ગુંદાનુ ઝાડ
ગુંદાના ઝાડ દેખાવ માં ઘણા મોટા હોય છે.
1) થડ
આ ઝાડનું લાકડું અત્યંત ચીકણું અને મજબુત હોય છે.
2)પાંદડાં
પાંદડા ચીકણા તથા લીસા હોય છે. દક્ષિણ ભારત, ગુજરાત અને રાજસ્થાન ના લોકો ક્યારેક નાગરવેલના પાનની જગ્યાએ ગુંદાના પાન વાપરતા હોય છે. આ બંને પાનના સ્વાદ સરખા જેવા હોય છે.
3)ફળ
ગુંદાના ફળનું કદ અને આકાર સોપારી જેવો હોય છે. કાચા ગુંદામાંથી શાક અને અથાણું બનાવવામાં આવે છે. ગુંદાના ફળ પાકી જાય છે ત્યારે મીઠા હોય છે અને તેની અંદર ગુંદરની માફક ચીકણો અને મીઠો રસ હોય છે જે શરીરને જાડું બનાવે છે.
ઉપયોગ
- ઈમારતી કામ માટે આ ઝાડના લાકડાનો ઉપયોગ થાય છે.
- બંદૂકનો કુંદો પણ બનાવવામાં આવે છે.
- ગુંદામાંથી શાક, અથાણાં અને સંભારો બનાવામાં આવે છે.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો
If you have any query and suggetion, fill free to write in comment section below