મુખ્ય સામગ્રી પર જાઓ

પોસ્ટ્સ

એપ્રિલ, 2021 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

હનુમાન જયંતી(Hanuman Jayanti)

 હનુમાન જયંતી      હનુમાન જયંતી એ એક હિન્દુ ધાર્મિક તહેવાર છે. આ તહેવાર ભારતમાં વિક્રમ સંવત મુજબ ચૈત્ર સુદ પૂનમના દિવસે ઉજવવામાં આવે છે.આ દિવસે હિન્દુ હનુમાનજીના જન્મની ઉજવણી કરે છે, જે ભારત અને નેપાળમાં ખૂબ પૂજનીય છે.આ શુભ દિવસે ભગવાન હનુમાનજીના ભક્તો તેમને ઉજવે છે અને તેમના રક્ષણ અને આશીર્વાદ મેળવે છે. તેઓ તેમની પૂજા અર્ચના કરવા અને ધાર્મિક અર્પણ કરવા મંદિરોમાં ઉમટે છે.હનુમાન જયંતિ ભગવાન હનુમાનજી ના ભક્તો માટે ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ છે. એવું માનવામાં આવે છે કે બજરંગ બલીને વનરા ભગવાન તરીકે પણ ઓળખવામાં આવે છે, આ દિવસે  હનુમાનજીનો જન્મ થયો હતો તેથી આ દિવસને હનુુમાનજી જન્મજયંતિ તરીકે મનાવવામાં આવે છે. આ દિવસે હનુમાનજીની સાથે ભગવાન શ્રી રામ અને માતા સીતાજીના પણ પૂજા સ્મરણ કરાય છે.       હનુમાન જયંતિ દરમિયાન, હિન્દુઓ વહેલી સવારથી પવિત્ર સ્નાન કરે છે અને કાં તો હનુમાનજીના  મંદિરોમાં જાય છે અથવા જો તેઓનું પોતાનું મંદિર મંદિર હનુમાનને સમર્પિત હોય તો ઘરે પૂજા-અર્ચના કરે છે. દુષ્ટ આત્માઓને જીતવા અને વાંચન અને સાંભળનારાઓને માનસિક શાંતિ પ્રદાન કરવા માટે હનુમાન ચાલીસા વાંચવામાં આવે છે. લોકો રામના અ

વખડો(Salvadora persica)

 વખડો      આ ઝાડ કદમાં નાનું હોય છે. વખડાની ઊંચાઈ 4-5 મીટર જેટલી હોય છે.આ ઝાડને ડાળીઓ વધારે હોય છે.આ ઝાડ પડતર અને ગૌચર જમીનમાં વધારે જોવા મળે છે. આ ઝાડ રણ વિસ્તારમાં ઊંટનું પ્રિય ભોજન છે. ગુજરાતમાં વખડો પીલુડી તરીકે અને વઢિયાર પંથકમાં જારૂ તરીકે ઓળખાય છે. વખડા 2 પ્રકારના હોય છે.   1) ખારો વખડો      આ વખડાના પાંદડાંનો સ્વાદ ખારો હોય છે અને ફળ માગશર મહિનામાં આવે છે.  2)મીઠો વખડો       આ વખડાના પાંદડાંનો સ્વાદ મીઠો હોય છે અને ફળ ચૈત્ર મહિનામાં આવે છે.  1)થડ      થડની ઊંચાઈ 2-3 મીટર જેટલી હોય છે. થડનો વ્યાસ 1-2 ફુટ જેટલો હોય છે. તિરાડ વાળી, કકૅશ અને ભુખરા રંગની હોય છે જ્યારે મૂળની છાલ રેતીના રંગ સમાન અને અંદરની છાલ આછા ભુરા રંગની હોય છે.  2) પાંદડાં      પાંદડા કદમાં 3-6 સેમી જેટલા હોય છે. આ ઝાડના પાંદડા લીલા રંગના અને લંબગોળાકાર હોય છે. તાજા પાંદડાં કચુંબર તરીકે ઉપયોગમાં લઈ શકાય છે.  3) ફળ      આ ઝાડના ફળને પીલુ કહેવાય છે. પીલુ કદમાં 10 મીમી  જેટલા નાના દાણા જેવા ગોળાકાર હોય છે. સફેદ અને ગુલાબીથી જાંબુડિયા એમ બે રંગના પીલુ હોય છે. ખારા વખડાના પીલુ સ્વાદમાં મીઠા અને મીઠા વખડાના પીલુ સ્વાદમ

પીપળો( Peepal tree)

પીપળો       પીપળો સદાબહાર અથવા પાનખર વૃક્ષ છે. પીપળાનુ વૃક્ષ બધા વૃક્ષો કરતાં લાબું આયુષ્ય ધરાવે છે. આ ઝાડને બો ટ્રી, બોધી ઝાડ, પીપળનું ઝાડ, પવિત્ર અંજીર જેવા અનેક નામથી ઓળખવામાં આવે છે. જેની ઊંચાઈ 10-25 મીટર સુધીની હોય છે અને વ્યાસ 1.5-2 મીટર ડીબીએચ જેટલો હોય છે. આ ઝાડની શાખાઓ અનિયમિત આકારની અને વ્યાપક ફેલાયેલી હોય છે. કેટલીક શાખાઓ મૂળ સુધી પહોંચી જાય એટલી નીચી હોય છે. શાખાઓનો વિકાસ ખૂબ જ ઝડપથી થાય છે. ગામની પાદરે પીપળાના ઝાડ વધારે જોવા મળે છે. ગામડામાં મોટા ભાગના વૃધ્ધ લોકો સાંજના સમયે પીપળાના ઝાડ નીચે બેસેલા જોવા મળે છે.  પીપળાના છોડને કઈ ઋતુમા વાવવામાં આવે છે?      ખાસ કરીને જૂન મહિનાનો સમયગાળો પીપળાના છોડને વાવવા માટે ઉત્તમ છે, કારણ કે જૂન મહિના પછી છોડને જુલાઈ - ઓગસ્ટ નો વરસાદ મળી રહે અને થોડો સપ્ટેમ્બરનો પણ મળી રહે જેથી કરીને છોડનો વિકાસ સારો એવો થાય છે.  પીપળાની જડ તક એટલે શું?       પીપળાની જડ તક એટલે એવું કહી શકાય કે પીપળાના મૂળિયાં સુધી.  1)થડ      આ ઝાડનું થડ અનિયમિત આકારનું હોય છે. છાલનો રંગ ભુખરો હોય છે. થડના ઉપરના ભાગનો વ્યાસ 1.5-2 મીટર જેટલો હોય છે. છાલ સરળ હોય છે. થડના

નાળિયેરી/Naliyeri( Coconet tree)

નાળિયેરી      નાળિયેળીનુ વૃક્ષ ઘણાં વર્ષોપેલાનુ છે.નાળિયેરીને 'કલ્પવૃક્ષ' અથવા 'સ્વર્ગનું વૃક્ષ' પણ કહેવાય છે. વૃક્ષ ઉંચુ અને ડાળીઓ વીનાનુ હોય છે. આ ઝાડની ઊંચાઈ 25 મીટર (80 ફૂટ) જેટલી હોય છે. નાળિયેરી દરીયા કિનારે જોવા મળે છે. હિન્દુ ધર્મમાં તેનું ધાર્મિક મહત્વ છે. નાળિયેરી વધારે કેરલ, પશ્ર્ચિમ બંગાળમાં અને ઓડિશામા થાય છે.દક્ષિણ ભારતના લોકોનું જીવન નાળિયેરી છે એમ કહીએ તો પણ ચાલે. હવામાન       નાળિયેરીને દરિયાકાંઠાનું ગરમ, ભેજવાળું અને વધારે વરસાદ વાળું સમઘાત વાતાવરણ માફક આવે છે. જયાં ઉષ્ણતામાનમાં બવ મોટા ફેરફાર થતા ના હોય અને બારેમાસ ભેજ  જળવાઈ રહેતો હોય તેવું હવામાન ફાલ બેસવા માટે ઘણું જ અનુકૂળ આવે છે. જે વિસ્તારમાં સરેરાશ ઉષ્ણતામાન 210 સેમી થી નીચે રહેતું હોય ત્યાં ઝાડના ફૂલના કાતરા નીકળવાનું બંધ થઈ જાય છે.  જમીન       નાળિયેરીને નબળી નિતારશક્તિ વાળી ક્ષારીય અને પથ્થરના પડ વાળી જમીન સિવાય લગભગ બધી પ્રકારની જમીનમાં ઉગાડી શકાય છે. આ પાક માટે દરિયાકાંઠાની ફળદ્રુપ, ગોરાડું, રેતાળ, કાંપવાળી અને સારા નિતારવાળી જમીન વધું અનુકૂળ આવે છે.  નાળિયેળીમાંં ત્રણ પ્રકારની જાત હોય છે

મહાશિવરાત્રી /Mahashivaratri

 મહાશિવરાત્રી      મહાશિવરાત્રી એ હિન્દુઓ નો તહેવાર છે. ભારતમાં આ પવૅ ખૂબ જ ધામધૂમથી ઉજવાય છે. આમ તો પવૅ દર મહિનાની કૃષ્ણપક્ષના ચતુર્દશીના દિવસે આવે છે પણ ફાગણ મહિનાના કૃષ્ણપક્ષના ચતુર્દશીના દિવસે આવે તેને આપણે મહાશિવરાત્રી કહિયે છીએ.     આ તહેવાર ભગવાન શિવજીનો તહેવાર છે. આ દિવસે શિવલિંગ પર જળ, દૂધ, બિલિપત્ર અને ભાંગ ચડાવવામાં આવે છે અને વિધિ અનુસાર ભગવાન શિવજીની પૂજા કરવામાં આવે છે.આ દિવસે ઉપવાસ પણ કરવામાં આવે છે. આ દિવસે શક્કરિયા, દૂધ અને ફળો ખાઈ શકાય છે. શિવ ભક્તો ૐ નમઃ શિવાય ના પાઠ પણ કરે છે.  ભગવાન શિવ સાથે મહાશિવરાત્રી ને લગતી કેટલીક માન્યતાઓ છે. હિન્દુ ધાર્મિક અનુસાર આ દિવસે ભગવાન શિવના લગ્ન જગત જનની પાર્વતી સાથે થયા હતા. એવું પણ માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન શિવ એ તાંડવ કરી પોતાની ત્રીજી આંખ ખોલી હતી અને આ આંખની જ્યોતથી બ્રહ્માંડનો અંત કર્યો હતો. કેટલાક વિદ્વાનો એમ પણ માને છે કે આ દિવસે ભગવાન શિવે કાલકુટ નામનું વિષ પીધું હતું. મહાશિવરાત્રી કેમ મનાવવામાં આવે છે       દરેક ચંદ્ર મહિનાનો ચૌદમો દિવસ અથવા અમાસના આગળનો દિવસ શિવરાત્રી તરીકે ઓળખાય છે. એક વષૅમાં 12 શિવરાત્રી આવે છે અ