આંબળાનું ઝાડ આંબળાને ભારતીય ગુસબેરી કહેવાય છે. આંબળાનું ઝાડ એક મધ્યમ કદનું પાનખર ઝાડ છે. આંબળાનું ઝાડ કુટિલ ટ્રંક અને ફેલાવા સાથે 8-9 મીટરની ઊંચાઈ સુધી વધે છે. આંબળાના ઝાડ પર રહેલા ફળો હુકસ સાથે જોડાયેલા લાંબા વાંસના થાંભલાનો ઉપયોગ કરીને લેવામાં આવે છે. લગભગ 10 વર્ષનું પરિપક્વ ઝાડ 50-70 કિલો ફળ આપી શકે છે. જમીન આંબળાની ખેતી માટે હળવી અને ભારે જમીન શ્રેષ્ઠ છે. આંબળાની ખેતી માટે બને ત્યાં સુધી રેતાળ જમીન ટાળવી જોઈએ. આ ઝાડ સુકા પ્રદેશમાં સારી રીતે અનુકૂળ છે અને મધ્યમ આલ્કલાઈન જમીનમાં પણ ઉગાડવામાં આવે છે. વાતાવરણ આંબળાનું ઝાડ એક ઉષ્ણકટિબંધીય છે, જેના વિકાસ માટે 630-800 મીમી જેટલો વાર્ષિક વરસાદ જરૂરી છે. 3 વર્ષ સુધીની ઉંમરના છોડને મેં - જૂન દરમિયાન ગરમ પવનથી અને શિયાળાના મહિનામાં હિમથી સુરક્ષિત રાખવો જોઈએ. પરિપક્વ છોડ ઊંચામાં ઊંચુ 460ં સે. જેટલું તાપમાન સહન કરી શકે છે. 1) થડ આંબળાના ઝાડનું થડ આછા ભુરા-લીલા રંગનું હોય છે. આ ઝાડની છાલ ટુકડામાં નીકળે છે. આ ઝાડનું થડ બીજા ઝાડના થડ જેટલું જાડું નથી હોતું. 2) પાંદડા આંબળાના ઝાડના પાંદડા સરળ અને પાતળી શાખાઓ સાથે એ
This Blog "જય જય ગરવી ગુજરાત" is created to provide information about various aspects of India and it's culture , history, environment , festival , famous places , animal and forest info and much more . and it is specifically created for children to learn all this thing from one single site, instead of searching here and there.