મુખ્ય સામગ્રી પર જાઓ

પોસ્ટ્સ

ફેબ્રુઆરી, 2021 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

ગુંદાનુ ઝાડ(Cordia myxa)

 ગુંદાનુ ઝાડ      ગુંદાના ઝાડ દેખાવ માં ઘણા મોટા હોય છે.  1) થડ      આ ઝાડનું લાકડું અત્યંત ચીકણું અને મજબુત હોય છે.  2)પાંદડાં            પાંદડા ચીકણા તથા લીસા હોય છે. દક્ષિણ ભારત, ગુજરાત અને રાજસ્થાન ના લોકો ક્યારેક નાગરવેલના પાનની જગ્યાએ ગુંદાના પાન વાપરતા હોય છે. આ બંને પાનના સ્વાદ સરખા જેવા હોય છે.  3)ફળ      ગુંદાના ફળનું કદ અને આકાર સોપારી જેવો હોય છે. કાચા ગુંદામાંથી શાક અને અથાણું બનાવવામાં આવે છે. ગુંદાના ફળ પાકી જાય છે ત્યારે મીઠા હોય છે અને તેની અંદર ગુંદરની માફક ચીકણો અને મીઠો રસ હોય છે જે શરીરને જાડું બનાવે છે.  ઉપયોગ ઈમારતી કામ માટે આ ઝાડના લાકડાનો ઉપયોગ થાય છે.  બંદૂકનો કુંદો પણ બનાવવામાં આવે છે.  ગુંદામાંથી શાક, અથાણાં અને સંભારો બનાવામાં આવે છે. 

ગુલામોહર (Delonix Regia)

ગુલામોહર  ગુલમોહરને સંસ્કૃતમાં "રાજ-આભરણ" કહેવામાં આવે છે, જેનો અર્થ થાય છે રાજ આભૂષણોથી શણગારેલ વૃક્ષ. ગુલમોહર ના વૃક્ષને શુકનિયાળ કહેવામાં આવે છે. ગુલમોહર છાયાદાર વૃક્ષ છે. જે શોભા અને છાયડાંની દ્રષ્ટિએ ઉપયોગી છે. આ વૃક્ષનો કોઈ એવો ભાગ નથી હોતો જ્યાં ફૂલો આવતાં ના હોય. આ વૃક્ષનો વિકાસ થતા વાર લાગતી નથી. આ વૃક્ષ થોડા સમય માટે જ પાનખરનો શિકાર બને છે. ઉષણતટીય વિસ્તારમાં ગુલમોહર જલ્દીથી ઉગી જાય છે. તેની કલમ પણ લગાવી શકાય છે.આ ઝાડ દેખાવમાં મોર જેવુ લાગતુ હોવાથી પીકોક ટ્રી કહેવાય છે. આ વૃક્ષને પાણીની ઓછી જરૂર પડતી હોવાથી ગમે તે વિસ્તારમાં સહેલાઈથી ઉગે છે. આ વૃક્ષ 5 મીટર થી 12 મીટરની ઊંચાઈ સુધી ફેલાય છે. 1)થડ      આ થડની છાલ આયુર્વેદિક રીતે ખૂબ જ ઉપયોગી છે. આ છાલનો ઉપયોગ આદિવાસી લોકો માથાના દુઃખાવા અને પાચન માટે કરે છે. 2)પાંદડાં     આ ઝાડના પાંદડા લીલા છમમ જેવા કલરના હોય છે.    3)ફળ 4)ફૂલ      ગુલમોહરના ફૂલ લાલ, કેસરી, ભગવો અને પીળા કલરના હોય છે. આ ફૂલો એપ્રિલ મહિના ના છેડે અને મેં મહિનાની શરૂઆતમાં આવે છે. ચૈત્ર મહિનાથી જ આ ફૂલો દેખાવા લાગે છે.આ ફૂલો 8 સેમી ની ચાર પાંખડીના હોય છે

ખેર(Senegalia catechu)

 ખેર      ખેર 15(50 ફૂટ) મીટરની ઊંચાઈ સુધી વધે છે. 1)થડ      આ ઝાડના થડનો કલર છીંકણી જેવો હોય છે. આ થડના લાકડાની ઘનતા 0.88 g/cm3 જેટલી હોય છે. થડની છાલ ખરબચડી હોય છે.  2)પાંદડાં      પાંદડાં લીલા કલરના હોય છ. પાંદડાંની લંબાઈ  100-200 મીટરની હોય છે અને આ પાંદડાંની અંદર 8-30 જોડી બીજા નાના પાંદડા હોય છે જેમાં સંખ્યાબંધ ગૌણ પત્રિકાઓ હોય છે અને તે 2-6 મીટર લાંબી હોય છે. ગ્રંથીઓ પાંદડાની પ્રથમ જોડીની નીચે દાંડી પર અને પાંદડાં નઈ ઉપરની છ જોડી વચ્ચે થાય છે. દરેક પાંદડાંના પાયા પર 10 મીટર સુધી લાંબી કાંટાની જોડી મળી આવે છે.  3)ફળ      ખેર પર ફળ ઋપે બદામી કલરની સીંગો આવે છે. તેની લંબાઈ 50 થઈ 125 મીમી લાંબી હોય છે. આ સીંગોમા 4 અથવા 7 બીજ આવે છે. જે ઘેરા બદામી રંગના સપાટ અને 8-8 મીમી વ્યાસ વાળા હોય છે. બીજમાં પ્રોટીન ભરપુર માત્રામાં હોય છે.  4)ફૂલ      ખેરના ફૂલનો કલર  સફેદ અથવા નિસ્તેજ પીળા જેવો હોય છે. ફૂલ 3 મીમી લાંબા અને નળાકાર હોય છે. ફૂલ દેખાવમાં ઘેટાની પૂંછડી જેવું લાગે છે.  ઉપયોગ  ખેરનું લાકડુ કોલસા તરીકે અને ફર્નિચર માટે ઉપયોગમાં લેવાય છે. આ લાકડા માંથી અનેક પ્રકારના સાધનો બનાવવામાં આવે