મુખ્ય સામગ્રી પર જાઓ

નાળિયેરી/Naliyeri( Coconet tree)

નાળિયેરી

    નાળિયેળીનુ વૃક્ષ ઘણાં વર્ષોપેલાનુ છે.નાળિયેરીને 'કલ્પવૃક્ષ' અથવા 'સ્વર્ગનું વૃક્ષ' પણ કહેવાય છે. વૃક્ષ ઉંચુ અને ડાળીઓ વીનાનુ હોય છે. આ ઝાડની ઊંચાઈ 25 મીટર (80 ફૂટ) જેટલી હોય છે. નાળિયેરી દરીયા કિનારે જોવા મળે છે. હિન્દુ ધર્મમાં તેનું ધાર્મિક મહત્વ છે. નાળિયેરી વધારે કેરલ, પશ્ર્ચિમ બંગાળમાં અને ઓડિશામા થાય છે.દક્ષિણ ભારતના લોકોનું જીવન નાળિયેરી છે એમ કહીએ તો પણ ચાલે.


હવામાન 

    નાળિયેરીને દરિયાકાંઠાનું ગરમ, ભેજવાળું અને વધારે વરસાદ વાળું સમઘાત વાતાવરણ માફક આવે છે. જયાં ઉષ્ણતામાનમાં બવ મોટા ફેરફાર થતા ના હોય અને બારેમાસ ભેજ  જળવાઈ રહેતો હોય તેવું હવામાન ફાલ બેસવા માટે ઘણું જ અનુકૂળ આવે છે. જે વિસ્તારમાં સરેરાશ ઉષ્ણતામાન 210 સેમી થી નીચે રહેતું હોય ત્યાં ઝાડના ફૂલના કાતરા નીકળવાનું બંધ થઈ જાય છે. 

જમીન 

    નાળિયેરીને નબળી નિતારશક્તિ વાળી ક્ષારીય અને પથ્થરના પડ વાળી જમીન સિવાય લગભગ બધી પ્રકારની જમીનમાં ઉગાડી શકાય છે. આ પાક માટે દરિયાકાંઠાની ફળદ્રુપ, ગોરાડું, રેતાળ, કાંપવાળી અને સારા નિતારવાળી જમીન વધું અનુકૂળ આવે છે. 

નાળિયેળીમાંં ત્રણ પ્રકારની જાત હોય છે 

1) પશ્ચિમ કિનારાની ઊંચી જાત

    આ ઝાડની ઊંચાઈ વધુ, ફળ મોટા અને લંબગોળ, ફળની સંખ્યા ઓછી, કોપરા અને પાણી બન્ને માટે આ જાત અનુકૂળ છે. 7-8 વર્ષે ફળ આપે છે. 

2) ઠીંગણી જાત

    ઉંચાઈમાં ઠીંગણી, ફળ મધ્યમ કદના અને ગોળ, ફળ ખૂબ જ નીચા અને વધુ આવે છે. ફળ પાણી માટે જ ઉપયોગી છે. 3 વર્ષે ફળ આપે છે. 

3)હાઈબ્રીડ 

    ઉંચાઈ મધ્યમ, ફળ મોટાં અને લંબગોળ તથા કોપરા અને પાણી બન્ને માટે અનુકૂળ છે. 3-5 વર્ષે ફળ આપે છે. 

1) થડ

    થડની ઊંચાઈ 23-24 મીટર જેટલી હોય છે. આ ઝાડના પાંદડા જેમ-જેમ ખૂલતા જાય તેમ થડ પર ખાંચા પડતા જાય છે એટલે થડ ખાંચાવાળુ હોય છે. થડનો રંગ ભુખરો કે છીંકણી રંગનો હોય છે. થડ પર ચડવા માટે દોરડાનો ઉપયોગ કરવામાં આવે છે. 


2) પાંદડાં 

    પાંદડાની લંબાઈ 7 મીટર (23 ફૂટ) સુધીની હોય છે. આ પાંદડાં 200-250 પત્રિકાઓથી બનેલા હોય છે. પાંદડાં લીલા રંગના હોય છે અને સુકાઈ જાય એટલે છીંકણી રંગના થઈ જાય છે. પાંદડાં છેડેથી સામાન્ય અણી વારા હોય છે. 



3) ફળ 

    નાળિયેળએ એક બહુ જ ઉપયોગી ફળ છે.લીલા નાળિયેરળ "ત્રોફા" તરીકે ઓળખાય છે. નાળિયેરળ લીલું હોય ત્યારે તેની અંદરથી મીઠું પાણી અને મલાઇ નીકળે છે. પાકી ગયેલું નાળિયેળ બહારથી કથ્થાઈ રંગનુ દેખાય છે,  તેમાં પાણી ઓછું હોય છે અને અંદરની સફેદ મલાઇ જે ઘાટી અને કડક થઈ ગયેલી હોય છે તે "ટોપરું" કે "કોપરું" એવા નામે ઓળખાય છે. આ કોપરું બહાર કાઢી તેને સુકવવામાં આવે છે અને તેનું તેલ વિવિધ રીતે ઉપયોગમાં લેવામાં આવે છે. 








4) ફૂલ 

    ફૂલ એ 20-60 શાખાઓ સાથે પાંદડાંની અક્ષ પર ઉત્પન્ન થતો સ્પાઇક છે. પ્રત્યેક આધાર પર સ્ત્રી ફૂલ અને ઘણા પુરુષ ફૂલ હોય છે. ફળ એક જ બીજ ધરાવતું કાંદુ છે. નાળિયેરના ફૂલો 7-10 વર્ષ પછી જ ખીલે છે. ફૂલો મોટા લીલી કળીની અંદર વિકસે છે. ફૂલ આછા પીળા રંગના હોય છે. 

 ઉપયોગો

  • નાળિયેળના પત્તાંનો ઉપયોગ ધરની છત બનાવવા ઉપયોગી થાય છે.
  • નાળિયેળના તેલને કોપરેલ તરીકે ઓળખવામાં આવે છે. કોપરેલનો ઉપયોગ માથાના વાળના પોષણ તેમ જ સૉંદય વધારવા માટે બહોળા પ્રમાણમાં કરવામાં આવે છે. 
  • નાળિયેર તેલનો ઉપયોગ રસોઈ બનાવવા માટે પણ થાય છે. 
  • દક્ષિણ ભારતના લોકો મોટાભાગે પાકેલા કોપરાનો ઉપયોગ ચટની બનાવવા, શાક પર, દાળમાં અને ખીચડી પર પણ કરે છે. 
  • નાળિયેર ઉપરના છોલામાંથી દોરડા, કાથી અને શીકાં બનાવાય છે. 
  • કાચલીમાંથી આફ્રિકાના લોકો પ્યાલા અને ચમચા બનાવે છે જ્યારે આપણા દેશના લોકો પાણી કાઢવાના ડોયા બનાવે છે. 
  • આ ઝાડની લાકડી અને શાખામાંથી સાવરણી અને દોરડા બનાવી શકાય છે. 
  • લાકડુ બળતણના ઉપયોગમાં લઈ શકાય છે. 
  • ફૂલોનો ઉપયોગ આયુર્વેદિક દવાઓમાં કરવામાં આવે છે. 
  • નારિયેળનું પાણી ઠંડુ, હૃદયને હિતકારી, ભૂખ લગાડે તેવું, શુક્રધાતુની વૃદ્ધિ કરે તેવું, તરત અને પિત્તદોષને શાંત કરનાર અને ‘બસ્તિશુદ્ધિકર પરમ્’ એટલે કે મૂત્રાશયને શુદ્ધ કરનાર છે.
  • નારિયેળના પાણીમાં મેગ્નેશિયમની અને કેલ્શિયમનું પ્રમાણ ઘણું હોય છે. નારિયેળના પાણીમાં સોડિ્યમનું પ્રમાણ નહીંવત હોવાથી સોજાનાં દર્દોમાં ખૂબ જ ઉપયોગી મનાય છે.
  • નાળિયેળનું પાણી શરીરમાં રહેલા પાણીને લગભગ મળતું આવે છે. ઝાડા-ઉલટી કે કોલેરા જેવાં દર્દોમાં પાણી ઘટી જવાની સમસ્યામાં નાળિયેળનું પાણી ઘણું ઉપયોગી થઈ શકે છે. આ પ્રકારનાં દર્દોમાં દર્દીને મોં વાટે થોડું થોડું નાળિયેનું પાણી આપવું. એમાં મોસંબીનો રસ કે ગ્લુકોઝ ઉમેરી શકાય.
  • ઘણીવાર ચહેરા પર ઉપર કે શરીરના બીજા ભાગની ચામડી ઉપર, ચામડીના કલરના જ મસા થાય છે. આ મસાની કાળજી લેવામાં ન આવે તો બીજી જગ્યાએ પણ થાય છે. અને વધે છે. આ મસાને ‘ચર્મકીલ’ને નામે ઓળખવામાં આવે છે. ચહેરા પરના મસા ચહેરાની સુંદરતામાં ઘણીવાર બાધક બને છે. આ પ્રકારના મસામાં નારિયેળનું (શ્રીફળનું) પાણી ખૂબ જ ઉપયોગી પુરવાર થયું છે. ચામડીના મસા ઉપર રોજ પાંચથી સાત મિનિટ સુધી શ્રીફળના પાણીનું મસાજ કરવાથી થોડાક દિવસોમાં મસા સંપૂર્ણપણે મટી જાય છે.
  • સૂકા નારિયેળના છોતરાં કાઢી, એ છોતરાને સૂડીથી નાની કતરણ કરી એક ચલમમાં ભરવા. ચલમમાં ભર્યા પછી એને સળગાવી જે દર્દીને હેડકી આવતી હોય એને આ ચલમ પીવા માટે આપવી. ચલમમાંના નાળિયેળનો ધુમાડો અંદર જઈને વાસુદોષની વિકૃત, ગતિને પૂર્વવત કરે છે. જેનાથી હેડકીના વેગ ધીમેધીમે બંધ થઇ જાય છે.

ધર્મમાં

    હિંદુ ધર્મમાં મંદિરોમાં દેવી-દેવતા પાસે નાળિયેળ વધેરવામાં આવે છે,તેની પાછળ બલીદાનની ભાવના છે. મનુષ્ય અને પશુનું બલીદાન આપવાવાળા પ્રાચીન માનવને વિશ્વામિત્ર દ્વારા નિર્મિત પ્રતિક-સૃષ્ટિના નર અર્થાત નાળિયેળનું બલિદાન આપવાનું સુચન કર્યું છે. પાકી ગયેલું નાળિયેળ હિંદુ ધર્મમાં પ્રવિત્ર ફળ મનાય છે અને મંદિરમાં ભગવાનને ધરાવાય છે

માન્યતા 

  • માનવામાં આવે છે કે 'નાળિયેર' નામ સ્પેનિશ અને પોટુૅગીઝ સંશોધકો દ્વારા આપવામાં આવ્યું છે. 
  • બીજી માન્યતા એવી છે કે ઇબેરિયન 'અલ કોકો' પરથી આવ્યું છે જે એક પૌરાણિક રૂવાંટી વાળા રાક્ષસનો સંદર્ભ કરે છે. ફળની આજુબાજુ કનૅલ અને વાળ કદાચ આ જોડાણ પેદા કરે છે.
  • કાઠિયાવાડના લોકો છોલસોતા નારિયેળમાં અંગુઠેથી સોપારી પેસારી દેવાની બળવાન રમત રમે છે. 
  • નાળિયેરીની ખેતીમાં ઇન્ડોનેશિયા પ્રથમ ક્રમે, ફિલિપાઈન્સ બીજા ક્રમે અને ભારત ત્રીજા ક્રમે આવે છે. આપણા ગુજરાત રાજ્યમાં નાળિયેરીની ખેતી બવ ઓછા પ્રમાણમાં કરવામાં આવે છે,જેમાં જુનાગઢ, નવસારી, વલસાડ, સુરત અને ભાવનગર જિલ્લામાં નાળિયેરીનું વાવેતર મોખરે છે. 



ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

કરંજ નું ઝાડ /કણજી(Millettia pinnata)

  કરંજ નું ઝાડ /કણજી      કરંજ મોટા કદ નુ ઝાડ છે અને સમાન પહોળા ફેલાય છે. કરંજ 15-25 મીટર(50-80 ફૂટ) સુધી વધે છે. કરંજના ઝાડનો વિકાસ શરૂઆત માં ખૂબ જ ધીમો થાય છે. કરંજ વૃક્ષ ના મૂળ માં જ્યારે ભેજનુ પ્રમાણ ઓછું થઈ જાય ત્યારે પાંદડાં ખરી જાય છે. કરંજ ના દાતણ નો સ્વાદ કડવો અને તીખો હોય છે. કરંજ ઝાડના બીજ અર્ક, પાંદડા, મૂળની છાલ અને સ્ટેમની છાલમાં એન્ટિ વાયરલ ગુણ હોય છે અને ખાવાલાયક હોય છે.  હવે આપણે કરંજ ના ઝાડના ભાગ વિશેની માહિતી જોઈશુ. 1) થડ     કરંજ નુ થડ સીધું અથવા કુટિલ હોય છે. તેનો વ્યાસ 50-80 સેેન્ટિમીટર(20-30 ઇંચ) હોય છે. થડ પર ભૂરા રંગની છાલ હોય છે. આ છાલ તંતુમય હોય છે, જેથી દોરડામાં ફેરવી શકાય છે.  2) પાંદડા કરંજના ઝાડના પાંદડા જ્યારે યુવાન હોય ત્યારે ગુલાબી-લાલ રંગના અને પરિપક્વ થઈ જાય ત્યારે લીલા રંગના થઈ જાય છે. આ પાંદડા એકબીજાથી વિરુદ્ધ, તીવ્ર , ચળકતા, લાંબા અને લંબગોળાકાર હોય છે. કરંજ ઝાડના પાંદડા 5-10 સે.મી. લાંબા અને 4-6 સે.મી. પહોળા હોય છે.  3)ફળ  કરંજના ઝાડ પર ફળ આવવાનો સમયગાળો એપ્રિલ - જૂન મહિના સુધીનો હોય છે. આ ઝાડ પર અસંખ્ય, લંબગોળાકાર, 3-6 સે.મી. લાંબા તથા 2-3 સે.મી.

બદામનું ઝાડ(almond tree)

 બદામનું ઝાડ      બદામનું ઝાડ મોસમ દરમિયાન પાંદડાં ગુમાવે છે તેથી તે પાનખર વૃક્ષ ગણાય છે. આ ઝાડ  6-7 મીટરની ઊંચાઈ સુધી વધે છે. આ ઝાડ તેની ઉંમરના 8 વર્ષે પરિપક્વતા અવધિમાં પ્રવેશે છે. આ ઝાડનું આયુષ્ય 50 વર્ષ જેટલું માનવામાં આવે છે. આ વૃક્ષની કુંપણ લીલી હોય છે, પછી જાંબુડો થતી જાય છે અને બીજા વર્ષે તે રાખોડી બની જાય છે. આ ઝાડ પ્રાચીન અખરોટનું એક વૃક્ષ ગણાય છે જે માણસો દ્વારા ઉગાડવામાં આવતું હતું. આ ઝાડ રોસાસિ પરીવારનું છે. બદામના ઝાડની ખેતી તેના ફળ બદામ માટે કરવામાં આવે છે. બદામ તેલના ઉત્પાદનના અવશેષો ઝેરી છે અને તેનો ઉપયોગ પશુઓના ખોરાક માટે કરી શકાય નહીં. મોટાભાગે યુ. એસ, સ્પેન, ઇટાલી, ઈરાન, સીરીયા, મોરોક્કો અને ઓસ્ટ્રેલિયા જેવાં દેશોમાં બદામના ઝાડની ખેતી કરવામાં આવે છે. આર્મેનિયા અને અઝેરબીજાનમાં બદામનું પ્રથમ વાવેતર થયું હોવાનું મનાય છે. છેલ્લા બે દાયકામાં કેલિફોર્નિયા બદામના ઉત્પાદનમાં ત્રણ ગણો વધારો થયો છે, જે વિશ્વના પુરવઠાની 80% કરતાં વધું કેલિફોર્નિયા હિસ્સો ધરાવે છે. આ ઝાડના ફળ માટે બે જુદી જુદી અને સુસંગત ફળ આપવાની જાતો રોપવામાં આવે છે, જેથી પરાગ એક ઝાડ થી બીજા સુધી મુસાફરી કરી

જાંબુડો /jambudo( jamun tree)

 જાંબુડો      જાંબુડો સામાન્ય રીતે હિમાલય, ભારત, શ્રીલંકા, મલેશિયા અને ઓસ્ટ્રેલિયામાં મોટા પ્રમાણમાં ઉગાડવામાં આવે છે. આ ઝાડની ઊંચાઈ આશરે 30-35 ફૂટ સુધીની હોય છે. આ ઝાડનો વિકાસ થતા 3-5 વર્ષ જેટલો સમય લાગે છે. આ ઝાડ 60-70 વર્ષ સુધી ફળ આપે છે. જાંબુડો એકદમ ઘટાદાર વૃક્ષ નથી. આ ઝાડની ડાળીઓ બટકણી હોય છે. આ ઝાડનું મૂળ ઘર ભારત અથવા ઇસ્ટ ઇન્ડિઝ છે. સામાન્ય રીતે રોપાવાળા જાંબુના ઝાડ 8-10 વર્ષની ઉંમરે ફળ આપવાનું શરૂ કરી દે છે જ્યારે કલમ વાળા અથવા સળિયાવાળા ઝાડ 6-7 વર્ષે ફળ આપવાનું શરૂ કરી દે છે.  માટી      આ ઝાડ જમીનની વિશાળ શ્રેણીમાં ઉગાડવામાં આવે છે. આ છોડના સારા વિકાસ માટે ઠંડો વિસ્તાર અને પાણીવાળી માટીની જરૂર પડે છે. આ ઝાડ ખારાશ અને પાણી ભરાયેલી પરિસ્થિતિમાં પણ સારી રીતે વિકાસ કરી શકે છે પણ ખૂબ ભારે કે હળવા રેતાળ જમીન પર ઉગાડવુ શક્ય નથી.  વાતાવરણ કેવુ જોઈએ?      ઉષ્ણકટિબંધીય વિસ્તારમાં આ જાંબુડાનો સારો વિકાસ થાય છે. તે હિમાલયની નીચલી રેન્જમાં 1300 મીટરની ઊંચાઈ સુધી વધતી જોવા મળે છે. જ્યારે ફળ આપતું બંધ થઈ જાય ત્યારે જાંબુડાને શુષ્ક હવામાની જરૂર પડે છે. ઉષ્ણકટિબંધીય વિસ્તારમાં, પ્રારંભિક વરસા