મુખ્ય સામગ્રી પર જાઓ

પોસ્ટ્સ

ઑક્ટોબર, 2020 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

ખીજડો (Lebbeck)

 ખીજડો      ખીજડો આપણું પ્રાચીન વૃક્ષ છે. ખીજડાને સંસ્કૃત માં શમી વૃક્ષ તરીકે પણ ઓળખવામાં આવે છે. શમીનો અથૅ શાંતિ એવો થાય છે.ખીજડાનું ઝાડ મધ્યમ કદનુ અને કાંટાળુ હોય છે.આ ઝાડ ઓછા પાણીમાં થતુ હોવાથી રણ વિસ્તારમાં માણસ અને જાનવર નો સહારો બની રહે છે. ખીજડો 2800  kg જેટલો નાઇટ્રોજન હવામાંથી ખેંચીને ધરતીને આપે છે. ખીજડાના વૃક્ષ નીચે બેસવાથી મન ને શાંતિ મળે છે એવુ માનવામાં આવે છે. પાંડવોને જ્યારે વનવાસ મળ્યો ત્યારે અર્જૂને બ્રહ્માસ્ત્ર જેવા શસ્ત્રો ખીજડાંની અંદર સંતાડયા હતા જેથી શસ્ત્રો શાંત રહે. વસંત ઋતુમાં ખીજડા પર કોળા, ફૂલો અને સીંગો આવે છે. ખીજડો રાજસ્થાન રાજ્યનુ પણ વૃક્ષ છે. દશેરાના દિવસે ખીજડાના વૃક્ષ ની પૂજા કરવામાં આવે છે.  1)થડ      ખીજડાનું થડ છીંકણી કલરનું હોય છે. થડ 9 ફૂટ ઊંચુ અને 3 ઇંચ જેટલું પહોળું હોય છે. થડ નું લાકડુ મજબુત હોય છે.  2)પાંદડાં       આ ઝાડના પાંદડા બાવળ અથવા આંબલીના પાંદડાં જેવા નાના હોય છે.  3)ફળ      ખીજડાના ફળને સાંગરી કહેવાય છે. જે સીંગ રૂપે આવે છે.આ સીંગ 7 થઈ 8 ઈંચ લાંબી અને 0.5 ઈંચ જાડી હોય છે. આ સીંગ માથી સાક બનાવામાં આવે છે.આ ફળ સુકાઈ જાય એટલે સુકા મેવા