજના ઝાડના પાંદડા જ્યારે યુવાન હોય ત્યારે ગુલાબી-લાલ રંગના અને પરિપક્વ થઈ જાય ત્યારે લીલા રંગના થઈ જાય છે. આ પાંદડા એકબીજાથી વિરુદ્ધ, તીવ્ર , ચળકતા, લાંબા અને લંબગોળાકાર હોય છે. કરંજ ઝાડના પાંદડા 5-10 સે.મી. લાંબા અને 4-6 સે.મી. પહોળા હોય છે.  3)ફળ  કરંજના ઝાડ પર ફળ આવવાનો સમયગાળો એપ્રિલ - જૂન મહિના સુધીનો હોય છે. આ ઝાડ પર અસ...

વખડો(Salvadora persica)

 વખડો      આ ઝાડ કદમાં નાનું હોય છે. વખડાની ઊંચાઈ 4-5 મીટર જેટલી હોય છે.આ ઝાડને ડાળીઓ વધારે હોય છે.આ ઝાડ પડતર અને ગૌચર જમીનમાં વધારે જોવા મળે છે. આ ઝાડ રણ વિસ્તારમાં ઊંટનું પ્રિય ભોજન છે. ગુજરાતમાં વખડો પીલુડી તરીકે અને વઢિયાર પંથકમાં જારૂ તરીકે ઓળખાય છે. વખડા 2 પ્રકારના હોય છે.   1) ખારો વખડો      આ વખડાના પાંદડાંનો સ્વાદ ખારો હોય છે અને ફળ માગશર મહિનામાં આવે છે.  2)મીઠો વખડો       આ વખડાના પાંદડાંનો સ્વાદ મીઠો હોય છે અને ફળ ચૈત્ર મહિનામાં આવે છે.  1)થડ      થડની ઊંચાઈ 2-3 મીટર જેટલી હોય છે. થડનો વ્યાસ 1-2 ફુટ જેટલો હોય છે. તિરાડ વાળી, કકૅશ અને ભુખરા રંગની હોય છે જ્યારે મૂળની છાલ રેતીના રંગ સમાન અને અંદરની છાલ આછા ભુરા રંગની હોય છે.  2) પાંદડાં      પાંદડા કદમાં 3-6 સેમી જેટલા હોય છે. આ ઝાડના પાંદડા લીલા રંગના અને લંબગોળાકાર હોય છે. તાજા પાંદડાં કચુંબર તરીકે ઉપયોગમાં લઈ શકાય છે.  3) ફળ      આ ઝાડના ફળને પીલુ કહેવાય છે. પીલુ કદમાં 10 મીમી  જેટલા નાના દાણા જેવ...

બદામનું ઝાડ(almond tree)

 બદામનું ઝાડ      બદામનું ઝાડ મોસમ દરમિયાન પાંદડાં ગુમાવે છે તેથી તે પાનખર વૃક્ષ ગણાય છે. આ ઝાડ  6-7 મીટરની ઊંચાઈ સુધી વધે છે. આ ઝાડ તેની ઉંમરના 8 વર્ષે પરિપક્વતા અવધિમાં પ્રવેશે છે. આ ઝાડનું આયુષ્ય 50 વર્ષ જેટલું માનવામાં આવે છે. આ વૃક્ષની કુંપણ લીલી હોય છે, પછી જાંબુડો થતી જાય છે અને બીજા વર્ષે તે રાખોડી બની જાય છે. આ ઝાડ પ્રાચીન અખરોટનું એક વૃક્ષ ગણાય છે જે માણસો દ્વારા ઉગાડવામાં આવતું હતું. આ ઝાડ રોસાસિ પરીવારનું છે. બદામના ઝાડની ખેતી તેના ફળ બદામ માટે કરવામાં આવે છે. બદામ તેલના ઉત્પાદનના અવશેષો ઝેરી છે અને તેનો ઉપયોગ પશુઓના ખોરાક માટે કરી શકાય નહીં. મોટાભાગે યુ. એસ, સ્પેન, ઇટાલી, ઈરાન, સીરીયા, મોરોક્કો અને ઓસ્ટ્રેલિયા જેવાં દેશોમાં બદામના ઝાડની ખેતી કરવામાં આવે છે. આર્મેનિયા અને અઝેરબીજાનમાં બદામનું પ્રથમ વાવેતર થયું હોવાનું મનાય છે. છેલ્લા બે દાયકામાં કેલિફોર્નિયા બદામના ઉત્પાદનમાં ત્રણ ગણો વધારો થયો છે, જે વિશ્વના પુરવઠાની 80% કરતાં વધું કેલિફોર્નિયા હિસ્સો ધરાવે છે. આ ઝાડના ફળ માટે બે જુદી જુદી અને સુસંગત ફળ આપવાની જાતો રોપવામાં આવે છે, જેથી પરાગ એક ઝાડ ...