ગુલામોહર
ગુલમોહરને સંસ્કૃતમાં "રાજ-આભરણ" કહેવામાં આવે છે, જેનો અર્થ થાય છે રાજ આભૂષણોથી શણગારેલ વૃક્ષ. ગુલમોહર ના વૃક્ષને શુકનિયાળ કહેવામાં આવે છે. ગુલમોહર છાયાદાર વૃક્ષ છે. જે શોભા અને છાયડાંની દ્રષ્ટિએ ઉપયોગી છે. આ વૃક્ષનો કોઈ એવો ભાગ નથી હોતો જ્યાં ફૂલો આવતાં ના હોય. આ વૃક્ષનો વિકાસ થતા વાર લાગતી નથી. આ વૃક્ષ થોડા સમય માટે જ પાનખરનો શિકાર બને છે. ઉષણતટીય વિસ્તારમાં ગુલમોહર જલ્દીથી ઉગી જાય છે. તેની કલમ પણ લગાવી શકાય છે.આ ઝાડ દેખાવમાં મોર જેવુ લાગતુ હોવાથી પીકોક ટ્રી કહેવાય છે. આ વૃક્ષને પાણીની ઓછી જરૂર પડતી હોવાથી ગમે તે વિસ્તારમાં સહેલાઈથી ઉગે છે. આ વૃક્ષ 5 મીટર થી 12 મીટરની ઊંચાઈ સુધી ફેલાય છે.
1)થડ
આ થડની છાલ આયુર્વેદિક રીતે ખૂબ જ ઉપયોગી છે. આ છાલનો ઉપયોગ આદિવાસી લોકો માથાના દુઃખાવા અને પાચન માટે કરે છે.
2)પાંદડાં
આ ઝાડના પાંદડા લીલા છમમ જેવા કલરના હોય છે.
3)ફળ
4)ફૂલ
ગુલમોહરના ફૂલ લાલ, કેસરી, ભગવો અને પીળા કલરના હોય છે. આ ફૂલો એપ્રિલ મહિના ના છેડે અને મેં મહિનાની શરૂઆતમાં આવે છે. ચૈત્ર મહિનાથી જ આ ફૂલો દેખાવા લાગે છે.આ ફૂલો 8 સેમી ની ચાર પાંખડીના હોય છે અને પાંચમી પાંખડી સીધી અને ટટ્ટાર હોય છે. આ પાંચમી પાંખડીમાં પીળો અથવા તો સફેદ ડાઘ હોય છે. ફૂલો પરથી મધમાખી મકરંદ ગહણ કરે છે અને તેનાથી પરાગણ પણ થાય છે.
ઉપયોગ
- આ વૃક્ષમાં નાઇટ્રોજનૂં પ્રમાણ સ્થિર રાખવાનો અને જમીનની ગુણવત્તામાં સુધારો કરવાનો ગુણ હોય છે.
- ગુલમોહરની છાલ અને બીજ આયુર્વેદિક રીતે ખૂબ જ ઉપયોગી છે.
- માથાના દુઃખાવા અને પાચન માટે આદિવાસી લોકો તેની છાલનો પ્રયોગ કરતા હોય છે.
- ડાયાબીટીસની કેટલીક આયુર્વેદિક દવાઓમાં ગુલમોહરના બીજને અન્ય જડીબુટ્ટીમાં મેળવીને ઉપયોગમાં લેવામાં આવે છે.
- છાલનો ઉપયોગ મલેરિયાની દવામાં થાય છે.
- હોળીના કલર બનાવવામાં ફૂલોનો ઉપયોગ થાય છે.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો
If you have any query and suggetion, fill free to write in comment section below