કેરડા
આ ઝાડ થર રણ સહિત આફ્રીકા, મધ્ય પૂર્વ અને દક્ષિણ એશિયામાં શુષ્ક પ્રદેશોમાં થતુ ડાળીઓ ધરાવતું ઝાડ છે. આ ઝાડ ની શાખાઓ પાતળી હોય છે અને તેની પર પાંદડાં હોતા નથી પણ યુવાન અંકુર પર જ નાના કેડયુકસ પાંદડાં જોવા મળે છે. તે ભાગ્યે જ 5 મીટર ની ઊંચાઈથી વધતુ જોવા મળે છે.આ ઝાડનીી શાખાઓ રફ, કકૅશ, રાખોડી છાલવાળી કોમળ અને મીણવાળી હોય છે. આ ઝાડ માં માટીની બંધનકર્તા ક્ષમતા સારી હોય છે, ખારાશ અને ક્ષારયુકતતા માાટે વાજબી સહિષ્ણુતા, રેતીના ટેકરાાન ફળદ્રુપતા સુધારવામાં ક્ષારિકતા ઘટાડવામાં મદદ કરી શકે છે.
1) થડ
2) ફળ
કેરડા જ્યારે કાચા હોય છે ત્યારે લીલા કલરના હોય છે અને પાકા કેરડા ગુલાબી કલરના હોય છે. આ ફળની અંદર 84% પાણી, 5% કાર્બોહાઈડ્રેટ, 2% પ્રોટીન અને 1% ચરબી રહેલી હોય છે. કાચા કેરડા સ્વાદમાં થોડા તુરા અને પાકા કેરડા થોડા મીઠા લાગે છે.
3) ફૂલ કેરડા ના ફૂલ ગુલાબી અથવા લાલ કલરના હોય છે.
ઉપયોગો
- કેરડાના ફળમાંથી શાક, ચટની અને અથાણા બનાવામાં આવે છે.
- કેરડાનું ફળ ડાયાબીટીસ ના દર્દી માટે ખૂબજ ઉપયોગી છે.
- આ ફળ શરીરની તાકાત વધારે છે અને શરીરને ગરમ રાખે છે.
- કેરડાનું લાકડું બળતણ તરીકે ઉપયોગમાં લેવાય છે.
- કેરડાના ફળનો ઉપયોગ કાર્ડિયાક અને ગેસ્ટ્રિક ની સારવાર માટે થાય છે.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો
If you have any query and suggetion, fill free to write in comment section below