મહાશિવરાત્રી
મહાશિવરાત્રી એ હિન્દુઓ નો તહેવાર છે. ભારતમાં આ પવૅ ખૂબ જ ધામધૂમથી ઉજવાય છે. આમ તો પવૅ દર મહિનાની કૃષ્ણપક્ષના ચતુર્દશીના દિવસે આવે છે પણ ફાગણ મહિનાના કૃષ્ણપક્ષના ચતુર્દશીના દિવસે આવે તેને આપણે મહાશિવરાત્રી કહિયે છીએ.
આ તહેવાર ભગવાન શિવજીનો તહેવાર છે. આ દિવસે શિવલિંગ પર જળ, દૂધ, બિલિપત્ર અને ભાંગ ચડાવવામાં આવે છે અને વિધિ અનુસાર ભગવાન શિવજીની પૂજા કરવામાં આવે છે.આ દિવસે ઉપવાસ પણ કરવામાં આવે છે. આ દિવસે શક્કરિયા, દૂધ અને ફળો ખાઈ શકાય છે. શિવ ભક્તો ૐ નમઃ શિવાય ના પાઠ પણ કરે છે.
ભગવાન શિવ સાથે મહાશિવરાત્રી ને લગતી કેટલીક માન્યતાઓ છે.
હિન્દુ ધાર્મિક અનુસાર આ દિવસે ભગવાન શિવના લગ્ન જગત જનની પાર્વતી સાથે થયા હતા.
એવું પણ માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન શિવ એ તાંડવ કરી પોતાની ત્રીજી આંખ ખોલી હતી અને આ આંખની જ્યોતથી બ્રહ્માંડનો અંત કર્યો હતો.
કેટલાક વિદ્વાનો એમ પણ માને છે કે આ દિવસે ભગવાન શિવે કાલકુટ નામનું વિષ પીધું હતું.
મહાશિવરાત્રી કેમ મનાવવામાં આવે છે
દરેક ચંદ્ર મહિનાનો ચૌદમો દિવસ અથવા અમાસના આગળનો દિવસ શિવરાત્રી તરીકે ઓળખાય છે. એક વષૅમાં 12 શિવરાત્રી આવે છે અને આ શિવરાત્રીઓમાં મહાશિવરાત્રી ને સૌથી વધુ મહત્ત્વ આપવામાં આવે છે, જે ફેબ્રુઆરી - માર્ચ મહિનામાં આવે છે. આ દિવસની રાત્રે ઉત્તરીય ગોળાર્ધની સ્થિતિ એવી રીતે થાય છે કે માનવ ઊર્જા કુદરતી રીતે આગળ વધે છે. આ દિવસે પ્રકૃતિ માણસને તેના આધ્યાત્મિક શિખરે પહોંચવામાં મદદ કરે છે. આ સમયનો ઉપયોગ કરવા માટે ઉજવણી આખી રાત ચાલે છે. આ રાત્રે તમારી કરોડરજ્જુને સીધી રાખી કુદરતી પ્રવાહને વહેરવની સંપૂર્ણ તક આપવી.
મહાશિવરાત્રીનું મહત્વ
આધ્યાત્મિક માર્ગને અનુસરે તેવા સાધકો અને વિસ્વની મહત્વકાંક્ષામાં મગ્ન છે તેમના માટે મહાશિવરાત્રીનું ખૂબ જ મહત્વ છે. પારિવારિક સંજોગોમાં લોકો શિવના લગ્નની ઉજવણી અને સાંસારિક મહત્વકાંક્ષામાં ડૂબી ગયેલા લોકો શિવનો દિવસ એટલે કે શત્રુઓ પર વિજય મેળવવાની ઉજવણી કરે છે. સાધકો આ દિવસે કૈલાસ પર્વત સાથે સ્થિર થઈ ગયા હતા. યોગિક પરંપરામાં શિવને આદિગુરુ માનવામાં આવે છે, જેમાંથી પ્રથમ જ્ઞાનનો ઉદ્ભવ થયો હતો. ધ્યાનના હજાર વર્ષ પછી એક દિવસ તે સ્થિર થઈ ગયો તે મહાશિવરાત્રીનો દિવસ હતો. તે દિવસે તેની અંદરની બધી પ્રવૃત્તિઓ શાંત અને સ્થિર થઈ ગઈ તેથી સાધક મહાશિવરાત્રીને સ્થિરતાની રાત તરીકે ઉજવે છે.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો
If you have any query and suggetion, fill free to write in comment section below