ખારેક/ખજૂરી
આ વૃક્ષ 30-40 ફૂટ લાંબુ અને 2-3 ફૂટ પહોળું આછા લીલા રંગનું હોય છે. ખજૂરીને છુહીરા પણ કહેવામાં આવે છે. ખજૂરી ઓછા પાણી વારા વિસ્તારમાં પણ થાય છે.
1) થડ
આ થડ છીંકણી કલરનું અને નાના નાના ખાંચાવાળુ હોય છે. આ થડ સીધું હોય છે. ખજૂરીનું લાકડુ ફર્નિચર અને બળતણમાં ઉપયોગ માં લેવામાં આવતુ નથી.
2)પાંદડાં
ખજૂરીના પાંદડા 10-15 ફૂટ લાંબા અને લીલા કલરના હોય છે. પાંદડા છેડેથી અણીવાાળા વાગે તેવા હોય છે.
3)ફળ
આ ફળ ખલેલા, ખારેક અને ખજૂર તરીકે ઓળખાય છે.આ ફળ 1 થી 1.5 ઇંચ લાંબુ, અંડાકાર આકારનું અને ઘાટા લાલ રંગનું હોય છે. આ ફળ અંદર ના બીજ ખૂબ જ કડક હોય છે. આ ખજૂર પૌષ્ટિક તથા રોગોની ઉત્તમ ઔષધિ છે. આ ફળ મધુર અને શીતળ હોય છે. ખજૂર શીયાળામાં સમગ્ર ભારતમાં સહેલાઈથી મળી જાય છે. ખજૂરમાં વિટામિન B1, B2, B3, B5, A1 અને વિટામિન સી હોય છે. ખજૂરમાં આયૅન પણ વધુ માત્રરામાં રહેલુ છેે.1 કિલો ખજૂર ખાવાથી 3500 કેલરી જેટલી ઉજાૅ મળે છે.
ઉપયોગો
- ખજૂર અગ્નિ વધૅક, હૃદય માટે હિતકારી, પિત્ત, વાત માં મદદરૂપી છે તથા અનિદ્રાશક છે.
- યકૃતના કાયૅ માટે જરૂરી પાચક રસને વધારવામાં મદદ કરે છે.
- ફાઈબર નુ પ્રમાણ વધુ હોવાથી કબજિયાત દૂર થાય છે.
- વજન વધારવામાં અને લોહીનું પ્રમાણ વધારવા માં પણ ખજૂર ઉપયોગી છે.
- ખજૂર ખાવાથી હાડકાં મજબૂત થાય છે.
- ખજૂરના ઠડીયાને પ્રોસેસમાંથી પસાર કરી નરમ બનાવી પશુઓ માટે ચારો બનાવી શકાય છે.
- ખજૂર ગુદાૅ અને આંતરડાની બિમારીમાં ફાયદાકારક છે.
- ખજૂરીના પાંદડા માંથી પત્રિકા, બાસ્કેટ, દોરડા, રેસા અને સામગ્રી ભરવા માટેના પૅકેટ બનાવવામાં આવે છે.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો
If you have any query and suggetion, fill free to write in comment section below