બીલીપત્ર નું ઝાડ /બીલી બીલીપત્ર ના ઝાડને બીલીનું ઝાડ પણ કહેવાય છે. આ ઝાડ 7-8 મીટરની ઊંચાઈ સુધી વધી શકે છે. ભારતમાં આ ઝાડને પવિત્ર મનાય છે. આ ઝાડને ભગવાન શિવજીનું પ્રિય માનવામાં આવે છે. શિવાલયોમાં આ ઝાડ અવશ્ય જોવા મળે છે. આ ઝાડ પાનખર છે જે પોતાના પાંદડાં ખેરવી નાખે છે. આ ઝાડ પર ક્યારેય ફૂલ આવતાં નથી સીધા ફળ જ બેસે છે. આ ઝાડ ઘણું મોટું થાય છે પરંતુ તેનો વિકાસ ધીમો થાય છે. આ ઝાડનું વૈજ્ઞાનિક નામ એગલ મામાૅલોસ છે. બીલીને બંગાળમાં બેલા, ગુજરાતીમાં બીલી અથવા બીલીપત્ર, હિન્દીમાં બેલ, કન્નડમાં બેલાપત્ર, મરાઠીમાં બેઈલા, સંસ્કૃતમાં બીલ્વ, તમિલ અને મલયાલમમાં વીલ્વામ અને તેલુગુમાં મોરેડું કહેવાય છે. પરંતુ આ ઝાડનું મૂળ વતન ભારત છે. જમીન કોઈપણ પ્રકારની જમીનમાં બીલી સારી રીતે થઈ શકે છે, પરંતુ ભારે કાળી અને પાણી ભરાઈ રહે તેવી જમીન અનુકૂળ નથી. ઢોળાવવાળી અને પથરાળ જમીનમાં પણ બીલી સારી રીતે ઊગે છે. વાતાવરણ આ ઝાડને મધ્યમ શિયાળો અને ઉનાળો એટલે કે થોડું સુકું હવામાન વધુ અનુકૂળ આવે છે. પિયત બીલીના છોડને શરૂઆતમાં 2 વર્ષ નિયમિત પાણી આપવું જોઇએ જેથી જમીનમાં તેના મૂળ સરખા બેસી જાય.
જ્યારે ઝાડને જરૂરીયાત મુજબનું પાણી મળતું હોય ત્યારે ફુલ એકદમ ખીલેલાં અને પાંદડા પણ એકદમ તાજા લાગે છે. જ્યારે ઝાડની ડાળી નમવા લાગે, ફુલ કરમાઈ જાય અને પાંદડા નમી જાય તથા પીળાશ પડતા થઈને સુકાવા લાગે ત્યારે સમજી શકાય કે ઝાડને પાણીની જરૂર છે. પાંદડાની કિનારી નજીક બદામી રંગ થતો જોવા મળે તો પણ કહી શકાય કે ઝાડને વધારે પાણીની જરૂર છે. પાણીની અછતના કારણે લીલા પાંદડા, દાંડી, મૂળ અને ફળો સંકોચાઈ શકે છે. જ્યારે ઝાડને જરૂરીયાત મુજબ કરતા વધુ પાણી આપવામાં આવે ત્યારે પણ ઝાડના પાંદડા પીળા પડીને સુકાય જાય છે, વધાર પડતું પાણી પણ ઝાડ માટે સમસ્યા બની શકે છે. ખાસકરીને જ્યારે છોડ વાવ્યા હોય ત્યારે શરૂઆતના તબક્કામાં વધું ધ્યાન રાખવું જોઈએ. જ્યારે ઝાડ મોટું થઈ જાય ત્યારે રોજ પાણી આપવાની જરૂર પડતી નથી. ઝાડને પાણી આપવા માટેનો શ્રેષ્ઠ સમય કયો છે? આમ તો ઝાડને પાણી પિવડાવા માટેનો કોઈ ચોક્કસ સમયગાળો ના કઈ શકાય. પરંતુ સવાર અને સાંજનો સમય ઝાડને પાણી પીવડાવવા માટેનો શ્રેષ્ઠ સમય છે કારણ કે આ સમયગાળા દરમિયાન ઝાડના મૂળને મોટાભાગનું પાણી શોષવાની તક મળે છે. પછી ઝાડના કદ, જમીનની સ્થિતિ અને હવામાનની સ્થિતિ પર