પીપળો
પીપળો સદાબહાર અથવા પાનખર વૃક્ષ છે. પીપળાનુ વૃક્ષ બધા વૃક્ષો કરતાં લાબું આયુષ્ય ધરાવે છે. આ ઝાડને બો ટ્રી, બોધી ઝાડ, પીપળનું ઝાડ, પવિત્ર અંજીર જેવા અનેક નામથી ઓળખવામાં આવે છે. જેની ઊંચાઈ 10-25 મીટર સુધીની હોય છે અને વ્યાસ 1.5-2 મીટર ડીબીએચ જેટલો હોય છે. આ ઝાડની શાખાઓ અનિયમિત આકારની અને વ્યાપક ફેલાયેલી હોય છે. કેટલીક શાખાઓ મૂળ સુધી પહોંચી જાય એટલી નીચી હોય છે. શાખાઓનો વિકાસ ખૂબ જ ઝડપથી થાય છે. ગામની પાદરે પીપળાના ઝાડ વધારે જોવા મળે છે. ગામડામાં મોટા ભાગના વૃધ્ધ લોકો સાંજના સમયે પીપળાના ઝાડ નીચે બેસેલા જોવા મળે છે.
પીપળાના છોડને કઈ ઋતુમા વાવવામાં આવે છે?
ખાસ કરીને જૂન મહિનાનો સમયગાળો પીપળાના છોડને વાવવા માટે ઉત્તમ છે, કારણ કે જૂન મહિના પછી છોડને જુલાઈ - ઓગસ્ટ નો વરસાદ મળી રહે અને થોડો સપ્ટેમ્બરનો પણ મળી રહે જેથી કરીને છોડનો વિકાસ સારો એવો થાય છે.
પીપળાની જડ તક એટલે શું?
પીપળાની જડ તક એટલે એવું કહી શકાય કે પીપળાના મૂળિયાં સુધી.
1)થડ
આ ઝાડનું થડ અનિયમિત આકારનું હોય છે. છાલનો રંગ ભુખરો હોય છે. થડના ઉપરના ભાગનો વ્યાસ 1.5-2 મીટર જેટલો હોય છે. છાલ સરળ હોય છે. થડના લાકડામાંથી દુધિયા રસ જેઉ નીકળે છે. તેની છાલ ટેનિંગમાં વપરાય છે.
2) પાંદડાં
પાંદડા ઘેરા લીલા રંગના હોય છે. 10-18 સેમી લાંબા અને 7.5-10 સેમી પહોળા હોય છે. આ પાંદડાંનો પાછડનો ભાગ 7.5-10 સેમી જેટલો લાંબો હોય છે. પાંદડા વૈકલ્પિક, સપૉકાર રૂપે ગોઠવાયેલા હોય છે. જે અંડાશય ત્રિકોણાકાર અને હૃદય આકારના હોય છે. નવા પાંદડાં ભારતમાં એપ્રિલમાં દેખાય છે.
3) ફળ
આ ઝાડના ફળને ટેટા કહેવાય છે,તે હંમેશા મેં - જૂનમાં આવે છે. આ ટેટાની અંદર અંજીરમાં આવે તેવા નાના દાણા હોય છે. ટેટા ગોળાકાર હોય છ તેની સાઈઝ 1.5 સેમી જેટલી હોય છે. આ ટેટા ઉપર લાલ ટપકા હોય છે જે જાંબુડિયા થાય ત્યાં સુધી પાકે છે. ટેટાને ખાવાના ઉપયોગમાં પણ લઈ શકાય છે.
4) ફૂલ
ગુલાબી રંગ જેવા ફુલો આવે છે.
ઉપયોગ
- ઔષધી તરીકે પણ આ વૃક્ષનો ઉપયોગ થાય છે. આ વૃક્ષની છાલની રાખને પાણીમાં ઓગાળીને પીવાથી ઉલ્ટી બધં થાય છે.
- મધની સાથે પીપળાની છાલ ખાવાથી દમ મટાડે છે. ગુંબળા થયા હોય તો પણ પીપળાના વૃક્ષની છાલ લગાડવામાં આવે છે. ગુણ માં તે શીતળ અને પિતહર છે.
- હ્રદયની ઘણી બીમારીથી રક્ષણ માટે પીપળાના પાન ખૂબ ફાયદાકારક સાબિત થયા છે. પીપળાના દાતણથી દાંત સાફ કરવાથી દાંતાની પીડા દૂર થાય છે.
- પીપળાની લાખ રંગવામાં તેમ જ અન્ય ઉપયોગમાં લેવામાં આવે છે.
- તેનું લાકડું યજ્ઞ સમાધિમાં વપરાય છે.
- દુષ્કાળના સમયમાં ટેટાનો ઉપયોગ ખોરાક તરીકે થાય છે.
- પાંદડા પશુઓના ઘાસચારા માટે વપરાય છે, જેમાં 10-14% પ્રોટીન હોય છે.
- લાકડાનો ઉપયોગ બળતણ તરીકે કરી શકાય છે.
- લાકડાના દુધિયા રસમાંથી ચુનો તૈયાર કરી શકાય છે.
- પાકેલ ફળ ખાવાથી લોહી હૃદય રોગ, દાંતનો દુખાવો અને પાચનમાં મદદ કરે છે.
- અસ્થમાં માં સુકા ફળના બીજનો ઉપયોગ કરવામાં આવે છે.
- યુવાન છાલ પેશાબના સ્ત્રાવ માટે ઉપયોગી છે.
પીપળો એ હિંદુ ધર્મનું એક ધાર્મિક વૃક્ષ છ. હિંદુ સનાતન સંસ્કૃતિમાં પવિત્ર અને પુજનીય ગણાય છે . પીપળાને સંસ્કૃતમાં અશ્વત્થ કહેવાય છે.
પીપળાનુ ધાર્મિક મહત્વ પણ છે અને ઔષધી તરીકે પણ ઓળખવામાં આવે છે. કેટલાક તહેવારોમાં પીપળાની પુજા કરવામાં આવે છે
ધાર્મિક મહત્વ
ભારતીય સંસ્કૃતિમાં પીપળાને દેવ વૃક્ષ કહેવાય છે ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે બઘાજ વૃક્ષોમાં હું પીપળ છું.
હિંદુ ધર્મ
પીપળો વિષ્ણુને પ્રિય મનાય છે. અને તેની નીચે બેસીને શ્રાદ્ધાદિક કર્મ કરવામાં આવે છે.વિષ્ણુ ભગવાન દેવોના કલ્યાણ માટે પીપળારૂપે પ્રકટ થયા એમ અથર્વણ મુનિનું પિપ્પલાદ મુનિ પ્રત્યે કથન છે. બધા દેવો શંકરનાં દર્શન કરવા ગયા. પ્રથમ તપાસ કરવા માટે અગ્નિ ભિક્ષુકના વેશે ગયેલો, ત્યારે દેવોએ ઉપહાસ કર્યો એમ જાણી પાર્વતીજીએ બધા દેવોને વૃક્ષ થઈ જવાનો શાપ આપ્યો. એથી બ્રહ્મા ખાખરા રૂપે, શંકર વડ રૂપે અને વિષ્ણુ પીપળા રૂપે થયા. તેમ બધા દેવતાઓ પીપળાને વિષે વાસ કરી રહ્યા. દેવાંગનાઓ લતારૂપે અને અપ્સરાઓ સુંગંધી પુપ્ષવાળી માલતી વગેરે લતા થઈ આ કથા સનત્કુમાર સંહિતામાં કાર્તિકમાહાત્મ્ય ખંડમાં વર્ણવી છે. વેદના કાળમાં સોમવલ્લીની પૂજા થતી હતી તેમ અત્યારે આ ઝાડમાં બ્રહ્માનો વાસ માની તેને પૂજ્ય ગણાય છે. કેટલાક ત્રણે દેવતાના વાસનું કહે છે. મુખ્યત્વે વિષ્ણુના કૃષ્ણાવતારનો વાસ છે. આ કારણને લીધે હિંદુ તેની પૂજા કરે છે. પાણી, સાકર, દૂધ, સિદૂર વડે તેને પૂજે છે. તેનો કોઈ પણ ભાગ હિંદુ કાપતા નથી. આ ઉપરાંત બ્રાહ્મણો જનોઇ ઉતારી પીપળાને અર્પણ કરે છે.પીપળાના ઝાડની પૂજા કરવાનું વિધાન ધર્મ ગ્રંથોમાં પણ કરવામાં આવ્યું છે. પીપળાની પૂજા કરવાથી ગ્રહ દોષ સહિતની સમસ્યાઓ દૂર થાય છે. જો કે આ પીપળાનું મહત્વ ધાર્મિક દ્રષ્ટિથી વધારે હોવાની સાથે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી પણ વધારે છે.
બૌદ્ધ ધર્મમાં
સિલોનમાં અનિરુદ્ધપુર શહેર નજીકમાં આવેલું બૌદ્ધિ ઝાડ જે મુખ્ય ઝાડની ડાળીમાંથી આ ઝાડ ઉત્પન્ન થયું છે.બૌદ્ધ ધર્મમાં આ ઝાડને ઘણું પવિત્ર માનેલું છે. સિલોનમાં અનિરુદ્ધપુર શહેર નજીક એક પીપળાનું ઝાડ છે, જે ઈ.સ. પૂર્વે ૨૮૮માં વવાયું હતું. એમ કહેવાય છે કે જે ઝાડ નીચે બુદ્ધ ભગવાન બેઠા હતા, તે ઝાડની ડાળીમાંથી આ ઝાડ ઉત્પન્ન થયું છે. જયારે ઈ.સ. ૧૮૮૭માં વાવાઝોડાથી આ ઝાડનું મુખ્ય થડ પડી ગયું. ત્યારે ત્યાંના બુદ્ધ ધર્મગુરુઓએ આ ઝાડના બધા પડી ગયેલ ભાગ એકઠા કરી વિધિ પ્રમાણે દાટયા હતા.
સનાતન ધર્મમાં જીવજંતુઓ અને વૃક્ષોને ધર્મ સાથે જોડાયેલી ગણવામાં આવી છે. આમ કરવાનું કારણ તેનું જતન કરવાનું પણ છે. વ્યક્તિ તેની આસ્થા સાથે જોડાયેલી વસ્તુનો નાશ કરતો નથી અને તેનું જતન કરે છે. આવી જ માન્યતા પીપળાના વૃક્ષ સાથે જોડાયેલી છે. માનવામાં આવે છે કે તેમાં ભગવાન વિષ્ણુનો વાસ હોય છે તેથી તેને કાપવાને બદલે તેનું જતન કરવામાં આવે છે. તો ચાલો આજે એવા કારણો વિશે પણ જાણીએ જે ધર્મ નહીં પણ વિજ્ઞાન સાથે જોડાયેલા છે.
- પીપળાનું વૃક્ષ દિવસ રાત ઓક્સીજન છોડે છે. એટલા માટે આ વૃક્ષ આપણા પર્યાવરણ માટે ખૂબ લાભકારી છે.
- પીપળાનું ઝાડ એક માત્ર એવું ઝાડ છે જે ક્યારે પાન વિહોણુ થતું નથી. એટલે કે તેમાં પાન હંમેશા જોવા મળે છે. તેમાંથી જૂના પાન ખરે છે પરંતુ નવા પાન આવી પણ જાય છે.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો
If you have any query and suggetion, fill free to write in comment section below