મુખ્ય સામગ્રી પર જાઓ

પોસ્ટ્સ

માર્ચ, 2021 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

હોળી/holi/hutasani

 હોળી     હોળી હિન્દુઓનો તહેવાર છે. આ તહેવારને રંગોના તહેવાર તરીકે પણ ઓળખાય છે. ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 'હુતાસણી' થી પણ ઓળખાય છે.       આ તહેવારના પહેલા દિવસને 'હોળી' અને બીજા દિવસને 'ધૂળેટી' કહેવાય છે.      હોળી ફાગણ માસના પૂનમનાં દિવસે મનાવાય છે. આ દિવસે સાંજે ગામના પાદરે કે ચોકમાં લોકો મળીને છાણા કે લાકડાંની હોળી બનાવે છે. ત્યારબાદ બધા લોકો હોળી પ્રગટાવે છે. લોકો હોળીની પ્રદક્ષિણા કરે છે અને પવિત્ર મનાતી વસ્તુ શ્રીફળથી તેનું પૂજન કરે છે. તેમજ લોકો ધાણી, ખજૂર, ચણા અને મમરા જેવી વસ્તુઓ પણ હોમે છે. ગાય-ભેંસ રાખતા લોકો પૂરા(ગાય-ભેંસને ખાવાનો ચારો)ને અગ્નિમાં થોડો અડાડે છે અને ઘરે જઈને ગાય-ભેંસ ને ખવડાવે છે(લોકોની એવી માન્યતા છે કે આનાથી ગાય-ભેંસ બીમાર થતા નથી) . ભારતમાં વિવિધ પ્રાંત અને સમુદાયમાં હોળીની ઉજવણી અલગ અલગ રીતે થાય છે પરંતુ બધાની ભાવના હોળી પ્રગટાવી અસુરી તત્વોનો નાશ કરવો અને દૈવી શક્તિનુ સન્માન કરવું એવો છે. આ તહેવાર સાથે 'હોલિકા' અને 'પ્રહલાદ' ની કથા જોડાયેલી છે.       હોળીના બીજા દિવસે ધૂળેટી મનાવાય છે. આ દિવસે નાના-મોટા એકબીજા પર અબ