ખીજડો
ખીજડો આપણું પ્રાચીન વૃક્ષ છે. ખીજડાને સંસ્કૃત માં શમી વૃક્ષ તરીકે પણ ઓળખવામાં આવે છે. શમીનો અથૅ શાંતિ એવો થાય છે.ખીજડાનું ઝાડ મધ્યમ કદનુ અને કાંટાળુ હોય છે.આ ઝાડ ઓછા પાણીમાં થતુ હોવાથી રણ વિસ્તારમાં માણસ અને જાનવર નો સહારો બની રહે છે. ખીજડો 2800 kg જેટલો નાઇટ્રોજન હવામાંથી ખેંચીને ધરતીને આપે છે. ખીજડાના વૃક્ષ નીચે બેસવાથી મન ને શાંતિ મળે છે એવુ માનવામાં આવે છે. પાંડવોને જ્યારે વનવાસ મળ્યો ત્યારે અર્જૂને બ્રહ્માસ્ત્ર જેવા શસ્ત્રો ખીજડાંની અંદર સંતાડયા હતા જેથી શસ્ત્રો શાંત રહે. વસંત ઋતુમાં ખીજડા પર કોળા, ફૂલો અને સીંગો આવે છે. ખીજડો રાજસ્થાન રાજ્યનુ પણ વૃક્ષ છે. દશેરાના દિવસે ખીજડાના વૃક્ષ ની પૂજા કરવામાં આવે છે.
1)થડ
2)પાંદડાં
3)ફળ
ઉપયોગ
- યજ્ઞમાં આ ઝાડનું લાકડું સમિધિ તરીકે વપરાય છે.
- રક્તપિત્ત અને અતિસર ને મટાડે છે.
- આ ઝાડના થડનુ લાકડુ ફર્નિચર માટે વપરાય છે અને તેના મૂળમાંથી હળ બનાવાય છે.
- જૂનું ખરજવું મટાડવા માટે ખીજડાના પાન ખૂબ જ ઉપયોગી છે.
- ખીજડાંની સીંગને વાટી ગુમડા પર લગાવવાથી ગુમડું પાકીને ફૂટી જાય છે.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો
If you have any query and suggetion, fill free to write in comment section below